બહુધા લોકો શ્રીમદ્દ ભગવદગીતા ની વાત જયારે સમજતા હોય એક વાત એમાં થી લઈને બેસે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન કે તું સારા કર્મો કરતો જા પણ આતો થઈ કર્મયોગની વાત પણ જ્ઞાનયોગ અને ભક્તિયોગની વાત ક્યાં આવી એ 2 પણ સાથે જોઈએ તમને કોક એકલું મિષ્ટાન પીરસી દે તો તમારે રોટલી દાળ ભાત શાક પણ જોઈએ ફરસાણ પણ જોઈએ દરેક પ્રકારનો સ્વાદ જોઈએ ત્યારે પૂર્ણ આહાર કહેવાય.
બસ આવીજ રીતે જીવનમાં પણ કર્મયોગ પણ જોઈએ જ્ઞાનયોગ અને ભક્તિયોગ પણ જોઈએ silence નિષ્ક્રિયતા માને છે એટલે આ શ્લોકને પકડીને બેસે છે પ્રમુખસ્વામી મહારાજ આ વાત એમને પાંચ રીતે કરી આપણી સાંસારિક જવાબદારીઓ નિભાવી શાસ્ત્રી મુજબ પવિત્ર જીવન જીવવું અને નૈતિક પ્રમાણિકતા કાર્યમાં રાખવા અન્યને મદદરૂપ થવું.
અને સતત પ્રવૃત્તિ માં શક્તિ સમય આપવા ચોથી ભગવાનની ભક્તિ કરવી અને પાંચ પોતાના આત્માનું કલ્યાણ કરું તો મહાપુરુષોએ બહુ વિચારીને સમજીને આપણને સારરૂપે પોતાના જીવનના અનુભવ પરથી આ બધી વાતો કરી છે તો આવા ફ્રેગમેન્ટ્સ માં આપણું જીવન વ્યતીત થાય તો જીવનના અંતે તમને સંતોષ થાય છે તમે જીવનનાં અંતે તમારી છાતી પર હાથ મૂકીને બોલી શકવા જોઈએ.
કે હું મારું જીવન જીવ્યો પણ મનુષ્ય તરીકે જીવનમાં બધી આ વાતો આવે છે તમારા જે 24 કલાક છે તે 8+8+8 માં સિસ્ટમમાં મૂકી દેવાના પહેલા આઠ કલાક છે એ તમારો જે વ્યવસાય છે એમાં તમારે નૈતિક પ્રમાણિક પુરુષાર્થ મુકવાનો બીજા 8 કલાક છે સારી રીતે ઊંઘ લીધી અને આરામ લેવો ત્રીજા જે આઠ કલાલ છે એ જીવનમાં ખુબ મહત્વના છે જીવનના એટલે કે ચોવીસ કલાકમાંથી અગત્યના છે ત્રણ કલાકમાં શીખવાડે છે એમાં યાદ રાખવું.
3F 3H અને 3S જેમાં 3f એટલે ફેમિલી,ફ્રેન્ડ અને ફેઈથ 3h એટલે હેલ્થ,હાઇજીન,અને હોબી અને 3s માં સોલ સર્વિસઅને સ્માઈલ આ નવ વિભાગમાં તમારા ત્રીજા 8કલાક પસાર થવા જોઈએ તો તમે બેલેન્સ સાથે લાઈફ જીવ્યા કહેવાય રાત્રે સુવા જાઉં ત્યારે રોજ વિચારવું શું આ 8+8+8 ના સિદ્ધાંત મુજબ જીવન જીવ્યો એટલે આ vision of life છે આ મનુષ્ય જીવન છે.
પુરુષાર્થ ભગવાને દરેક જીવ-પ્રાણી માત્રમાં મુકેલો જ છે અને પુરુષાર્થ વગર જીવન જીવવું શક્ય જ નથી એ પછી પ્રાણી માં જંગલનો રાજા કે સામાન્ય મનુષ્ય હોય જો દેહ નિર્વાહ કરવા દોડવું તો પડે જ છે એટલે જ કહ્યું છે કે પુરુષાર્થ વગર જીવન શક્ય જ નથી જીવનમાં ઉત્તમ વિદ્યા-અભ્યાસ તો પ્રાપ્ત કરવો જ જોઈએ તેના માટે ઘણો બધો સંયમ પણ જોઈએ જ
એકવાર તામિલનાડુના એક ગામડામાં કોઈ જ્યોતિષ આવ્યા હશે અને બધાના હાથ જોઈને જ્યોતિષ ભાખતા હશે એક યુવાન માતા તેના પાંચ વર્ષના બાળકને લઈ ગયા અને એમને કીધું કે મારા નાના બાળક છે તેનો હાથ જુઓને અને પેલા જ્યોતિષે હાથ જોઈ ને કીધું કે આ બાળક તો કાય ભણશે નય ભગવાને તેનામાં વિદ્યારેખા મૂકી નથી આવું કંઈક.
પેલી માતા ને કીધું એટલે પેલા માતાને બહુ દુઃખ થયું હતું કારણ કે એમને એક સ્વપ્નું હતું કે મારો બાળક ખૂબ સારો અભ્યાસ કરે બાળકે જોયું માતા રડે છે પછી બંને જણા માતા ને દીકરો ઘરે ઘરે બાળકે માતાને પૂછ્યું માં તું કેમ રડે છે ત્યારે માતા એ કહ્યું તારા હાથમાં ભણવાની વિદ્યાની રેખા જ નથી બાળકે પૂછ્યું હોય તો ક્યાં એટલે એની માતાએ એના હાથમાં બતાવ્યું.
પેલો બાળક તરત દોડતો અંદર રસોડામાં ગયો અને રસોડા માંથી એક ચપ્પુ લીધું અને પોતાની જાતે જ રેખા દોરી નાખી લોહીની ધાર છૂટી ગઈ એની માં એ જોયું એટલે ચીસ પાડી બેઠી કે બેટા આ શું કર્યું પેલા નાના બાળકે સરસ જવાબ આપ્યો કે ભગવાન કદાચ મારા હાથમાં વિદ્યાની રેખા મુકતા ભૂલી ગયા તો આજે મેં મૂકી દીધી અને પછી તો એ બાળકે,
ખૂબ સારો અભ્યાસ કર્યો એ તે પ્રથમ સ્નાતક પૂર્ણ કરનાર વ્યક્તિ બન્યો તેના ગામનો એને એની માતા ને કહ્યું હું ખાલી ભણીશ નહીં હું વિલાયત ભણીશ અને વિલાયત ભણી ને અન્ય ને પણ વિલાયત ભણાવીશ એ દીકરો મોટો થયો ઓક્સફોડ માંથી ગ્રેજ્યુએટ થયા અને આટલું જ નહીં આગળ જતા એ ભારતના રાષ્ટ્રપતિ બન્યા આ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન પોતે જ.
વન્ડરફુલ એકેડેમી કોલીફીકેશન પુરુષાર્થી પ્રાપ્ત થાય છે અને સામે થોડો સંયમ પણ જોઈએ આપણે જો મીડિયામાં સોશિયલ નેટવર્કિંગ માં તેની પાછળ બે ત્રણ ચાર કલાક રોજના પસાર કરતા હોવ તો ભૂલી જવું જોઈએ કે આપણે સારો અભ્યાસ કરી શકીશુ તમારી યાદશક્તિ પણ ખલાસ થઇ જશે તમને યોગ્ય સમયે યોગ્ય વિચારો પણ નહિ આવે વિદ્યાઅવસ્થમાં હોય તો તમારે કય વસ્તુની વધારે જરૂર છે અને કય વસ્તુની તમારે જરૂર નથી આ વાત વિચારવી જ રહી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!