ગુજરાતમાં બોવ ઓછી વાર ભૂકંપના આચકાઓ અનુભવાતા હોઈ છે. પરતું ગુજરાતમા જયારે પણ ભૂકંપ આવેછે ત્યારે કચ્છ જીલ્લામા નાના મોટા આચકાઓ અનુભવતા હોઈ છે. આજે કચ્છ ની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. કચ્છમાં ફરીવાર ભૂકંપના ભારે આંચકાથી ધ્રુજી ઉઠી છે. કચ્છના ધોળાવીરા નામના એક વિસ્તારમાં બપોરે 12 વાગીને 08 મીનીટે 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
આંચકો અનુભવાતા જ સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી 23 કિલોમીટર દૂર નોંધાયું હતું. જણાવી દઇએ કે, હજુ એક દિવસ પહેલા જ જામનગર જીલ્લામા 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આટલી મોટી તીવ્રતાનો આંચકો હોવાના કારણે લોકોમાં ડરનો માહોલ ફેલાઇ ગયો હતો.
વધારે મોટો ભૂકંપનો આંચકો આવશે એવી સંભાવનાઓ : ગુજરાતમાં કચ્છની ધરતી આવાર-નવાર ધ્રુજતી રહે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ પ્રમાણે ગમે ત્યારે કચ્છમાં એક મોટો ભૂકંપ આવી શકે છે. ભુસ્તરશાસ્ત્રીઓએ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર કરેલા અભ્યાસ બાદ આ તારણ બહાર આવ્યું છે.
આ ફોલ્ટ લાઇન પર છેલ્લા 1 હજાર વર્ષથી મોટા ભુકંપ આવ્યો ન હોવાથી જમીન ઉર્જા વધી રહી છે. જે બહાર આવવા માટે ભૂકંપનું સ્વરૂપ ધારણ કરી શકે છે. એ મુજબ કચ્છના અંજાર અને ગાંધીધામની સાથે અમદાવાદમાં પણ ભયાનક નુકસાન થવાની શક્યતા છે.
જામનગરમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા : સવારમાં વહેલા જ જામનગરમાં ભૂકંપનો આંચકો અનુભવતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.સવારે જમ્મુ અને મેરઠમાં ભૂકંપ આવ્યા બાદ ગુજરાતમાં પણ જામનગર ખાતે આંચકા અનુભવાયા હતા.
જામનગર ખાતે ભૂકંપના આંચકાથી ભયભીત લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઇ હતી. સાંજે 7:13 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જો કે, જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી. ભૂંકપના જોરદાર ઝટકાથી લોકો ભયભીત બન્યા હતા.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!