કારે બાઈક પર જતા પરિવારને અડફેટે લઇ સર્જ્યો જીવલેણ અકસ્માત, પરિવારમાં માતમ ફેલાઈ ગયો..!!

0
120

હાલમાં અકસ્માતની ઘટનાઓ બનતા ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. લોકો પોતાનું વાહન ઉતાવળમાં ચલાવીને બીજા લોકો સાથે અકસ્માતો સર્જી રહ્યા છે. આવી અકસ્માતની ઘટનાઓ બનવાને કારણે આજકાલ લોકોને પોતાના ઘરેથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. લોકો પોતાનું વાહન ઉતાવળમાં ચલાવીને બીજા લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે.

કેટલાય લોકો નિર્દોષ મૃત્યુ પામ્યા છે. આવી જ એક ગંભીર અકસ્માતની ઘટના હાલમાં બની હતી. અકસ્માતની ઘટના સુરત શહેરના બારડોલી જિલ્લામાં બની હતી. બારડોલી જિલ્લાના માંડવી તાલુકામાં નવી નગરીમાં રહેતા એક પરિવાર સાથે આ ઘટના બન્યો હતો. માંડવીમાં એક નવી નગરીમાં રહેતા પરિવારમાં 4 સભ્યોને કડોદ ગામ નજીક આ અકસ્માત નડ્યો હતો.

તેની સાથે કડોદ ગામમાંથી પરત ફરતા સમયે આ એક કાર ચાલક સામે સાથે અકસ્માત સર્જાયો હતો. નવી નગરીમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં આધારસ્તંભ એવા યુવકનું નામ બકુલભાઈ ગણેશભાઈ ખાંદેશી હતું. તેમની ઉંમર 40 વર્ષની હતી. તેમની પત્નીનું નામ અનિતાબેન બકુલભાઈ ખાંદેશી હતું. તેની ઉંમર 35 વર્ષની હતી. તેમને સંતાનમાં 2 દીકરી હતી.

એક તેમની પુત્રીની ઉંમર 12 વર્ષની હતી. તેમની પુત્રીનું નામ હેતવી હતું. અને તેમની બીજી પુત્રી 4 વર્ષની હતી. તેમનું નામ હની હતું. આ પરિવાર પોતાના સંબંધીને મળવા માટે ગયા હતા. આ પરિવારના સંબંધી કડોદ ગામમાં રહેતા હતા. તેને કારણે તેઓ સંબંધીને ત્યાં કડોદ ગામ ગયા હતા અને ત્યારથી તેઓ મોટરસાયકલ પર સવાર થઈને માંડવી પોતાના ઘરે પરત આવી રહ્યા હતા.

તે સમયે એક કાર ચાલકે આ પરિવાર સાથે ખૂબ જ ગંભીર અકસ્માત સર્જી દીધો હતો. કડોદથી માંડવી આવવાના રસ્તા પાસે કડોદ હોસ્પિટલની નજીકમાં એક કાર ચાલક ખૂબ જ ઝડપી સ્પીડમાં આવી રહ્યો હતો. આ કાર ચાલક રોંગ સાઈડ પોતાની કાર ચલાવીને આવી રહ્યો હતો. રોંગમાં હકાવતા હોવા છતાં તે ખૂબ જ કારને ઝડપી સ્પીડમાં ચલાવી રહ્યો હતો.

તેને કારણે ઘરના મુખ્ય યુવક બકુલભાઈ જે પોતાની મોટરસાયકલ ચલાવી રહ્યા હતા. તેના પત્ની અને બંને બાળકીઓ પાછળ બેસેલા હતા. બકુલભાઈની મોટરસાયકલ સાથે કારે ટક્કર મારી દીધી હતી. ટક્કર મારતાની સાથે જ આખું પરિવાર ફંગોળાઈ ગયું હતું. બકુલભાઈનું માથું રોડ સાથે ભટકાવવાને કારણે તેને માથામાં હેમરેજ થઈ ગયું હતું.

તેની પત્ની અનિતાબેનને જમણા પગમાં ફેક્ચર થઈ ગયું હતું અને તેમની પુત્રી હેતવીને પગમાં અને હાથના ભાગે ફેક્ચર થઈ ગયા હતા. ચાર વર્ષની માસુમ દીકરી હની જીવન મરણના ઝોલામાં ઝૂલી રહી છે. આ ઘટના સર્જાતા તરત જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આસપાસના લોકોએ તરત જ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો.

કડોદ આવેલી હોસ્પિટલમાં ઈજાગર્સ્ત લોકોને દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા કારના ચાલકે પોતાનું સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવ્યું હતું અને તેની કાર પણ રોડની સાઈડમાં અથડાવાને કારણે પણ પલટી ખાઈને નીચેના વોકળામાં પડી ગઈ હતી. અને આમ કારમાં સવાર બે યુવકોના ગંભીર ઈચ્છા થઈ હતી.

તેને પણ સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારની સારવારની વધુ જરૂર હોવાને કારણે પરિવારના સભ્યોને સુરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને આ ઘટનાની જાણ પરિવારના અન્ય સભ્યોને થતા તેઓએ પોલીસ સ્ટેશનમાં આ કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી.

આવો ગંભીર અકસ્માત સર્જાતા પરિવારમાં ત્રણ સભ્યોને ખૂબ જ ઈચ્છા થઈ હતી અને એક સભ્યએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે માટે પરિવારના લોકો ખૂબ જ નિરાશ જોવા મળી રહ્યા હતા. પોલીસ પણ તેની તપાસ કરી રહી હતી. પિતાનું મૃત્યુ થતા પરિવારમાં વેરવિખેર થઇ ગયું હતું. બંને દીકરીઓએ પોતાના પિતાની છત્રછાયાં ગુમાવી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here