કારે હાઇવે પર છકડો રીક્ષાને ટક્કર મારી ભયાનક અકસ્માત સર્જ્યો, અકસ્માત જોઇને પોલીસને પણ આવી ગયા ચક્કર…!!

0
132

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. વાહનોની હેરફેર વધતા અકસ્માતોની ઘટના પણ વધી રહી છે. અકસ્માતમાં ઘણા બધા લોકોને મૃત્યુ થવા લાગ્યા છે. સરકારના ટ્રાફિકના કડક નિયમો બનાવ્યા હોવા છતાં લોકો પોતાનું વાહન ઉતાવળમાં ગમે-તેમ ચલાવીને બીજા લોકો સાથે અકસ્માતો સર્જી રહ્યા છે.

અકસ્માતો થવાને કારણે બીજા લોકોના જીવનને જોખમમાં મૂકી દે છે. તેમાં ઘણા બધા નિર્દોષ લોકોના જીવ પણ ગયા છે. આવી જ એક અકસ્માતની ઘટના રાજકોટ શહેરમાં બની હતી. રાજકોટ શહેરમાં રાજકોટ મોરબી હાઇવે પર આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત જૂનાગઢ જિલ્લાના ભેસાણ ગામમાં રહેતા પરિવાર સાથે બન્યો હતો.

પરિવારમાં આધારસ્ત્ભ સાગરનાથ શાંતિનાથ માંગરોલીયા અને તેમની પત્ની ટીંકુબેન રહેતા હતા. સાગરનાથ અને ટીંકુબેન 3 સંતાનો સાથે તેઓ પરિવારમાં રહેતા હતા. સાગરનાથની ઉંમર 37 વર્ષની હતી પરિવારમાં ત્રણ સંતાનોમાં 2 પુત્રો અને 1 પુત્રી હતી. બે પુત્રોમાં એક પુત્રનું નામ મિલન અને બીજા પુત્રનું નામ રાજ હતું.

પુત્રીનું નામ ગોપી હતું. પરિવારમાં પાંચ સભ્યો ખુશીથી રહેતા હતા. સાગરનાથ ભંગારનો ધંધો કરતો હતો. તેથી સાગરનાથને ભંગાર વેચવા માટે કચ્છ જવાનું હતું. સાગરનાથ પોતાનો છકડો રિક્ષા લઈને બધો ભંગાર તેમાં ભરી વેચવા જતો હતો. તે સમયે પરિવારે પણ સાથે આવવાની માંગ કરતા આખો પરિવાર કચ્છ ભંગાર વેચવા માટે ગયું હતું.

ભંગાર વેચીને પરિવાર પોતાના ગામ પાછા આવતા હતા. તે સમયે રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા ગવરીદળ ગામ પાસે છકડો રીક્ષા પહોંચતાં તે સમયે ત્યાંથી પસાર થતી ઇકો કાર સાથે જોરદાર અથડાયા હતા. અચાનક જ છકડાને કાબુમાં લેતા છકડો પલટી ખાઈ ગયો હતો. ઇકો કાર ચાલક પોતાની ઇકો કાર સ્પીડમાં ચલાવી રહ્યો હતો.

તે માટે તેણે છકડાને જોરદાર ટક્કર મારી દીધી હતી. છકડો બેકાબુ બનતા ફંગોળાઈ ગયો હતો. તે સમયે છકડો ફંગોળાઈ જતાં તેમાં રહેલા સાગરનાથ તેની પત્ની બે પુત્રો અને એક પુત્રી ઉલળી ગયા હતા. બધા પટકાઈને રોડ પર પડ્યા હતા. તે સમયે સાગરનાથનું માથું ઇકો કારના ટાયરમાં આવી જતા માથા પરથી ટાયર પસાર થઈ ગયું હતું.

તેને કારણે સાગરનાથ ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યા હતા. તેની પત્ની, બે પુત્ર અનેક દીકરી ખૂબ જ ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત થયા હતા. તરત જ આ ઘટના બનતા આસપાસના લોકો અકસ્માતની ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનામાં ઈચ્છાગ્રસ્ત થયેલા લોકોને તરત જ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ પરિવારના લોકોએ પોતાના મુખ્ય વ્યક્તિને ગુમાવ્યા હતા. તે માટે પરિવારમાં ગમગીન છવાઈ ગઈ હતી. અને પરિવાર આઘાતમાં આવી ગયું હતું. સાગરનાથની પત્નીએ આ ઇકો કાર ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here