‘આવી કંઠી તમારે પહેરવી છે? વાંચો પ્રમુખ સ્વામીના બાળપણનો પ્રસંગ…

0
726

પ્રસંગ-16  : તા.૯/૭/૧૯૪૭ થી ૨૬/૭/૧૯૪૭ દરમ્યાન શાસ્ત્રીજી મહારાજ કરાચી પધાર્યા હતા. સ્વામીશ્રી પણ તેઓ સાથે હતા.તે દરમ્યાન મોહનલાલ અઢિયાના ઘેર પારાયણ યોજાયેલું. અધિક શ્રાવણ સુદ પડવાથી તેનો પ્રારંભ થયેલો.

આ પારાયણની પૂર્ણાહુતિ પ્રસંગે તા. ૨૫/૭ના રોજ કરાચીના રાજમાર્ગો ઉપર નીકળેલી શોભાયાત્રામાં સ્વામીશ્રી પણ શાસ્ત્રીજી મહારાજની સાથે ગ્રંથ લઈને બિરાજેલા.આ પારાયણ પ્રસંગે મોહનલાલના બે ભાણા પણ ત્યાં હતા.

એક વાર તે બંને બાળકોને બોલાવીને સ્વામીશ્રીએ પોતાના ગળામાં ઝૂલતી કંઠી બતાવીને કહ્યું: ‘આવી કંઠી તમારે પહેરવી છે?” તેઓએ બાળમાનસને પારખીને સુંદર રીતે પ્રસ્તાવ મૂક્યો હતો. તેથી બંને બાળકોએ ‘હા’ પાડી. એટલે સ્વામીશ્રીએ તેઓને વર્તમાન ધરાવી કંઠી પહેરાવી. એટલામાં જ એ બંને બાળકોના મામા ત્યાં આવ્યા. તેઓએ બાળકોના ગળામાં કંઠી જોઈને પૂછ્યું : “આકોણે પહેરાવી?”

બાળકોએ સ્વામીશ્રી તરફ આંગળી ચીંધી નિર્દેશ કર્યો. તેથી એ બંને બાળકોને સ્વામીશ્રી સમક્ષ ઊભા રાખીને તેઓએ સ્વામીશ્રીને જ કહ્યું : “આ બંને છોકરાઓના પિતાને એટલે કે મારા બનેવીને સત્સંગ નથી. તેથી આ બેય ભાણિયા આડા-અવળા ફંટાઈ ન જાય તે માટે શાસ્ત્રીજી મહારાજ પાસે તેઓને કંઠી પહેરાવવાની મારી ઇચ્છા હતી. તો આપે પહેરાવેલી આ કંઠી કાઢી નાંખો.”

કોઈ પણ વ્યક્તિ ક્ષોભ-સંકોચ કે માનહાનિ અનુભવે એવી આ વાત સ્વામીશ્રીને કહેવાઈ હતી, પણ તે સાંભળતાં જ લેશ પણ વિલંબ વિના કે જરાયે છોભીલા પડ્યા સિવાય સ્વામીશ્રીએ પોતે પહેરાવેલી કંઠીઓ કાઢી નાંખી અને તે બેય બાળકોને પોતાની સાથે લઈને શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા. વિગતવાર વાત કરીને શાસ્ત્રીજી મહારાજ પાસે કંઠી ધારણ કરાવડાવી.

વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો લેખન સંપાદન : Infogujarat Team તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here