આજકાલ વાહનો વધવાને કારણે અકસ્માતોની ઘટના પણ વધી રહી છે. દિવસેને દિવસે રાજ્યમાં ઘણા બધા અકસ્માતો વધી રહ્યા છે. લોકો એકબીજા સાથે પોતાનું વાહન ઉતાવળમાં અથવા તો ખરાબ ડ્રાઇવિંગ કરીને ટક્કર મારી દે છે. બીજા લોકોના જીવને જોખમમાં મુકી દે છે. આવી ગંભીર ઘટનાઓ બનતા લોકો પોતાના ઘરની બહાર વાહન લઇને નીકળતા સમયે વિચાર કરવા લાગ્યા છે.
અકસ્માતોની ઘટના દિવસે-દિવસે ખૂબ જ વધી રહી છે. તે માટે સરકારે ઘણા ટ્રાફિકના કડક નિયમો પણ બનાવ્યા છે. પરંતુ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરીને પોતાનું વાહન ખરાબ ડ્રાઇવિંગ કરીને લોકો સાથે અકસ્માત સર્જી રહ્યા છે. આવી જ એક અકસ્માતમાં ગંભીર ઘટના અમદાવાદ શહેરમાં બની હતી.
અમદાવાદ શહેરના કર્ણાવતી ક્લબ પર આ ઘટના બની હતી. કર્ણાવતી ક્લબથી એસપી રિંગરોડ પર આ ઘટના બની હતી. ઘટનામાં બે બાઇક ચાલકને થાર ગાડીએ બંને બાઇકચાલકને ટક્કર મારી હતી. બંને બાઈક ચાલકો ઝવેરી ક્લબની પાસે આવેલા રીંગ રોડ પર ઝવેરી ચાર રસ્તા પાસે જઈ રહ્યા હતા.
તે સમયે અચાનક સામેની સાઈડથી થાર ગાડી આવી રહી હતી. આ ગાડી રોંગ સાઇડમાં આવતી હતી. થાર ચાલકે પોતાની ગાડી ખૂબ જ ઝડપી સ્પીડે ચલાવી રહ્યો હતો. તેને કારણે બંને બાઇકચાલક પોતાની બરાબર સાઈસ આવી રહ્યા હત તેને જોયા વગર ગાડી ચાલકે બાઇક સાથે ટક્કર મારી દીધી હતી.
બાઈક ચાલકોમાં એક યુવક સુરેશ ઠાકોર હતો. તેનું મૂળ વતન આંબલી ગામ હતું. સુરેશ ઠાકોરની ઉંમર 22 વર્ષની હતી. બીજો યુવક સારંગ કોઠારી હતો. તેનું મૂળ વતન ઘુમા ગામ હતું. સારંગ કોઠારીની ઉંમર 21 વર્ષની હતી. બંને મિત્રો હતા. બંને સાથે નોકરી કરતા હતા. અને અમદાવાદમાં ધંધો કરી રોજગારી મેળવતા હતા.
બંને મિત્રો નોકરીથી પોતાના ઘરે પાછા જઈ રહ્યા હતા. સુરેશે તેના મોટાભાઈ સાથે ઘટના બની તેની થોડીવાર પહેલા જ જમવાનો ફોન કર્યો હતો. તે બંને બાઈક લઈને જતા હતા. હતા તે સમયે થાર સામે ટક્કર લાગવાને કારણે બંને બાઈક ચાલકો એક બાજુથી ગાડી સાથે અથડાયા હતા. બન્ને યુવકો સાથે તે સમયે ગાડીએ અકસ્માત સર્જીને બંને યુવકોને ઇજાગ્રસ્ત કરી નાખ્યા હતા.
બંને બાઈક ચાલકો અને ગાડીથી ટક્કર લાગતા બંને યુવકો ઉછળીને રોડની એકબાજુ પડી ગયા હતા. રોડ પર અથડાવાને કારણે બંને ફંગોળાયા હતા. બંનેને ખૂબ જ ઈજા પણ પહોંચી હતી. જોતજોતામાં ગાડી ચાલક પોતાની થારને ઉભી રાખ્યા વગર ત્યાંથી ભાગી ગયો હતો. સ્થાનિક લોકો આ ઘટનાને જોઈને તરત જ ભેગા થયા હતા.
બંને યુવકોને હોસ્પિટલ લઈ જવાની કોશિશ પણ કરી હતી. પરંતુ બંને યુવકો ઘટનાસ્થળે જ તડપીને મૃત્યુ પામ્યા હતા. સ્થાનિક લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે બન્ને યુવકોના પરિવારને આ ઘટનાની જાણ કરી હતી. પરિવારના લોકોએ આ ગાડી ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ગાડી ચાલકની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!