કચ્છમાં અનુભવાયો 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ.. જાણો સમગ્ર ઘટના વિશે…

0
174

કચ્છમાં ભૂકંપ આવતા કચ્છવાસીઓમાં ફફડાટ  : કચ્છમાં ફરી ધરા ધ્રુજી, કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા કચ્છવાસીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 હોવાનું જણાયું હતું જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંન્દુ વામકાથી 11 કિ.મી દૂર નોંધાયું છે. મહત્વનું છે કે સવારે પણ દેશના કેટલાક ભાગોમાં ભૂકંપની આંચકા નોંધાયા હતા.

આજે સવારે દેશના ત્રણ રાજ્યોમાં અનુભવાયો હતો ભૂકંપ  : ભારતના 3 રાજ્યોમાં શુક્રવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 3 રાજ્યોમાં ભૂકંપના ઝટકા અલગ અલગ સમયે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપી તીવ્રતા 4.1, 3.0, અને 2.6 હોવાનું જાણવા મળ્યું છે. આ ભૂકંપના આંચકા ક્રમશઃ સોનિતપુર એટલે કે આસામ, ચંદેલ એટલે કે મણિપુર અને પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ ભૂકંપની ખાતરી કરી છે.

જાણો ક્યા અને કયા સમયે આવ્યો ભૂકંપ : નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના કહેવા અનુસાર પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં ભૂકંપનો આંચકો વહેલી સવારે 4.20 મિનિટે આવ્યો અને અહીં સૌથી ઓછી એટલે કે 2.6ની તીવ્રતા નોંધાઈ હતી. આ સિવાય   સોનિતપુર એટલે કે આસામમાં સવારે 2.40 મિનિટે ભૂકંપ આવ્યો હતો અને તેની તીવ્રતા 4.1ની રહી હતી. ચંદેલ એટલે કે મણિપુરમાં 1.06 ના સમયે 3.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

ભૂકંપ કેમ આવે છે ? : આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here