હાલમાં ઘણી બધી ગંભીર ઘટનાઓ લોકો સાથે બની રહી છે. આવી આકસ્મિક ઘટનાઓ બનતા ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. લોકોના આકસ્મિક રીતે મૃત્યુ થવાને કારણે પરિવારમાં વેરવિખેર થઈ જાય છે. આવી જ એક ઘટના વડોદરા જિલ્લામાં બની હતી. વડોદરા જિલ્લામાં વડસર વિસ્તારમાં રહેતા યુવક સાથે આ ઘટના બની હતી.
વડસર વિસ્તારમાં ડ્રીમ આત્મનવન ફ્લેટમાં રહેતા યુવક સાથે આકસ્મિક ઘટના બની હતી. યુવકનું નામ ટોનીસ ક્રિશ્ચિયન હતું. તેની સાથે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટોનીસની ઉમ્ર 35 વર્ષની હતી. આત્મનવનમાં ભાડાનો ફ્લેટ રાખીને ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. તેની સાથે ફ્લેટમાં બીજો યુવક પણ રહેતો હતો.
ઘરમાં બંને યુવકો પોતાના પરિવારથી દુર રહેતા હતા. ટોનીસનું પરિવાર અમદાવાદ શહેરમાં રહેતું હતું. ટોનીસને પરિવારમાં પત્ની, એક દીકરી અને માતા-પિતા અમદાવાદ શહેરમાં રહેતા હતા. એક દિવસ ટોનીસની દીકરીનો જન્મદિવસ હોવાને કારણે ટોનીસને પોતાની લાડકી દીકરીને મળવા માટે અમદાવાદ જવું હતું.
તેને કારણે ટોનીસે પોતાના ઓફિસના બધા જ કામો આગલળના દિવસે પતાવી નાખ્યા હતા. તે જન્મદિવસના દિવસે વહેલી સવારે ઊઠીને અમદાવાદ જવા માટે નીકળવાનો હતો. તે સમયે બાથરૂમમાં નાહવા જતા પાણી આવતું ન હતું. તે માટે ટોનીસ અગાસી પર જઈને ફ્લેટની ટાંકીમાંથી પાણી ભરવા ટાંકી પર ચડ્યો હતો.
ઘણા દિવસથી તેમના રૂમમાં પાણી આવતું ન હતું. તેને કારણે અગાસીની ટાંકીમાં પાણી લેવા માટે ગયો હતો. તે જ સમયે ટોનીસનું શરીરનું સમતુલન ન રહેતા પગ લપસી જતા તે નીચે પડ્યો હતો. ટોનીસ સાતમા માળેથી નીચે પડતા માથું ફાટી ગયું હતું. તેને કારણે લોહી લુહાણ કમ્પાઉન્ડમાં પડ્યો હતો.
તે સમયે ટોનીસની સાથે રૂમમાં એક યુવાક રહેતો હતો. તેણે ટોનીસને રૂમમાં ન જોતા તે આજુબાજુમાં ટોનીસને શોધવા લાગ્યો હતો. તે સમયે તેણે ટોનીસને સોસાયટીના કમ્પાઉન્ડમાં આ હાલતમાં પડેલો જોયો હતો. ત્યારબાદ તરત જ ટોનીસને વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
પરંતુ ટોનીસનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ ટોનીસના પરિવારને આ ઘટનાની જાણ કરાઈ હતી. પરિવારને ટોનીસના મૃત્યુની ખબર પડતા પરિવારમાં આઘાત આવી ગયો હતો. અને દીકરીનો જન્મદિવસ હોવાથી દીકરી પિતાની રાહ જોઈ રહી હતી. એ દીકરી માટે ખૂબ જ ગંભીર વાત હતી. તેના પિતા હવે ક્યારેય તેને મળવા પાછા આવવાના ન હતા.
પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને ટોનીસની નીચે પડ્યા એ કોઈ આકસ્મિક ઘટના નથી. પરંતુ તેની હ.ત્યા કરવાની શંકાઓ દેખાઈ રહી છે. કારણ કે ફ્લેટની ટાંકી અને અગાસીની પાળી વચ્ચે ઘણું અંતર રહેલું છે. તેથી ટાંકી પરથી પડતા ટોનીસ ત્યાં અગાસી પર જ પડેલો હોવો જોઈએ તેવી શંકા પોલીસને દેખાઈ રહી છે. પોલીસ હાલ તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!