આજના સમયમાં લોકો એકબીજા સાથે ખૂબ છેતરપિંડી કરી રહ્યા છે. લોકો છેતરપિંડી કરીને બીજા પાસેથી ઘણા બધા પૈસાઓ અને ઝવેરાતો લૂંટી લે છે. આજકાલ આવું થવાને કારણે લોકોને એકબીજા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. અને બીજા લોકો પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે.
આવી જ એક સુરત શહેરમાં હાલમાં ઘટના બની છે. જેમાં એક માયાએ યુવક સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ માયા ગીર સોમનાથના ઉનાના ગામમાં રહેતી હતી. અને આ માયાએ એક યુવક સાથે લગ્ન કર્યા હતા. આ યુવક ગીર સોમનાથમાં રહેતો હતો. યુવકના લગ્ન ન થવાને કારણે તેણે દલાલ રાખીને લગ્ન કર્યા હતા.
આ દલાલમાં ઉનાના ગરાળ ગામના પિતા-પુત્ર ભાણાભાઈ, અમરાભાઇ પુરાણી અને જીતુભાઈ જેવા દલાલો વચ્ચે રહીને આ યુવકના માયા સાથે લગ્ન કર્યા હતા. અને માયા યુવક સાથે લગ્ન કર્યા બાદ ત્રીજા દિવસે ભાગી ગઈ હતી. આ દુલ્હન બધા જ દાગીના પહેરીને યુવકને સુતા મૂકીને ભાગી ગઈ હતી.
આ યુવકને લગ્ન થયા બાદ ખૂબ જ સારી રીતે સાચવતી હતી. પરંતુ લગ્નના 3 દિવસે આ માયા યુવક સુઈ ગયા બાદ બધા ઘરેણાં પહેરેલા અને 1,52,000 રોકડા ઘરમાંથી લઈને ભાગી ગઈ હતી. યુવક સવારે જાગ્યા બાદ માયાને શોધ્યા બાદ તે મળી ન હતી. તે માટે યુવકે માયાના ઘરના લોકોને ફોન કર્યો હતો. પરંતુ તેમને પણ ફોન લાગ્યો નહોતો.
તે માટે યુવકની ભાગી ગયેલી પત્નીને લઈને લોકોએ ઘણાં મહેણા ટોણા માર્યા હતા. તેને કારણે યુવકને ખૂબ જ ખોટું લાગી ગયું હતું. અને યુવકે પોતાના જ ઘરમાં આપઘાત કરી લીધો હતો. યુવકના પરિવારે વાળાએ યુવકનો આપઘાત કર્યાને કારણે હોવાનું પોલીસને જણાવ્યું હતું. કે પોલીસ આ માયાને શોધી રહી હતી.
અને સુરતમાં સિંધીવાડ પાસેથી આ માયાને શોધી કાઢવામાં આવી હતી. આ માયા તેની બહેન મુમતાઝ સાથે મળીને ઘણા યુવકોને આવી રીતે પોતાની માયાજાળમાં ફસાવી રહી હતી. અને બંને બહેનો આમ ઘણા યુવકોને પહેલા ફસાવી ચુકી હતી. તે માટે પોલીસે આ બંને બેનોની તપાસ ચાલુ કરી છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!