હસ્ત રેખા શાસ્ત્રમાં લગ્ન અને દાંપત્ય જીવન વિશે જાણવા માટે લગ્ન રેખાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ રેખાની લંબાઈ, જાડાઈ, સ્પષ્ટતા ઉપરાંત આ રેખા કયા પર્વત પર જાય છે અથવા રેખાઓ તેને ઓળંગે છે, આ બધી બાબતો વિશેષ સંકેત આપે છે.
લગ્ન રેખા જણાવે છે કે વ્યક્તિનું લગ્ન જીવન કેવું રહેશે, તેને સુખ મળશે કે સમસ્યાઓ. તેમજ તેને કેવો લાઈફ પાર્ટનર મળશે. લગ્ન રેખા હથેળીમાં નાની આંગળીની નીચે સ્થિત છે. તે બુધ પર્વત પર હથેળીની બહારથી અંદરની તરફ આવે છે.
તમારા લગ્ન જીવનની તપાસ કેવી રીતે કરવી : લગ્ન રેખા સ્પષ્ટ અને ઊંડી હોય તો તે ખૂબ જ સારું છે. જો લગ્ન રેખા કપાયેલી હોય, ઘણી રેખાઓથી બનેલી હોય અથવા હલકી હોય તો લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવે છે.
જો લગ્ન રેખા હૃદય રેખાની નજીક હોય, તો આવા લોકો લગભગ 20 વર્ષની ઉંમરે લગ્ન કરી લે છે, જ્યારે હૃદય રેખાથી અંતર મોડું લગ્ન સૂચવે છે. જો લગ્ન રેખા સૂર્ય પર્વત તરફ જાય છે, તો તે વ્યક્તિના લગ્ન ખૂબ જ સમૃદ્ધ પરિવારમાં થાય છે. એક કરતાં વધુ નાની લગ્ન રેખાઓ પ્રેમ સંબંધો દર્શાવે છે.
જો બુધ પર્વત પર લગ્ન રેખા અનેક ભાગોમાં વહેંચાયેલી હોય તો તે સગાઈ તૂટવાનો સંકેત છે. જો કોઈ સ્ત્રીના હાથમાં લગ્ન રેખાની શરૂઆતમાં કોઈ નિશાની હોય તો તે લગ્નમાં છેતરાઈ શકે છે. જો શુક્ર પર્વત પરથી કોઈ રેખા નીકળીને લગ્નરેખામાં જાય છે તો આવા વ્યક્તિનું લગ્નજીવન દુ:ખનું કારણ બને છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!