પ્રસંગ-53:
સેવા એ જ જીવન : સન ૧૯૭૦ શ્રીજીપુરા, ચિત્રાસર વગેરે ગામોમાં ડાંગરના ધર્માદા માટે ટ્રેક્ટરમાં વિચરણ કરતાં કરતાં ૧૩મી જાન્યુઆરીએ સ્વામીશ્રી ગોંડલ પધાર્યા. ગોંડલમાં સ્વામીશ્રી પધાર્યાના બીજા દિવસે ઉત્તરાયણ હતી.
તે નિમિત્તે સંતોના મંડળો ગોંડલમાં ઝોળી માંગવા નીકળ્યા. સ્વામીશ્રીને પણ ઝોળી માંગવા માટે જવાની ઇચ્છા તો હતી, પણ સૌએ ‘ના’ પાડી. તેથી તેઓને ન છૂટકે મંદિરમાં રોકાવું પડ્યું. પરંતુ ઇરાદાઓ રસ્તા શોધી જ કાઢે છે. સ્વામીશ્રીને ગોંડલની ગલીઓમાં ઘૂમવાની ‘ના’ પાડી તો તેઓએ મંદિરના ઉતારામાં જે જે હરિભક્તો ઊતરેલા તેઓના
ઓરડે ઓરડે જઈને ઝોળીની આફ્લેક લગાવી.

પોતાના ઉતારાના બારણે આમ ખભે ઝોળી લટકાવીને ઊભેલા સ્વામીશ્રીને જોઈને હરિભક્તોના તો આનંદની સીમા ન રહી. સૌએ સામે ચાલીને આવેલી આ તકને હોંશે હોંશે પોંખી, સ્વામીશ્રીની ઝોળી. છલકાવી દીધી.
આ હરિભક્તો પાસે દાણા તો હોય નહીં, પણ નાણાંની સેવા કરી ટાણાંનો લાભ લઈ લીધો. જેમ મનુષ્ય હવા વિના ન રહી શકે તેમ સ્વામીશ્રી
સેવા કર્યા વિના નહોતા રહી શકતા. તેથી તેઓએ આમ ફળિયામાં પણ ઘોડો તો ફેરવી જ લીધો.
વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.