રાજ્યમાં હાલમાં સાર્વત્રિક વરસાદ વરસવા લાગ્યો છે. રાજ્યમાં ચોમાસાની સિઝન ખુબ જ સારી એવી ચાલી રહી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ખૂબ જ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારી તેમજ મહુવામાં વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે.
હવામાન નિષ્ણાંત કાળાભાઈ ભૂરાભાઈ હડમતીયાના જણાવ્યા મુજબ આગામી બે દિવસમાં ભારે વરસાદ રાજ્યના બધા જ વિસ્તારોમાં સાર્વત્રિક વરસે અને ભારે પવનને કારણે વાવાઝોડા જેવી સ્થિતિ પણ દેખાશે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના જિલ્લાઓમાં છૂટોછવાયો સામાન્ય વરસાદ વરસશે તેવી આગાહી કરી છે.
મેઘરાજાએ પણ ધબડાટી દેતો વરસાદ વરસવાનું ચાલુ કરી દીધું છે. જોતજોતામાં કલાકોમાં ચાર ઈચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યમાં વરસાદી માહોલ સારો જામવાને કારણે સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા હતા.
સારા એવા વરસાદને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખુશીની લાગણીઓ જોવા મળી રહી હતી. કારણકે વાવણી લાયક પાણી પૂરતું મળી રહેતું હોવાથી વાવણી ખૂબ જ સારી થઈ ગઈ હતી. લોકોના બિયારણ સફળ થયા હતા. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. તેને કારણે ડેમ ઓવરફ્લો થઈ જવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું હતું.
ધોધમાર વરસાદને કારણે ઘણા બધા જિલ્લાઓમાં ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જેમ કે, ભાવનગરમાં શેત્રુંજી નદીએ ભાવનગરની જીવાદોરી રહી છે. ભાવનગરમાં શેત્રુંજી નદીમાં ઉપરવાસના ગામડાઓનું પાણી આવતું હોવાથી ડેમ ઓવરફલો થઇ ગયો હતો. અને ડેમના દરવાજાઓ પણ ખોલી નાખવામાં આવ્યા છે.
નર્મદા નદીમાં પણ ઉપરવાસના ગામડાઓનું પાણી ભરાવાને કારણે જળ સપાટી વધી ગઈ હતી. અને નર્મદાના સરદાર સરોવર ડેમની પણ જળ સપાટી વધવાને કારણે ટૂંક સમયમાં દરવાજાઓ ખોલવામાં આવશે. અને નવસારીમાં અંબિકા નદી પરનો પણ ડેમ ઓવરફ્લો થઈ જવાને કારણે અંબિકા નદીમાં જળસપાટી વધી રહી છે.
અંબિકા નદીના ડેમના દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા હતા. તેમજ દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદને કારણે દરેક શહેરોમાં ઢીચણ સમાણા પાણી ભરાઈ જવાને કારણે લોકોને અનેક મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામમાં મેઘરાજા મુશળધાર વરસાદ વરસી રહ્યા હતા.
તેને કારણે અમરેલીના ખાંભા, ગીરના પણ ખૂબ જ સારો વરસાદ વરસ્યો હતો. 24 કલાકમાં રાજ્યના દરેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. રાજ્યમાં 105 તાલુકાઓમાં ખૂબ જ સારો વરસાદ સાર્વત્રિક વરસી રહ્યો છે જેને કારણે રાજ્યમાં ચોમાસું ખૂબ જ સારું એવું રહેવાની આશંકા કરવામાં આવી છે.
ઘણા બધા વિસ્તારોમાં વરસાદની સાથે સાથે મેઘરાજા ખૂબ જ ધોધમાર વરસવાને કારણે ઘણા બધા જિલ્લાઓમાં નુકસાની પણ કરી દીધી છે. ગામડાના વિસ્તારોમાં લોકોની વાડીએ ઝાડ અને મકાનો પાડી દીધા હતા. લોકોના કાચા મકાનો પર પતરા પણ ઉડાડી દીધા હતા. કડાકા સાથે વીજળીને કારણે ઘણા બધા ગામડાઓમાં વીજળી પડી રહી છે.
જેમાં ઘણા બધા લોકોના મોત પણ થઇ ગયા છે. કડાકા સાથે વીજળીને કારણે ગામડામાં રહેતા લોકો ખુબ જ ડરી રહ્યા છે અને લોકોના પશુપાલકો પણ વીજળીના કડાકાને કારણે બેઘર થઇ રહ્યા છે જેને કારણે તેને સાચવવા ખૂબ જ અઘરા બની જાય છે. અને આ વાવાઝોડા સાથે વરસાદને કારણે ઘણું બધું નુકસાન લોકોને સહન કરવું પડે છે. ઘણા બધા લોકો ઘરવિહોણા પણ થવા લાગ્યા છે.
સૌરાષ્ટ્રમાં ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. તે અને નદીઓના પાણી છલકાઈ જવાને કારણે ગામડા નીચાણવાળા ગામડાઓમાં પાણી ઘરમાં પણ ઘુસવા લાગ્યા છે. લોકો પોતાના પશુપાલકો અને ઘરવખરીને લઈને આમથી આમ દોડી રહ્યા છે. ચોમાસામાં આવી ઘણી બધી આફતો લોકોને સહન કરવી પડે છે. આમ હવામાન શાસ્ત્રીઓના આંદ્ર નક્ષત્ર પરથી દેખાઈ રહેલા એંધાણો વ્યક્ત કરી રહ્યા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!