કોણ બનશે ગુજરાત ના નવા મુખ્યમંત્રી ? જાણો કયા કયા નામ છે સામલે ?

0
183

આજે બપોરે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ રાજીનામું આપી દીધુ છે. આજે સવારે તેઓ અમદાવાદ સરદારધમ ખાતે ઉદ્ઘાટનમાં સામેલ હતા ત્યાર બાદ તેઓએ નેતા સાથે મિટિંગ કરીને રાજ્યપાલને મળવા પહોચી ગયા હતા.  ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે બપોરે રાજીનામું આપી દીધું તેમણે આ અંગે પત્રકાર પરીક્ષા પરિષદમાં જાહેર કર્યું હતું.

હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તે લઈને ચર્ચાઓ તેજ થવા લાગી છે. ભાજપ મુખ્યમંત્રી પદનો પદભાર કોને સોંપે છે તેના પર સૌની નજર છે નવા મુખ્યમંત્રી કોણ બનશે ?  તે અંગે ભાજપ સરકારે બધા ધારાસભ્યોની ગાંધીનગર ખાતે એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે કે નવા મુખ્યમંત્રી કોણ બનશે?

ગુજરાતના નવા મુખ્યમંત્રી ના દાવેદાર માં મોટા મોટા નામો સામેલ છે. મીડિયા અહેવાલ અને ભાજપ નેતાઓના મત તેમજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના મત મુજબ  નવા મુખ્યમંત્રી પદ તરીકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા અથવા ભાજપના પીઢ નેતા  ગોરધનભાઈ ઝડફિયા તેમજ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ  તેમજ કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા તેમજ ઉત્તર ગુજરાતના પીઢ નેતા તેમજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નું નામ પણ સામે આવી રહ્યું છે.

હવે આટલા નામો માંથી ભાજપ પોતાના ધારાસભ્યો સાથે આવતીકાલે ગાંધીનગર ખાતે મિટિંગ બોલાવી છે તેમાં નક્કી થશે તેવું લાગી રહ્યું છે. અગામી મુખ્યમંત્રી પાટીદાર હોઈ શકે છે તેવા ખાસ એંધાણ લાગી રહ્યા છે. જયારે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનવવામાં આવ્યા હતા ત્યારે નીતિન પટેલના રીસામણા સૌ કોઈએ જોયા હતા.

તેમજ નીતિન પટેલ ઉતર ગુજરાતમાં ખુબ જ મોટું વર્ચસ્વ ધરાવે છે તેથી તેને આ વખતે અવગણી શકાય નહી. તેમજ તે પાટીદાર હોવાથી તેમનું નામ મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે ગુંજી રહ્યું છે. આ સાથે સાથે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ પણ આ રેસમાં સામેલ છે. મોદી સહીતના મોટા નેતા સી.આર.પાટીલના ચુંટણીના બહોળા અનુભવએ જાણે છે. તેઓએ આ વર્ષે મીડિયાને કહ્યું હતું કે અમે ૨૦૨૨માં ૧૮૨ માંથી ૧૮૨ સીટ લાવી આપીશું.

તેથી સી.આર.પાટીલનું નામ પણ ભાજપના હાઈકમાનની દાઢમાં જ છે. તેથી તેઓ પણ પ્રબળ દાવેદાર છે. આ સાથે સાથે મનસુખ ભાઈ માંડવીયા કે જેઓને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ પણ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

ગોરધનભાઈ ઝડફિયા તેમજ પુરુષોતમ રૂપાલાનું નામ પણ સામે આવી રહ્યું છે. તેઓને પણ મુખ્યમંત્રીનું પદ સોપી શકાય તેમ છે. વિજય રૂપાણી એ રાજીનામું સોંપતી વખતે જણાવ્યું હતું કે  હવે મને જે જવાબદારી મળશે , તે હું કરીશ. હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું. તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાનો ખૂબ સારો સાથ મળ્યો છે. તેમણે મંત્રી મંડળના સાથીઓ, વિધાનસભાના સાથીઓનો પણ આભાર માન્યો હતો.

તેમની સાથે નાયબ મુખઅયમંત્રી નીતિન પટેલ સહિત સિનિયર મંત્રીઓ હાજર છે. ભાજપનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી એક દિવસની ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરીષદ બોલાવી હતી. ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ગુજરાત આવ્યા છે. કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મહામંત્રીઓ સાથે કરી બેઠક કરી હતી. બી એલ સંતોષ રૂટિન સંગઠનાત્મક મિટીંગ માટે ગુજરાત પહોંચ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here