કાળાભાઈ ભુરાભાઈ હડમતીયાએ આગામી 3 દિવસમાં આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે અતિ ભારે વરસાદની આપી સચોટ આગાહી..!!

0
156

હાલમાં ચોમાસાની સિઝન ખૂબ જ સારી ચાલી રહી છે. રાજ્યના દરેક વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. ગામડાઓમાં નદીઓ બે કાંઠે વહેતી કરી દીધી છે. અને શહેરોમાં રસ્તા ઉપર નદીઓ વહતી થઈ જાય તેવો વરસાદ વરસી રહ્યો છે. ચોમાસું સારું ચાલુ રહ્યું છે તેનાથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે .

હવામાન નિષ્ણાંત કાળાભાઈ ભુરાભાઈ હડમતીયાના જણાવ્યા મુજબ આગામી 3 દિવસમાં ખૂબ જ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં દરેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસવાની રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ સારો રહેશે તેવું જણાવ્યું છે.

દક્ષિણ ગુજરાતના ડાંગ, સુરત, વલસાડ અને તાપી આ 4 જિલ્લાઓમાં 3 દિવસમાં ખુબ જ જોરદાર વરસાદનું આગમન થશે તેના એંધાણ દેખાઈ રહ્યા છે. રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં સારો વરસાદ જૂન મહિનામાં વરસી ગયો છે. અત્યાર સુધીમાં 50 ટકા વરસાદ કરતાં વધુ વરસાદ વરસી ગયો છે.

જોકે જૂન મહિનામાં દર વર્ષે ઓછો જ વરસાદ વરસે છે અને જુલાઈમાં ખૂબ જ સારો એવો વરસાદ ગુજરાત રાજ્યમાં વરશે છે તે માટે દર વર્ષ કરતા આ વર્ષે જૂન મહિનામાં સારો વરસાદ રહ્યો છે. હજુ જૂન મહિનાના બાકી દિવસોમાં પણ ભારે વરસાદ વરસવાની આશંકાઓ હવામાન શાસ્ત્રીઓને જણાઈ રહી છે.

આદ્ર નક્ષત્ર પરથી હવામાન શાસ્ત્રીઓ પોતાના અનુમાન પ્રમાણે આગામી 3 દિવસમાં ભારે વરસાદના એંધાણ દેખાઈ રહ્યાનું જણાવી રહ્યા છે. ગયા 2 દિવસમાં ઘણા બધા જિલ્લાઓમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકી પડયો હતો. 5  તાલુકાઓમાં ખૂબ જ સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે. આ પાંચ તાલુકા સૌરાષ્ટ્રના છે.

સૌરાષ્ટ્ર જિલ્લામાં ખૂબ જ સારો એવો વરસાદ વરસવાને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે. અને સૌરાષ્ટ્રના અમરેલીમાં 56% વરસાદ, ભાવનગરમાં 24%, ગીર સોમનાથમાં 18%, જૂનાગઢમાં 9%, રાજકોટમાં 6%, સુરેન્દ્રનગરમાં 5% જેટલો વરસાદ વરસી ગયો છે. અને હજુ ઘણા બધા વિસ્તારોમાં સારો વરસાદ વરસવાની આગાહી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખુબ જ જોરદાર વરસાદ વરસવાના એંધાણ દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી દિવસોમાં સારો વરસાદ વરસવાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરતના કામરેજમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસી ગયો છે.

નવસારીના ખેરગામમાં ભારે પવન ફૂંકાતા રસ્તા ઉપર વીજળીના થાંભલાઓ પણ પડી ગયા છે અને ભારે પવનને કારણે ઝાડ પર રસ્તા ઉપર પડવાને કારણે વાહનચાલકોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. નવસારીની અંબિકા નદીના ડેમ પણ ઓવરફલો થઇ જવાને કારણે તેમના દરવાજાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્રમાં પણ ભાવનગરની જીવાદોરી ગણાતી શેત્રુંજી નદી પરના ડેમમાં પાણી ઓવરફ્લો થઈ જવાને કારણે શેત્રુંજી નદી ડેમના પણ દરવાજા ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા. અને ડેમના નીચેના વિસ્તારના સ્થાનિક લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતના ગણદેવી, ચીખલી, નવસારી જેવા વિસ્તારોમાં અત્યારે હાલમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.

રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આમ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ સારો વરસવાને કારણે આ વર્ષનું ચોમાસુ સારું થવાની લોકોને આશંકાઓ દેખાઈ રહી છે. અને દરેક જિલ્લામાં વાદળછાયા વાતાવરણને કારણે વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે. આ વર્ષે ચોમાસાની સીઝન સારી રહેતા ખેડૂતોને આ વર્ષ સારું રહેવાની આશંકાઓ દેખાઈ રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here