આધુનિક સમયમાં ઘણી બધી ઘટનાઓ ગંભીર બની જાય છે. આધુનિક ટેકનોલોજીને કારણે આકસ્મિક ઘટનાઓ બનતી જોઈ રહ્યા છીએ. જેમાં નાના બાળકોની અણસમજને કારણે આવી ઘટનાઓ નાના બાળકો સાથે બની રહી છે. માતા-પિતાને નજર ન રહેતા બાળકો સાથે આવી ઘટનાઓ બની રહી છે.
આવી જ એક ઘટના હાલમાં બાળક સાથે બની હતી. આ ઘટના પાલી જિલ્લાના રાયપુરમાં બની હતી. રાયપુરના ગામમાં એક પરિવાર રહેતું હતું. આ પરિવારમાં પિતા-માતા અને બાળક રહેતું હતું. પિતાનું નામ મુકેશભાઈ કાઠાત હતું. તેમના દીકરાનું નામ સાહિલ હતું. સાહિલની ઉંમર 10 વર્ષની હતી.
દીકરો ધોરણ 5માં ભણતો હતો. દીકરો પરિવારનો એકનો એક જ કુળદિપક હતો. એક દિવસ પરિવાર સાથે એટલી ગંભીર ઘટના બની ગઈ કે જાણીને ગામના સૌ લોકો હેરાન થઈ ગયા હતા. એક દિવસ સવારના સમયે સાહિલના પિતાએ ફોનની બેટરી ઘણા સમય પહેલા કાઢી હતી. આ જુના ફોનની બેટરી કાઢીને ઘરે મૂકીને ગયા હતા.
સાહિલને આ બેટરી મળી જતા ફોનની બેટરીથી રમી રહ્યો હતો. તેની માતા ઘરમાં કામ કરી રહી હતી. પિતા નજીકના ખેતરમાં કામ કરી રહ્યા હતા. અને સાહિલ આ જૂની બેટરીથી રમી રહ્યો હતો. તે સમયે સાહિલે રમતા રમતા બેટરીને જોરદાર હાથથી દબાવી હતી. અચાનક જ બેટરી વિસ્ફોટ થઇ ગઇ હતી.
વિસ્ફોટ થતા બેટરીનો અવાજ ઘણો મોટો આવ્યો હતો. અવાજ સાંભળીને માતા સાહિલના રૂમમાં ગઈ હતી. માતા જમવાનું બનાવી રહી હતી તે પડતું મૂકીને સાહિલ તરફ દોડી હતી. માતાએ જઈને જોયું તો સાહિલનો હાથ લોહીથી લથપથ થઈ ગયો હતો. સાહિલ બુમાબુમ કરવા લાગ્યો હતો. તરત જ માતાએ સાહિલના પિતાને ઘટનાની જાણ કરી હતી.
પિતા સાહિલને અમૃતકૌર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને પ્રાથમિક સારવાર કરી ભીલવાડા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સાહિલને હાથમાં બેટરી બ્લાસ્ટ થવાને કારણે તેના હાથની આંગળીઓ છૂટી પડી ગઈ હતી. હથેળી ફાટી ગઈ હતી. તેને કારણે ડોક્ટરોએ સાહિલના જમણા હાથની હથેળીને કાપી નાખી હતી.
સાહિલ જમણા હાથમાં આવી ગંભીર ઇજા થવાને કારણે પરિવાર આઘાતમાં આવી ગયું હતું. નાના બાળક સાથે આવી નાની ઉંમરમાં ઘટના થઈ જવાને કારણે પરિવારનો લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા. આ વાત સાંભળીને પાડોશના લોકો પણ સાહિલના ઘરે આવી ગયા હતા. ત્યારબાદ સાહિલ ઘટનાની લોકોને જાણ થતા ગામમાં શોકનો માહોલ થઇ ગયો હતો. આમ, આજકાલ ઘણી બધી ઘટનાઓ અણસમજણા બાળકો માટે ગંભીર બનતી જાય છે. માતા-પિતાની નજર હટતા આવી મોટી ઘટનાઓ બની જાય છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!