26 જાન્યુઆરીએ રેલીમાં થઈ હતી હિંસા : આ વર્ષે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા સુધી ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા પછી તેમને પ્રથમ વખત દિલ્હીમાં દેખાવો કરવાની છૂટ મળી છે. 26 જાન્યુઆરીની રેલી દરમિયાન દેખાવકારો ઉગ્ર થઈ ગયા હતા અને એમાંના ઘણાએ લાલ કિસ્સામાં ઘૂસીને પોલીસ સાથે મારામારી કરી હતી અને કિલ્લા પર ધાર્મિક ઝંડો પણ ફરકાવ્યો હતો.
ખેડૂતો ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માગ પર અડગ : દેશના ખેડૂતો નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ ગત વર્ષેના ડિસેમ્બરથી દિલ્હીની સીમાઓ પર દેખાવો કરી રહ્યા છે. આ દરમિયાન ખેડૂતોનાં સંગઠનોની કેન્દ્ર સરકાર સાથે 10 વખત વાતચીત પણ થઈ ચૂકી છે. જોકે કોઈપણ સમાધાન નીકળી શક્યું નથી. ખેડૂતો ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માગ પર અડ્યા છે, જ્યારે કેન્દ્ર સરકારનું કહેવું છે કે તે ખેડૂતોની માગ મુજબ કાયદાઓમાં ફેરફાર કરી શકે છે, જોકે કાયદો પરત લેવામાં આવશે નહિ.
કોંગ્રેસે કહ્યું- સત્યને નિર્ભયતાથી પ્રકાશિત કરી રહેલા મીડિયા ગ્રુપને દબાવવાનો પ્રયાસ : ભાસ્કર ગ્રુપ પર દરોડા પડ્યા બાદ કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે દેશના સત્યને નિર્ભયતાથી પ્રકાશિત કરી રહેલ મીડિયા ગ્રુપને દબાવવાનો આ પ્રયાસ છે. આ તરફ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે દરોડા દ્વારા મીડિયાને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રાજ્યસભામાં વિપક્ષનું હલ્લાબોલ, સદનની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત પેગાસસ જાસૂસી મામલાને લઈને સંસદનું ચોમાસું સત્રના પહેલા બે દિવસ ભારે હોબાળાવાળા રહ્યા છે. રાજ્યસભામાં મંગળવારે થોડી વાર કાર્યવાહી ચાલ્યા બાદ કોરોના પર ચર્ચા શરૂ થઈ.
જો કે વિપક્ષે આ દરમિયાન કાર્યવાહી સ્થગિત કરાવી. પહેલા બે દિવસ રાજ્યસભા અને લોકસભામાં કામ થયુ નહીં અને બકરી ઈદની રજા બાજ આજે સંસદનો ત્રીજો દિવસ છે. આજે પણ વિપક્ષે પેગાસસ, મોંઘવારી અને કોરોના સહિત કેટલાય મુદ્દા પર સરકારને ઘેરી શકે છે.
તો વળી આજે જંતર-મંતર પર ખેડૂતો સંસદના ધરણાં કરી રહ્યા છે સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષ સતત સરકારને ટાર્ગેટ કરી રહ્યું છે. ગુરૂવારે સંસદનું સત્ર શરૂ થયું તે પહેલા કોંગ્રેસના સાંસદોએ ગાંધી મૂર્તિ પાસે પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીના સાંસદોએ કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કર્યુ હતું જેમાં કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા.
ખેડૂત આંદોલનકારીઓ આજે જ કૃષિ કાયદાના વિરોધમાં જંતર મંતર ખાતે ધરણા પર બેઠા છે, ખેડૂતો ત્યાં એક સંસદનું આયોજન કરશે. ખેડૂતોના કહેવા પ્રમાણે જ્યાં સુધી ચોમાસુ સત્ર ચાલશે ત્યાં સુધી તેઓ જંતર-મંતર પર જ રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષે 3 કૃષિ કાયદા બનાવવામાં આવ્યા હતા જેનો અનેક ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે. દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે આજથી પ્રદર્શનકારીઓ જંતર-મંતર ખાતે ભેગા થઈ રહ્યા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!