કાળાભાઈ હડમતિયાવાળાએ આપી આગામી 5 દિવસમાં આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ ત્રાટકવાની આગાહી, ચારેકોર થશે પાણી જ પાણી..!!

0
106

રાજ્યમાં ચોમાસાની સિઝન ખૂબ સારી ચાલી રહી છે. મેઘરાજા દરેક વિસ્તારોમાં મન મૂકીને વરસી રહ્યા છે. જૂન મહિનામાં ચોમાસુ સારું રહ્યું હતું. ઘણા બધા વિસ્તારોમાં મેઘરાજા અતિભારે વરસી ગયા હતા. તો ઘણા બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ રહ્યો હતો. તેને કારણે રાજ્યમાં વરસાદની વધઘટ દરેક જિલ્લાઓમાં જોવા મળી રહી હતી.

હવામાન શાસ્ત્રી કાળાભાઈ હડમતિયાવાળાના મતે આગામી પાંચ દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદ રહેશે. દરેક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂકાશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદની આશંકાઓ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જેવા જિલ્લાઓમાં સારો વરસાદ રહેશે.

પરંતુ હવે જુલાઈ માસમાં વરસાદ સારો રહેતા વધઘટ જોવા નહિ મળે અને દરેક જિલ્લાઓમાં એક સરખા વરસાદની આશંકાઓ દેખાઈ રહી છે. પાંચ દિવસમાં બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને જુનાગઢ જેવા વિસ્તારોમાં જિલ્લાઓમાં સારો વરસાદ રહેશે. ભરૂચ અને વડોદરા આ જિલ્લાઓમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસશે.

દરેક જિલ્લાઓમાં સારા વરસાદને કારણે સ્થાનિક લોકો ખુશ થઈ રહ્યા છે અને આગામી પાંચ દિવસ અતિ ભારે વરસાદ રહેશે. રાજ્યમાં વરસાદી સિસ્ટમની અસર દેખાઈ રહી છે તે માટે વાતાવરણમાં ભારે પ્રેશરને કારણે દરેક જિલ્લાઓમાં સારો વરસાદ વરસી રહ્યો છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં સારો વરસાદ પડશે.

દક્ષિણ ગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે ચોમાસું રહ્યું છે. હજુ પણ આગામી દિવસોમાં અતિભારે વરસાદ રહેવાની આગાહી આપવામાં આવી છે. તેથી ગુજરાતના 104 તાલુકામાં ચોમાસાની સિઝન ચાલુ થતાની સાથે જ 2 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ઘણા બધા જિલ્લાઓમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ આગામી સમયમાં વરસે.

કચ્છમાં પણ 10 જુલાઈ પછી સારો વરસાદ રહેશે. તેને કારણે કચ્છના લોકોને પાણીની અછત ઊભી નહીં થાય. અમદાવાદ, ગાંધીનગરમાં પણ સારા વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે. દરેક જિલ્લાઓમાં સારા વરસાદને કારણે નદી ડેમો છલકાઈ ગયા છે. તેને કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે.

ડેમો ઓવરફ્લો થઈ જવાને કારણે ડેમોના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ગામોમાં વરસાદી પાણી ભેગું થતાં પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ભાવનગરમાં શેત્રુંજી નદી ડેમ, નર્મદામાં સરદાર સરોવર ડેમ અને વલસાડમાં અંબિકા નદીનો ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. દરિયાકિનારાના વિસ્તારોમાં પણ ભારે પવન ફુંકાઈ રહ્યો છે. વાતાવરણમાં ભેજ રહેવાને કારણે વાતાવરણમાં ભારે તોફાન જોવા મળી રહ્યું છે.

વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે માછીમારોની દરિયો ન ખેડવાની આગાહી આપવામાં આવી છે. દરિયામાં ભારે પવન સાથે વરસાદ વરસતા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તેને કારણે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ખૂબ જ સારા વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે. જુલાઈ મહિનામાં ખૂબ જ સારું ચોમાસુ રહેવાની આશંકાઓ દેખાઈ રહી છે. દર વર્ષ કરતાં આ વર્ષે રાજ્યમાં ચોમાસું ખૂબ જ સારું રહ્યું છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here