ખેડૂતમિત્રો! આ ફળની ખેતી કરો , એક એકર કમાઈ આપશે રૂપિયા 8 લાખથી વધુ.. જાણો આ પાક વિષે અને લાભ ઉઠાવો

0
402

ગુજરાતમાં પણ કિવિની સફળ ખેતી કરવામાં આવે છે. કિવિ એ નવા જમાનાનું ફળ છે. મૂળ તે ચિનનની પેદાઈશ છે પણ ઝડપથી પ્રખ્યાત થવાને કારણે કિવિની ખેતીને હાલ સોનાની ખેતીનું ઉપનામ અપાયુ છે.

આવો જાણીએ કેવી રીતે થાય છે કિવિની ખેતી. ગ્રીન હાઉસ ખેતી માટે કિવિની પસંગદી કરી શકાય. બજાર સરેરાશ ભાવને જોતા કિવિની ખેતીમાં 1 એકર જમીનમાંથી લગભગ 8 લાખ રૂપિયાથી વધુ દર વર્ષે કમાઈ શકાય છે.

  • ર વર્ષે ભારતીયો 16 હજાર મેટ્રીક ન આ ફળ આરોગે ઓહિયા કરી જાય છે
  • ગુજરાત પણ કિવિની ખેતીમાં કાઠુ કાઢી શકે તેમ છે
  • ગ્રીન હાઉસ ખેતી માટે પરફેક્ટ છે
  • ભારતમાં આ ખેતીનું ભવિષ્ય ઉજળુ છે.

ભારતીયો વરસે 16,000 મેટ્રીક ટન કિવિ ફળ આરોગે છે. જેમાં થી 10,000 મેટ્રીક ટન કિવિનું સ્થાનીક ઉત્પાદન થાય છે, જ્યારે બાકીના 6,000 મેટ્રીક ટન વિદેશથી આયાત થાય છે.

કિવિની ઉત્પતિ સ્થાન ચીન છે. પણ તેમ છતાં કિવિની ખેતી ભારત સહિત ન્યુઝીલેન્ડ, ઇટાલી, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલીયા, ફ્રાંસ, પાકિસ્તાન, ઈરાન, નેપાળ, ચીલી અને સ્પેનમાં થાય છે. ભારતમાં આ ન્યૂઝીલેન્ડ અને ઈટાલી વચ્ચે આયાત માટે ગળાકાપ હરિફાઈ છે.

ભારતમાં તેની ખેતી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મેઘાલય, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં કરવામાં આવી રહેલ છે. તેની ખેતી ખુલ્લી જમીન વાળા રાજ્યોમાં જેવા કે ઉત્તર પ્રદેશ, કર્નાટક, કેરળ માં પણ થવા લાગી છે.

જમીન

ગુજરાતમાં વલસાડ, કચ્છ ખેતી માટે પરફેક્ટ છે. પહાડી અને ખુલ્લા મેદાનમાં આ ખેતી વધુ થાય છે. આ ફળ ફળને 1000 મીટરથી 2500 મીટર ની દરિયાઈ ઉંચાઈ ઉપર કરી શકાય છે.

કિવિની પ્રચલિત જાતોમાં અબ્બોટ, અલીસન, બ્રુનો, હેવર્ડ અને તોમુરી છે.

વાવણી

કિવિના વેલા હોય. જે 9 મીટર સુધી વધી શકે છે અને તે 4 થી 5 વર્ષ પછી ફળ આપવાનું શરુ કરી દે છે. ફૂલ આવવાથી પાક પાકે ત્યાં સુધીનો સમયગાળો લગભગ 100 દિવસ હોય છે.

કલમ કરવી

કિવિ એકલિંગી પ્રજાતી છે. તેથી માદા કલમો સાથે નરની જોડાયેલ કલમોને લગાવવામાં આવે છે જેથી સારી રીતે વિકાસ થઇ શકે અને વધુ ઉત્પાદન મેળવી શકાય. આઠ માદા વેલો માટે એક નર વેલ જરૂરી હોય છે. તેની કલમોને વસંત ઋતુ માં લગાવવામાં આવે છે.

દ્રાક્ષની જેમ માંડવા બંધાય

કિવિને પણ દ્રાક્ષ ની જેમ માંડવા બાંધીને ઉજાડવામાં આવે છે. તેનું નિંદામણ અને કાપ-કૂપ ઉનાળા અને શિયાળો બન્ને સિઝનમાં કરવામાં આવે છે. નિયમિત નિંદામણ કરવાથી કિવિનું ઉત્પાદન સારુ થાય છે.

પિયત

કિવિના ફળ નવેમ્બર મહિનામાં પાકવાના શરુ થઇ જાય છે. કિવિ ને ખુબ પાણીની જરૂર પડે છે તેથી સિંચાઈની યોગ્ય વ્યવસ્થા હોવી જરૂરી છે.

માવજત

500 ગ્રામ એનપીકે મિશ્રણ દરેક વર્ષ દીઠ વેલ 5 વર્ષ ની ઉંમર સુધી આપવી જોઈએ ત્યાર પછી 900 ગ્રામ નાઈટ્રોજન, 500 ગ્રામ ફોસ્ફરસ અને 900 ગ્રામ પોટાશ ને દર વર્ષે વેલ ને આપવું જોઈએ,

ખાતર

મૂળ બળતા બચાવવા માટે બાવીસ્ટીન 2 ગ્રામ પ્રતિ લીટર પાણીના હિસાબે છોડમાં આપવું જોઈએ. તેનું ઉત્પાદન સરેરાશ 80 થી 90 ગ્રામનું હોય છે.

તેના ફળને 0 ડીગ્રી તાપમાન ઉપર કોલ્ડ સ્ટોરેજ માં 4 થી 6 મહિના રાખી શકવામાં આવે છે પરંતુ સામાન્ય અવસ્થામાં 8 અઠવાડિયા સુધી ફળ ખરાબ થતું નથી.

ઉત્પાદન

કિવિના એક વેલ થી દર વર્ષે 40 થી 60 કિલો ફળ મળે છે. હેક્ટર દીઠ 20થી 50 ટન કીવીનો ફાલ ઉતરે છે. ફળને બજારમાં મોકલતા પહેલા 3 થી 4 કિલો ની ક્ષમતા વાળા કાર્ડબોર્ડ માં પેક કરવા જોઈએ. બજાર સરેરાશ ભાવને જોતા 1 એકર જમીનમાંથી લગભગ 8 લાખ રૂપિયા દર વર્ષે કમાઈ શકાય છે.

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,સરકારી યોજનાઓ અને સરકારી નોકરીની જાણકારીઓ માટે આજે જ અમારા ફેસબુક પેજ infogujaratofficial ને લાઈક કરો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here