ખેડૂતે ખારેકની બાગાયતી ખેતી કરીને લાખોનો બમણો નફો કર્યો, આ ખેડૂતની કમાલ જોઇને થયું એવું કે..!!

0
113

આધુનિક સમયમાં ખેડૂતો નવી નવી ટેકનોલોજીને કારણે જુદા જુદા પાકોની ખેતી કરતા થયા છે. આ વર્ષે ચોમાસુ પણ સારું એવું રહેવાને કારણે ખેડૂતો પોતાની વાવણી સારી રીતે કરી રહ્યા છે. ખેડૂતોને ખેતી વર્ષ પર આધારિત હોય છે  જો વરસાદ સારો ન થાય તો ખેડૂતોને ખેતીમાં પાકમાં નુકસાન થાય છે.

ખેડૂતોને ખેતીમાં જો કમોસમી વરસાદ અથવા વાવાઝોડું આવી જાય તો પાકને સારું એવું નુકશાન થઇ છે. તેને માટે હવે ખેડૂતો એક પાકની વાવણીની સાથે બીજા પાકની વાવની પણ કરી રહ્યા છે જેથી એક પાકમાં નુકસાન થાય તો બીજા ભાગમાં ફાયદો રહે. તે માટે ખેડૂતો હવે બાગાયતી ખેતી આધુનિક રીતે કરવા લાગ્યા છે.

તેમા સૌરાષ્ટ્ર જિલ્લાના ખેડૂતો વાવણીને આધુનિક બનાવવા લાગ્યા છે. તે માટે બાગાયત ખેતી કરવાની કરવાનું ચાલુ કરી દીધું છે. સૌરાષ્ટ્રના એક ખેડૂતની વાત કરવામાં આવે તો ખારેકનું ઉત્પાદન કરીને લાખો રૂપિયાનો નફો કર્યો હતો. જોકે ખારેકની ખેતી વધારે કચ્છમાં થાય છે. ખારેક કચ્છનું મુખ્ય ફળ ગણાય છે.

હવે આ ખારેકનું વાવેતર સૌરાષ્ટ્રમાં પણ થવા લાગ્યું છે. જેતપુર તાલુકાના મંડલીકપુર ગામના એક ખેડૂતે ટિસ્યુકલ્ચરથી ખારેકની ખેતી કરી હતી. ખારેકની ઊંચી ગુણવત્તાની ખેતી કરીને સફળ ઉત્પાદન મેળવે છે. ખેડૂતે પોતાના ખેતરમાં 11 વીઘામાં ઇઝરાયેલી ખારેકનું વાવેતર કર્યું હતું. અને એક છોડના 3500 રૂપિયા આપીને ખેતરમાં ખારેકનું વાવેતર કર્યું હતું.

તેમને એક વીઘામાં 90,000 જેટલો ખર્ચ થયો હતો પરંતુ તેણે એક વીઘે 50,000 રૂપિયાનું ઉત્પાદન કર્યું હતું. એક ઝાડમાંથી 50 થી 60 કિલોનું ઉત્પાદન મળે છે. ખારેકએ શાખા વગરનું ઝાડ હોવાથી તેને વાવાઝોડા કે બીજી કોઈ આફત સામે નુકસાન થતું નથી અને તે ટક્કર ઝીલી શકે છે. ખારેકના વાવેતરમાં ઓછા પાણીની જરૂર પડે છે. ઓછા પાણીમાં ખારેકના ઝાડ વિકસી જાય છે.

ખારેકનું વાવેતર કર્યા બાદ 3 વર્ષ પછી ફળ આપવાનું ચાલુ કરે છે. ખારેકનું ઉત્પાદન લાંબા સમય સુધી કરે ત્યારે ખેડૂતને સફળ ઉત્પાદન મળે છે. તેને કારણે ખેડૂત પોતાના ખેતરમાં ખારેકના પેકિંગ કરીને ડાયરેક્ટ માર્કેટમાં વેચાણ કરી રહ્યા છે. તેમાંથી તેને લાખો રૂપિયા મળી રહ્યા છે. અને ખેડૂત આગામી સમયમાં બમણો ફાયદો કરી શકે છે.

આ વૃક્ષને એક વખત ઉત્પાદન કર્યા બાદ તેને લાંબા સમય સુધી ખેતરમાં વગર પાણી રાખી શકાય છે. આમ આધુનિક ટેકનિકથી ખેડૂતોને ખેતી કરીને સારું સફળ ઉત્પાદન મેળવી શકે છે. માટે ખેડૂતોએ આવા ઉત્પાદન કરવાનું ચાલુ કરવું જોઈએ. બાગાયતી ખેતી કરીને આજના સમયમાં ઘણા ખેડૂતો સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here