ખેડૂત વાવણી માટે બળદને જોતરવા જતા બળદે ઢીંક મારતા ખેડૂતનું થયું મોત, ખેડૂતો ખાસ ધ્યાન રાખે..વાંચે..!!

0
155

હાલમાં ઘણી બધી ઘટનાઓ ગંભીર બની રહી છે. દિવસેને દિવસે લોકો સાથે આવી આકસ્મિક ઘટનાઓ બધાને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ પણ થવા લાગ્યા છે. લોકોની સાથે રહેતા જ બીજા વિશ્વાસુ લોકો વિશ્વાસઘાત કરતા હોય છે પરંતુ આ એક ઘટના એવી બની છે કે તેમાં વ્યક્તિ પોતાના ઘરના સભ્યની જેમ જ એક મૂંગા જીવને સાચવે છે પરંતુ આ જ જીવ તેની સાથે કાળ બનીને ઊભો રહે છે.

આ ઘટના એક ખેડૂત સાથે બની હતી. રાજકોટ જિલ્લાના ખેડૂત સાથે ખેતી કરતા સમયે ગંભીર ઘટના બની હતી. રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકાના વાછરા ગામમાં રહેતા ખેડૂત પરિવાર સાથે બની હતી. ખેડૂત પરિવારમાં ઘરના આધાર સ્તંભ એવા યુવાન અરવિંદભાઈ વાઘજીભાઈ વસાણી તેને પરિવાર સાથે રહેતા હતા.

અરવિંદભાઈની ઉંમર 42 વર્ષની હતી. અરવિંદભાઈ ખેતી કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા હતા. અરવિંદભાઈ અને તેમનો નાનોભાઈ બંને એક જ ઘરમાં એક જ પરિવારમાં રહેતા હતા. અરવિંદભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતી. અરવિંદભાઈ વાછરા ગામમાં સારા એવા ખેડૂત ગણાતા હતા.

ખેડૂતોને વાવણીની સિઝન ચાલુ થાય ત્યારે આ સીઝન તેના માટે તહેવારથી ઓછી ગણાતી ન હતી. ખેડૂતો માટે મોટો ઉત્સવ હોય તેવું ગણાતું હતું. વાવણીની સિઝન ચાલુ થતા ખેડૂતો વાવણીની તૈયારીઓ ચાલુ કરે છે. અરવિંદભાઈએ પોતાના ખેતરમાં મગફળીની વાવણી કરી હતી. અરવિંદભાઈ પોતાને ઘરે બે બળદો રાખ્યા હતા.

બળદનુ પાલન પોષણ કરીને તેમને પોતાના દીકરાથી પણ વધારે સાચવતા હતા. બળદનો ઉછેર કરી તેને ખેતીકામ માટે લઈ જતા હતા. એક દિવસ અરવિંદભાઈએ ખેતરમાં ખેતર ખેડવા માટે બળદોને તૈયાર કર્યા હતા. બળદને હળ જોડીને ખેતરમાં મગફળીની તૈયારી કરવા માટે ખેડવામાં તૈયાર કર્યા હતા.

બળદને ખેતરે અરવિંદભાઈએ હળ સાથે જોડીને લઈ ગયા હતા. ખેતરમાં જોતરતા હતા. તે સમયે એક બળદ અચાનક વચ્ચે ઊભો રહી ગયો હતો. તે આગળ ચાલી રહ્યો ન હતો. તે માટે અરવિંદભાઈએ તેને કારહો કર્યો હતો. બળદ છતાં પણ આગળન ચાલતા અરવિંદભાઈ બળદ પાસે ગયા હતા. તે સમયે બળદે અરવિંદભાઈને ઢીંક મારી દીધી હતી.

ઢીંક મારતા જ અરવિદભાઈ નીચે પટકાયા હતા. બળદે અરવિંદભાઈને જોરદાર લાત મારી હતી. તે માટે અરવિંદભાઈ કંઈ બોલી ન શકીને ખેતરમાં જ પડી ગયા હતા. અરવિંદભાઈને છાતીના ભાગે જોરદાર બળદએ મારી દીધું હતું. તે માટે અરવિંદભાઈ ખેતરમાં નીચે પડતાની સાથે જ મૃત્યુ પામ્યા હતા.

પરંતુ પરિવારજનોને અરવિંદભાઈ ઘરે ન આવતા ખેતરમાં જોવા ગયા હતા. તે સમયે અરવિંદભાઈને ખેતરમાં પડેલા જોઈને પરિવારજનો આઘાતમાં આવી ગયા હતા. અરવિંદભાઈને ગોંડલમાં સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. પરંતુ અરવિંદભાઈ ઘણા સમય પહેલા મૃત્યુ પામ્યા હતા.

વાછરા ગામમાં અરવિંદભાઈની ખબર ફેલાતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અને પરિવારના આધારસ્તંભ સમાન અરવિંદભાઈનું મોત થતા પરિવારજના લોકો આઘાતમાં આવી ગયા હતા. અરવિંદભાઈએ પોતાના દીકરાથી પણ વધુ આ બળદોને સાચવ્યા એ જ તેના મૃત્યુનું કારણ બન્યા.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here