જો તમે આ કંપનીનું સિંગતેલ, સોયાબીનતેલ અને તલતેલ ખાતા હોવ તો ચેતી જજો થઇ શકે છે કેન્સર…ખાસ વાંચો આ માહિતી..!

0
242

આજકાલ લોકો પૈસા કમાવવા માટે અનેક ખોટા કામો કરી રહ્યા છે. અને સમાજના લોકોને છેતરીને ભેળસેળવાળી વસ્તુઓ વેચીને ધંધો કરી રહ્યા છે. અને લોકોને હલકી ગુણવત્તાનું ખવડાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આવી જ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ખાદ્યતેલમાં ભેળસેળ કરીને લોકોને વેચી રહ્યા હતા.

આ ઘટના ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં બની હતી. ઘટનામાં પાટણ જિલ્લાના ચાણસ્મા હાઇવે નજીક આવેલી અંબિકા સોસાયટીમાં રાજેશભાઈ રસિકલાલ મોદી નામના યુવક રહેતા હતા. આ રાજેશભાઈ જીઆઇડીસીમાં ગણેશ ટ્રેડર્સ નામની ઓઇલ ફેક્ટરી ચલાવતા હતા. આ રસિકભાઈ છેલ્લા 20 વર્ષથી ખાદ્યતેલનો ધંધો કરી રહ્યા હતા.

તેઓ અલગ-અલગ ખાદ્યતેલના બ્રાન્ડના ડબા વેચી રહ્યા હતા. અને તેઓ ખુબ જ કરોડો રૂપિયાનો વેપાર કરી રહ્યા હતા. તેઓનો ખાદ્યતેલનો વેપાર ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો હતો. ઘણા બધા ગ્રાહકો દર વર્ષ તેને ત્યાંથી તેલ ખરીદતા હતા. પરંતુ એક દિવસ એક ગ્રાહકે આ તેલની ચકાસણી કરાવતા મોટું રહસ્ય બહાર આવ્યું હતું.

આ તેલના ડબ્બાને ચેક કરતા તેને ડબ્બામાં ભેળસેળ અને રાજેશભાઈ કહેતા તેના કરતા હલકી ગુણવતાવાળું તેલ દેખાયુ હતું. તેને કારણે ગ્રાહકે પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. કે રાજેશભાઈ વર્ષોથી સીંગતેલ, સોયાબીનતેલ અને તલના તેલ જેવા વિવિધ ખાદ્ય તેલોના ડબ્બાને બ્રાન્ડેડ કંપની સાથે મળી આવતા નકલી લેબલો લગાવીને તેલ વેચતા હતા.

તેઓ ડબ્બાને કામના કંપનીના ડિઝાઈનવાળા લેબલો લગાવીને ગેરકાયદેસર કોપીરાઇટ કરીને ખાદ્યતેલ વેચતા હતા. અને ગ્રાહકોને બ્રાન્ડેડ કંપની હોવાનું કહીને ભેળસેળવાળું તેલ વેચતા હતા. તેઓ સસ્તામાં ભેળસેળવાળું તેલ ખરીદીને ડબ્બા ભરી બ્રાન્ડેડ કંપનીના કામના લખેલા લેબલ લગાવીને લોકોને બ્રાન્ડેડ તેલના ભાવ આ ડબા વેચતા હતા.

રાજેશભાઈએ કરોડોનો વેપાર કરી લીધો હતો. અને તેઓ આ તેલના ભાવ એક દબાના 2500ના ભાવે ડબ્બો વેચતા હતા. અને આમ દિવસ ને દિવસે તેઓ બ્રાન્ડેડ કામના નામે ડબ્બાના ભાવ વધારીને લોકોને લૂંટી રહ્યા હતા. અને લોકો માટે ખાદ્યતેલ જીવન જરુરિયાતની વસ્તુઓ છે.

તેના કારણે લોકો વધુ ગુણવત્તાવાળું લેવાનું વધારે પસંદ કરે છે. તે માટે ખાદ્યતેલની રાજેશભાઈ પાસેથી ખરીદતા હતા. હકીકતમાં લોકોને રાજેશભાઈ ખૂબ જ ખરાબ રીતે છેતરી રહ્યા હતા. પરંતુ પોલીસના દરોડા દરમિયાન રાજેશભાઈની પોલ ખૂલી ગઈ હતી. અને રાજેશભાઈ જુદી જુદી દુકાનોમાં પણ તેના આ ડબ્બાનું વેચાણ કરવા માટે મોકલતા હતા.

આમ આ રાજેશભાઈનો ભેળસેળ ભર્યું ખૂબ જ મોટું તંત્ર સામે આવી ગયું હતું. ત્યારબાદ પોલીસે કોપીરાઇટ કરવાના અને કંપનીના નામનો ગેરકાયદેસર ઉપયોગ કરવા બદલ કાર્યવાહી કરી હતી. અને હજુ પોલીસ તપાસ કરી રહી છે. અને આવું હલકી ગુણવતાનું તેલ ખાઈને લોકોન ઘણા બધા રોગોના ભોગ બંને છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here