કચ્છમાં 4.1 નો ભૂકંપ, મોરબી અને ગોંડલમાં હળવા આંચકા
સૌરાષ્ટ્રમાં ફોલ્ટલાઈન સક્રિય થઈ પણ જોખમી નહીં હોવાનો વૈજ્ઞાાનિકોનો મત

સોૈરાષ્ટ્ર – કચ્છમાં શિયાળુ પવન શરુ થતાની સાથે પેટાળમાં હલચલ વધી છે. આજે એક જ દિવસમાં આ પ્રદેશમાં ચાર વખત ધરતી ધુ્રજી ઉઠી હતી. કચ્છમાં ભચાઉ નજીકનાં કેન્દ્ર બિંદુએથી ૪.૧ ની તીવ્રતા સાથેનો મધ્યમ સ્તરનો ભૂકંપ આવ્યો હતો જયારે મોરબી અને ગોંડલમાં પણ હળવો આંચકો નોંધાયો હતો જો કે કયાંયથી કોઈ જાનહાની કે નુકશાનીનાં અહેવાલ નથી.
આજે સવારે ૮.૧૮ કલાકે ભચાઉથી ૧ર કિ.મી. દૂરનાં કેન્દ્ર બિંદુએથી ૪.૧ તીવ્રતા સાથેનો ભૂકંપનો આંચકો આવતા આસપાસનાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પેટાળમાં ર૩ કિ.મી. સુધી ઉંડે સુધી તેની અસર જોવા મળી હતી. રવિવારે સવારે લોકો રજાના મૂડમાં દિવસની શરુઆત કરી રહયા હતા ત્યાં જ ભૂકંપના આંચકાથી લોકોમાં ભય પ્રસરી ગયો હતો જો કે કોઈ જાનહાનીનાં કે નુકશાનનાં અહેવાલો નથી. ભચાઉ નજીકનાં આચંકાનાં લગભગ એક કલાક બાદ દૂધઈથી ર કિ.મી. દૂરનાં કેન્દ્ર બિંદુએથી ર.૩ ની તીવ્રતાનો અને સવારે ૧૧.૧૭ કલાકે રાપર પાસે ર.૯ ની તીવ્રતાનો હળવો આંચકો નોંધાયો હતો. એક જ દિવસમાં કચ્છમાં ત્રણ વખત ધરતી ધુ્રજી હતી.
કચ્છને અડીને આવેલા મોરબી જિલ્લામાં પણ આજે બપોરે ૧.૦પ કલાકે ૧.૭ ની તીવ્રતાનો હળવો આંચકો નોંધાયો હતો. મોરબીથી ૧ર કિ.મી. દૂરનાં કેન્દ્ર બીંદુએથી આ આંચકો આવ્યો હતો. દરમિયાન ગઈકાલે બપોરે ૧ર .૧ર કલાકે ગોંડલથી ૧ર કિ.મી. દૂરનાં કેન્દ્ર બિંદુએથી ૧.૯ ની તીવ્રતાનો હળવો આંચકો નોંધાયો હતો.
રાજકોટ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીનાં અધિકારીઓએ જણાંવ્યુ હતું કે રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપનાં હળવા આંચકા નોંધાઈ રહયા છે ગોંડલ નજીક કાલે હળવો આંચકો નોંધાયો હતો. કચ્છ હાઈ રિસ્ક ઝોનમાં આવે છે જયારે સોૈરાષ્ટ્રમાં ફોલ્ટ લાઈન લાંબા સમયથી એકટીવ થઈ છે આ અંગે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટનાં વૈજ્ઞાાનિકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો તેમણે એવું કહયું હતું કે સોૈરાષ્ટ્રનાં પેટાળમાં ફોલ્ટ લાઈન સક્રિય થઈ છે પણ તેમાં ચિંતાનું કોઈ કારણ નથી કોઈ નવી ફોલ્ટ લાઈન એકટીવ નથી થઈ પરંતુ જુની ફોલ્ટ લાઈન છે તે પટૃા પરથી જ હળવા આંચકા આવી રહયા છે.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો!