હાલમાં અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. રાજ્યમાં જેમ વાહનો વધવાનું ચાલુ થયું છે. તેમ અકસ્માતની ઘટનાઓ પણ વધતી જાય છે. લોકો પોતાના વાહનને બેફામ ચલાવીને અથવાતો ન આવડતું હોવા છતાં સ્પીડમાં ચલાવીને બીજા લોકોના જીવને જોખમમાં મુકી દે છે.
ઘણા બધા લોકો પોતાના વાહનો દેખાવ કરવા માટે ઉતાવળમાં વાહન ચલાવીને નિર્દોષ લોકો સાથે અકસ્માત સર્જે છે. અકસ્માતમાં ઘણા બધા નિર્દોષ લોકોનો મૃત્યુ થયા છે. ઘણા બધા પરિવારો નિરાધાર બની ગયા છે. આવી જ એક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી હતી. અકસ્માત મહેસાણા જિલ્લામાં બન્યો હતો.
મહેસાણા જિલ્લામાં વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હતી. તેમાં વધુ એક આ બનાવ સામે આવ્યો છે. અકસ્માત એક મહિલા સાથે બન્યો હતો. મહિલા વડસ ગામમાં રહીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. મહિલાનો પતિ 7 વર્ષ પહેલા અવસાન પામ્યો હતો. પતિનું મૃત્યુ થતા મહિલા તેના બંને બાળકો સાથે રહીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી.
મહિલાનું નામ સુશીલા હતું. સુશીલાની ઉંમર 35 વર્ષની હતી. મહિલાનો એક બાળક 16 વર્ષનું અને બીજું બાળક 11 વર્ષનું હતું. સુશીલા ખાનગી કંપનીમાં નોકરી કરીને બંને બાળકોને ભણાવતી હતી. સુશીલા ખાનગી કંપનીમાં 8000માં નોકરી કરતી હતી. તેના પતિને કોઈ બીમારી હોવાને કારણે તે સાત વર્ષ પહેલાં અવસાન પામ્યા હતા.
સુશીલા ઘણા સમયથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવીને પોતાના પરિવારમાં ખુશીથી રહેતી હતી. એક દિવસ સુશીલા રાજપુર હાઈવે પર જઈ રહી હતી. તે પોતાની નોકરીએ જવા માટે હાઈવે પર ચાલી રહી હતી. તે સમયે હાઇવે પર ઓપો કંપની નજીક સુશીલા રોડ ક્રોસ કરી રહી હતી.
તે સમયે સામેથી લાલ કલરની એક કાર આવી રહી હતી. કાર સુશીલા રોડ ક્રોસ કરતી હતી છતાં કાર ચાલકે પોતાની કારને ધીમી રાખી ન હતી. અને સુશીલાને ટક્કર મારી દીધી હતી. સુશીલા કાર જોઈને ગભરાઈ ગઈ હતી. તે અચાનક જ ગભરાઈને બૂમ પાડવા લાગી હતી. સુશીલા બૂમ પાડી રહી હતી.
તે જ સમયે ખૂબ ઝડપી સ્પીડે આવી રહેલી લાલ કલરની આ કાર ચાલકે ટક્કર મારી દીધી હતી. કાર સ્પીડમાં હોવાને કારણે કાર ચાલક બ્રેક મારી શક્યો ન હતો. સુશીલાને ટક્કર મારતા જ તે ઉછળીને દૂર રોડ પર અથડાઈ ગઈ હતી. કાર ચાલક પોતાની કારને ઉભી રાખ્યા વગર ભાગી ગયો હતો.
ઘટનાસ્થળે સુશીલાની બૂમ સાંભળીને અને અકસ્માતને જોઈને સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે સુશીલાને બચાવવા માટે દોડી આવ્યા હતા. પરંતુ શીલાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. તે માટે સ્થાનિક લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે આવી હતી.
સુશીલાના પરિવારજનોને સુશીલાની મૃત્યુની જાણ કરી હતી. સુશીલાના બંને બાળકો નિરાધાર થઈ ગયા હતા. સુશીલાના મૃત્યુ પછી બંને બાળકોએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવીને નોંધારા બની ગયા હતા. પોલીસ આ કાર ચાલકની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!