કારમાં ધડાકા સાથે આગ લાગતા મકાનો અને સાયકલોની સાથે કાર બળીને ખાખ, આગ વિકરાળ બનતા લોકોના જીવ થયા અધ્ધર..

0
98

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. અમુકવાર અકસ્માત અને આગની દુર્ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે. આગ અને અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધવા લાગી છે. તેને કારણે ઘણા લોકો ઇજાગ્રસ્ત અને ઘણા લોકો મૃત્યુ પામે છે. પરંતુ હાલમાં એક ઘટના એવી બની છે.

આ ઘટના ગુજરાત રાજ્યના સુરત શહેરના લિંબાયત વિસ્તારની મીઠી ખાડી પાસે બેઠી કોલોનીમાં બની હતી. ઘટનામાં મીઠી ખાડી બ્રિજ પાસે બેઠી કોલોનીમાં બપોરના સમયે ઘરની બહાર એક ઇકો કાર મૂકી હતી. આ ઇકો કારને કોઈએ ચલાવી નહોતી અને એમ જ બંધ પડી હતી. પરંતુ આ ઇકો કારમાં અચાનક જ ધડાકા સાથે આગ લાગી ગઈ હતી.

ઇકો કાર સળગી ઉઠી હતી. તેને કારણે ઘરની બહાર પડેલી 4 સાયકલ સુધી આગ પહોંચી ગઈ હતી. આ સાયકલને આગ અડવાથી સાયકલના ટાયર આગ લાગવાથી ફાટી ગયા હતા. અને ચારેય સાયકલો બળીને ખાખ થઈ ગઈ હતી. ત્યારબાદ સાયકલ સળગતા બાજુ માં જ મકાન હતા. એટલે આગ ઘર સુધી પહોંચી હતી.

ઘરના મકાનોમાં પણ આગ લાગી ગઈ હતી. ત્યારબાદ મકાનમાં રહેલા લોકો ગભરાવા લાગ્યા. અને આગ એટલી વિશાળ બની ગઈ કે મકાનમાં રહેલા હાજર લોકોને ઘરની પાછળ જાળી લાગેલી હતી. તે તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. ઇકો કારમાં કોઈ કારણસર અચાનક જ આવી આગ લાગવાને કારણે આજુબાજુના લોકો દોડવા લાગ્યા હતા.

કોલોનીમાં ભાગદોડ મચી ગઇ હતી. અને મકાનમાં રહેલા લોકોને હેમખેમ બહાર કઢાયા હતા. ત્યારબાદ આ ઘટનામાં કોઇને ઇજા થઇ નહોતી. પરંતુ કોઈ અકસ્માત કે કુદરતી હોનારત પણ બની ન હતી. છતાં પણ આવી દુર્ઘટનાઓ બનવાને કારણે લોકોને ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઇ જાય છે.

ત્યારબાદ આગ પર કાબૂ મેળવવો ખૂબ જ મુશ્કેલ બની ગયો હતો. તેને કારણે ઘટનાસ્થળે ઉભેલા લોકોએ ફાયર બ્રિગેડને તરત જ ફોન કરી દીધો હતો. તેને કારણે ફાયર બ્રિગેડઆવી પરંતુ તેને આવવામાં વાર લાગી હતી. કારણકે સાંકડા રસ્તાને કારણે ફાયર બ્રિગેડ અંદર આવી શકે તેમ નહોતી. છતાં પણ ફાયર બ્રિગેડે આવીને આ ઘટના સ્થળની જવાનો પ્રયાસ કર્યો હતો. અને આગ બુઝાવી હતી. આ ઘટનામાં કોઇને ઇજા કે જાનહાનિ થઈ નહોતી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here