ખેતરના 2 માળના મકાનમાં તાળું ખોલીને ચોરોએ તિજોરીઓ તોડીને કરી મોટી ચોરી, મુદા-માલની રકમ જાણીને ડોળા ફાટી નીકળશે તમારા..!!

0
172

આપણે સૌ જાણીએ છીએ કે આ સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો ખૂબ જ ખરાબ બની ગયો છે. આજકાલ દિવસેને દિવસે ચોરીની ઘટનાઓ ખુબ જ બની રહી છે. અને આ ચોરી આપણા જ કુટુંબી સમાજના લોકોની જાણને કારણે બની રહ્યાનું પણ આપણે જોઈ રહ્યા છીએ. અને ચોરી-લૂંટફાટને કારણે લોકોની જીવનભરની કમાણીને લૂંટી જાય છે.

આવી એક ચોંકાવનારી  ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટના ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના આંતી ગામમાં બની હતી. આ આંતી ગામથી સાધી ગામ જવાના રોડ પર ખેતરમાં અહેમદભાઈ રસુલભાઈ મલેકનું 2 માળનું ઘર આવેલું છે. આ અહેમદભાઈએ પોતાના ખેતરમાં હમણાં જ નવું ઘર બનાવ્યુ હતું.

અને તેઓ ત્યાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. અહેમદભાઈ રાત્રિના સમયે પોતાના પરિવાર સાથે મોડે સુધી બેસીને વાતચીત કરી રહ્યા હતા. અને પછી તેઓ સુવા ગયા હતા. અહેમદભાઈ અને તેનું પરિવાર ખેતરમાં ઘરની બહાર ખુલ્લામાં સુતા હતા. તેથી તેના મુખ્ય દરવાજાને તાળું મારીને ચાવી પોતાના ખાટલા પર પોતાના ઓશિકાની નીચે મૂકતા હતા.

અને તેમની પત્ની અને તેમના બાળકો ખેતરમાં ખુલ્લામાં ઘરથી દુર સુતા હતા. આ અહેમદભાઈ ઘરની સામે બહાર સુતા હતા. અને બીજા દિવસે સવારે અહેમદભાઈની પત્ની સહેનાઝ જાગીને ઘર ખોલવા અહેમદભાઈના ઓશિકા નીચે મૂકેલી ચાવી લેવા ગયા પણ ચાવી મળી ન હતી. તેને કારણે તેણે અહેમદભાઈને જગાડીને ચાવી ક્યાં છે?

એમ કહેતા શહનાઝની નજર તેના દરવાજા ઉપર પડી અને દરવાજાની નીચે લાકડાની જાળી ખુલ્લી હતી. અને તાળું  પણ ખૂલેલું નીચે પડેલું હતું. તરત શહનાઝએ દરવાજાને જઈને દરવાજાને ધક્કો મારતા દરવાજો ન ખૂલ્યો કારણ કે અંદરથી સ્ટોપર મારેલું હતું. ત્યારબાદ અહેમદભાઈએ દરવાજો તોડી રૂમમાં જોયું તો રૂમમાં મૂકેલી તિજોરીના દરવાજા ખુલ્લા હતા.

અને રૂમમાં ગોદડા અને સરસામાન વેર-વિખેર હતો. તેને કારણે તેની પત્ની એકાએક બૂમો પાડવા લાગી. અને ઘરમાં ચોરી થયાની જાણ થતા તે ચિંતામાં મુકાઈ ગઈ. અહેમદભાઈની તિજોરીમાં સોના-ચાંદીની બુટ્ટી, ચેન, પાયલ અને રોકડામાં મુકેલી નોટોના બન્ડલ ચોરો લઈ ગયા હતા. અને 10,00,000 જેટલા રોકડા લઇ ગયા હતા.

અને 2,00,000ના સોના-ચાંદી તેમાં 3 નંગ બુટ્ટી તેની કીમત 40,000 હતી. પાયલ 5,000ના, ચેન 40,000ના અને તેના છોકરાની વીંટી 6 તેની કીમત 20,000 હતી. સોનાની લક્કી 1 તેની કીમત 40,000 હતી. એમ કુલ 13,45,000ની ચોરી થઇ હતી. અને ગામમા રહેતા કુટુંબી લોકોને ભેગા કરીને અહેમદભાઈએ આ ઘટનાની જાણ કરી હતી.

અને અહેમદભાઈને ગામના લોકોએ કહેવા પ્રમાણે ઘટનાની જાણ પોલીસને કરી હતી. આ બધું ચોરો ચોરી કરી ગયા હતા. અહેમદભાઈ નું કહેવું હતું કે આ ચોરી તેના કોઈ જાણીતા જ કરી ગયા છે. પોલીસ આ ચોરીની તપાસ કરી રહી હતી. આમ ચોરો કોઈની જીવનભરની કમાણીને લુંટી જઈ રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here