મિત્રો, ભાગ્યે જ કોઇ એવુ હશે કે જેને કેરી ના ભાવતી હોય. લોકો હોંશભેર ઉનાળાની રાહ એટલે જોવે છે કે, તેમને કેરી ખાવા મળશે. પરંતુ, મોટાભાગના લોકો કેરી ખાઈને તેની ગોઠલી ફેંકી દેતા હોય છે. પરંતુ, શુ તમને ખ્યાલ છે કે, કેરીની ગોઠલીનો ખુબ જ સ્વાદિષ્ટ મુખવાસ બનાવી શકાય છે અને આ ગોઠલી આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ સારી માનવામાં આવે છે. તો ચાલો આજે આ લેખમા ગોઠલીનો મુખવાસ બનાવવા માટેની માહિતી મેળવીશુ.
મુખવાસ બનાવવા માટેની આવશ્યક સાધન-સામગ્રી :
કેરીની ગોઠલી : ૮-૧૦ નંગ , પાણી : ૨ ગ્લાસ , નમક : ૧ ચમચી , મરી પાવડર : ૧ ચમચી , સંચળ : ૧ ચમચી
વિધિ :-
સૌથી પહેલા કેરીની ગોઠલાને ૫-૬ દિવસ માટે સૂકવી લો. ત્યારબાદ તેમાંથી ગોઠલીને બહાર કાઢીને સાફ કરી લો. ત્યારબાદ એક તપેલીમા બે ગ્લાસ પાણી લઈ તેમા એક ચમચી નમક ઉમેરો અને ત્યારબાદ આ ગોઠલી ઉમેરીને પાંચ મિનિટ માટે બાફી લો.
ત્યારબાદ ગેસ બંધ કરીને ઢાંકીને ઠંડુ થવા દો. ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢીને તે સૂકાઈ જાય એ માટે પંદર મિનિટ રાખી મુકો. ત્યારબાદ આ ગોઠલીના થોડા પાતળા કટકા કરી લો. ત્યારબાદ એક કડાઈમા ૧ ચમચી બટર લઈને તેમા કાપેલી ગોઠલી ઉમેરી દો. ગેસની ફ્લેમ ધીમી રાખી અને આ ગોઠલીને હલાવતા રહો. આ ગોઠલી ક્રિસ્પી થાય અને તેનો કલર થોડો બ્રાઉન થાય ત્યા સુધી શેકવી.
આ ગોઠલી શેકવામા અંદાજે પંદર મિનિટ જેવો સમય લાગશે. ત્યારબાદ તેમા થોડો મરી પાવડર અને થોડો સંચળ નાખીને મિક્સ કરી લેશુ અને ગેસ બંધ કરી દેવો. આ ગોઠલી ઠડી થયા ત્યારબાદ તેને એરટાઈટ ડબ્બામમા ભરીને બે માસ સુધી રાખી શકો છો.
લેખન સંપાદન : Infogujarat Team
નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!