જયારે પ્રશ્નો નું સમાધાન ના મળે અને લોકો તમને તરછોડી દે ત્યારે શુ કરવું ?

0
430

માણસ જન્મે છે રોતા રોતા જીવે છે ફરિયાદ કરતા કરતા અને મ-રે છે પૂર્ણ અસંતોષ સાથે એવું આપણે ન થાય એની માટે જીવનમાં ઊંડા ઉતરી આટલી વાતો યાદ રાખી એ પ્રમાણે જીવન બનાવવાનો પ્રયત્ન કરવો કે ફરિયાદ કરતા કરતા ન જીવીયે  કારણકે જમ્યા ત્યારે રોવું કે ના રોવું એતો આપડા હાથની વાત નહોતી અને આપણી સમજદારી પણ નોહતી.

પણ પાછલા બે મુદ્દા ફરિયાદ કરતા કરતા ન જઈએ રાગદ્વેષ મનમાં રાખીને ન જીવીએ અને પૂર્ણ સંતોષ સાથે આનંદ સાથે મરી-યે એવું જીવન તો બધા ને જીવવું છે પરંતુ બન્યું એવું કે કોઈ કોલસો બની ગયું અને કોઈ હીરો બની ગયું કોઈને જિંદગી સુવર્ણ થઈ ગઈ બધાને ભગવાને સરખું જીવન આપેલું બુદ્ધિશક્તિ આવડત-હોંશિયારી કેળવી શકાય છે.

હમણાં સમાજમાં બે ત્રણ ઘટનાઓ બને એની પરથી લોકો જીવનને શું માને છે જીવનને કંઈક દૃષ્ટિકોણથી જોવે છે અને કેવું જીવન જીવે છે સારો વર્ગ ભણેલો વર્ગ હોય, ૧૨,૦૦૦ કરોડનું એમ્પાયર સ્થાપના વ્યક્તિને અત્યારે મુંબઈમાં ભાડે ટુ બીએચકે ફ્લેટ માં એના દિકરા ને મૂકી દીધો છે એમના બ્રાન્ડ નેમની નીચે લખાતું ધ કમ્પ્લીટ મેન.

બીજો પ્રસંગ IAS ઓફિસર 35 વર્ષની નાની ઉંમરે જિંદગી ટૂં-કાવી અને આવો અવલો રસ્તો પસંદ કર્યો એ પ્રસંગ પણ તમે સાંભળ્યો જ હશે ત્રીજો પ્રસંગ મુંબઈમાં 65 થી 70 વર્ષીય મહિલા એકલા રહેતા હતા ફ્લેટમાં એ મૃ-ત્યુ પામ્યા પુરા એક વર્ષ પછી ખબર પડી કે ઘરની અંદર એમનું બોડી સૌ કોહવાય ગયું હતું એ પણ જયારે એક વર્ષ પછી એનો દીકરો જયારે અમેરિકા થી આવ્યો ત્યારે

એને પોતાનું ઘર ખોલ્યું ત્યારે તો સૌ કોઈ ને ખબર પડી આ ત્રણ પ્રસંગો ને સામે રાખી એક આંતરદ્રષ્ટિ કરવાની જરૂર તો ખરી જ કે સુ આ જ આપણી જિંદગી છે સુ આ જ આપણા રૂપિયા છે શું આ જ બધું જ આપણો બિઝનેસ કે પછી અભ્યાસ છે અને ખાસ શું આ તમામ જ આપણી આધુનિકતા નું ઉદાહરણ છે માત્ર આ ત્રણ પ્રસંગો એ તો આખા સમાજ  ને હલાવી નાખ્યો..

એટલે આપણે ઘણી વખત આપણી વિચારધારા થી જીવીએ છીએ એ વિચારધારા શાસ્ત્રોમાં વર્ણવાયેલ એ વિચારધારા મહાન પુરુષો કે મહાજનો મહાન વ્યક્તિઓ જે પથ પર ચાલ્યા છે એ પથ પર ચાલ્ય માટે પ્રયત્નશીલ થવા માટે આ વિચાર યોગ્ય છે કે નહીં તે ચેક કરવું પડે આપણે કંઈક વિચાર વિચરતા હોવી સામે વળી વ્યક્તિ કંઈક અલગ વિચારતી હોય.

આ પરથી એક વસ્તુ યાદ આવી જાય પેટ કૂતરો હોય એને રમાડવા માટે લઈ જાયને તો માલિક દૂર બોલ ફેંકે અને પેલો કૂતરો દોડીને બોલ લઈ પાછો મલિક સુધી પાછો આપી જાય અત્યારે તો આપણે આ રમત જોઈએ છીએ કે માણસ કૂતરાને રમાડે છે પણ ભવિષ્યમાં કદાચ એવું પણ બને કે કુતરાના મગજનું સ્કેનિંગ કરવામાં આવે તો એવું પણ બને કે,

કૂતરો કદાચ એવું વિચરતો હોય મારા મલિક ને મજા આવતી એટલે એ બોલ ફેંકતો અને એમને ખુશ રાખવા માટે હું બોલને દોડીને લઈને મલિક ને આપતો આવું પણ બની શકે એટલે દરેક વ્યક્તિઓ આપડે વિચારવી એવું જ વિચારતી હોય એ વાત માં સાથ પૂરાવવો ખરેખર મુર્ખામી જ ગણી શકાય આના કારણે જ જીવન જીવવાની દિશા મળતી નથી.

વ્યાખ્યો બદલાતી રહે સમજદારી બદલાતી રહે એટલે આનંદમય સુઃખી જિંદગી જીવી નથી શકતા જો પહેલાના જમાનામાં ગામડામાં લોકો પાસે બળદગાડા અને ઘોડા હતા એમાં જો કોકની પાસે ગાડી હોય ને તો એ પૈસાવાળો કહેવાતો આજે રિવર્સ ઊંધું થઈ ગયું શહેર માં બધા પાસે ગાડી છે એમાં કોક પાસે ઘોડો હોય ને તો એ પૈસાવાળો કહેવાય.

અહીં જોવા જઇયે તો વ્યાખ્યા બદલાઈ ગઈ અને આવી વ્યાખાઓ બદલાતી રહે છે આવા બધા વિચારોના વાદળો અને રામસણ ની વાંચી આપણને લાઈફની દિશા જ મળતી નથી અને જો દિશા જ ના મળે તો પછી શું કરવાનું તો ઇન્ક્રેડિબલ લાઈફ જીવવા માટે આવા મહાપુરુષના જીવનમાંથી શીખ રૂપે પહેલી અગત્યની વાત છે આપણી તમામ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક આપણે બજાવવી જોઈએ છે.

આ ઇન્ક્રેડિબલ લાઈફનો પહેલો મુદ્દો યાદ રાખજો આપણી તમામ જવાબદારીઓ આપણે નિષ્ઠાપૂર્વક બરોબર બજાવવી દુનિયાના તમામ પ્રશ્નોનું સોલ્યુશન છે જ દુનિયામાં કોઈ એવું તાળુ નથી કે જેની ચાવી ના બની હોય જયારે તાળું બને તેની સાથે જ ચાવી બને અને જવાબદારીઓનું વહન કરતા હોઈએ ત્યારે એ સમજવાનું કે ગમે તે પ્રશ્નનું સમાધાન ચોક્કસ છે.

દરેક પ્રશ્નોનું સમાધાન છે જ એ સમાધાન આપણે દ્રષ્ટિ સમક્ષ રાખીએ તો વ્યવહારિક સાંસારિક બધા પ્રશ્નોનું સમાધાન રહેલું છે એ નિશ્ચિત છે 5 રીતે સમાધાન કોઈ પણ વ્યવહારિક કે સાંસારિક પ્રશ્નોનું આવે પહેલું નિર્ણય નિર્ણય કદાચ તાત્કાલિક નહીં લઈ શકાય તો એ પ્રશ્નને સમય આપવાનો થોડો સમય પછી પણ એ પ્રશ્ન ન ઉકેલાતો હોય તો સમજણ રાખવાની ઘણીવાર લાંબા સમય પછી પણ એ પ્રશ્નનો સમાધાન ન આવે તો સાંખ્ય રાખવાનો અને પ્રશ્નને જ ભૂલી જવાનો.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here