શું સબજી ખીચડી બહુ જ ભાવે છે? તો આજે બનાવો આ નવીન રીતે, સ્વાદ એવો કે ખાતા નહી ધરાવ, નોંધી લો આ રીત…

0
299

મિત્ર, ખીચડી એ લગભગ સૌ કોઈને ભાવતું ભોજન છે અને મોટાભાગના ગુજરાતીઓ તેને ભોજન તરીકે ગ્રહણ કરે છે. ગુજરાતી ઘરમા લગભગ દરરોજ ખીચડી બનતી જ હોય છે અને તેના નિયમિત સેવનથી આપણુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત પણ રહેતુ હોય છે. તો ચાલો આજે આપણે આ લેખમા ખીચડી બનાવવાની એક વિશેષ રેસીપી વિશે માહિતી મેળવીએ.

આવશ્યક સાધન-સામગ્રી :

ચોખા : ૨ બાઉલ, તુવેરની દાળ : ૧ બાઉલ, સમારેલ બટાકા : ૧ નંગ, ઝીણી સમારેલી ડુંગળી : ૧ નંગ, બારીક સમારેલ ટામેટા : ૧ નંગ, વટાણા : ૧૦૦ ગ્રામ, લસણ : ૧૦ નંગ, સીંગદાણા : ૧૦-૧૨ નંગ, તજ અને લવિંગ : ૧ ચમચી, લાલ સૂકા મરચા : ૧ ચમચી, હળદર : ૧ ચમચી, મરચુ પાવડર : ૧ ચમચી, ગરમ મસાલો : ૧ ચમચી, રાઇ : ૧ ચમચી, જીરુ : ૧ ચમચી, તેલ : આવશ્યકતા મુજબ, પાણી : આવશ્યકતા મુજબ

વિધિ :

સૌથી પહેલા તો દાળ અને ચોખાને ધોઈને એક કલાક માટે પલાળીને રાખી મુકો. ત્યારબાદ કૂકરમા ઓઈલ લઇ ગરમ કરી લો ત્યારબાદ તેમા રાઇ-જીરાનો વઘાર કરી લો. ત્યારબાદ તેમા બારીક સમારેલી ડુંગળી, બટાકા અને વટાણા તથા અન્ય બધા જ મસાલા ઉમેરી તેને વ્યવસ્થિત રીતે સાંતળો. ત્યારબાદ તેમા દાળ અને ચોખા મિક્સ કરીને તેને ૧૫ મિનિટ રહેવા દો. ત્યારબાદ તેમાં આવશ્યકતા પ્રમાણે અથવા તો ૫-૬ કપ પાણી ઉમેરી કૂકરમા ૩-૪ સીટી ધીમા તાપે વાગે ત્યા સુધી પકાવો તો તૈયાર છે તમારી વધારેલી સ્વાદિષ્ટ ખીચડી. એકવાર આ રેસીપી ઘરે અવશ્ય ટ્રાય કરજો, ધન્યવાદ.

લેખન સંપાદન : Infogujarat Team

નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here