લગ્નના 1 દિવસમાં જ દુલ્હને બતાવી દીધો અસલી રંગ, પતિની ચા માં ટીકડા ભેળવીને કરી નાખ્યું એવું કામ કે પરિવાર જાણીને મોઢામાં આંગળા નાખી ગયો..!

0
116

આજના સમયમાં લોકો એકબીજાને ખૂબ જ છેતરી રહ્યા છે. લોકોને પોતાના કામ કરાવવા માટે બીજા લોકોને જીવનભરની કમાણીને કોઈપણ લાલચ આપીને છેતરી રહ્યા છે. અને આવું થતાં લોકોને બીજા લોકો પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. આ વિશ્વાસ ન હોવાને કારણે આજે નિર્દોષ લોકો પણ હેરાન થઇ રહ્યા છે.

આવી એક છેતરપીંડીની ઘટના પાટણના રાધનપુરના લીમગામડામાં રહેતા યુવક સાથે બની છે. આ ઘટનામાં લીમગામમાં રહેતો યુવક કુવારો હોવાથી તે યુવતી શોધતો હતો. અને તે દરમિયાન સાંતલપુરના માલેગાંવના નસરુદ્દીન રમજાનભાઈ સિપાઈએ યુવકને એક દલાલનો નંબર આપ્યો હતો.

અને આ દલાલ બધાના લગ્ન કરાવતો હતો. તેને કારણે આ દલાલે આ યુવકને જુદી-જુદી છોકરીઓ બતાવી હતી. પરંતુ આ યુવકને નિશા મરાઠી નામની એક યુવતી પસંદ આવી હતી. અને આ યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ લગ્ન માટે દલાલે યુવક પાસેથી 1,80,000 રૂપિયા દલાલીમાં લીધા હતા.

અને દલાલે આ યુવકને મહારાષ્ટ્ર બોલાવી આ યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. પરંતુ આ યુવતી નિશા યુવક સાથે છેતરપિંડી કરી ગઈ હતી. તે લગ્ન કરી લગ્નના બીજા દિવસે લીમગામડામાં પાછો ઘરે આવ્યો. ત્યારબાદ સાંજે ભોજન કરીને યુવક બેઠો હતો ત્યારે નિશા મરાઠી એ તેના પતિને ચા પીવડાવી હતી.

અને આ ચામાં તેણે ઘેનની દવા નાખી દીધી હતી. તેને કારણે તેનો પતિ ઘેનની દવામાં બેભાન થઈને સૂઈ ગયો હતો. ત્યારે આ નીશા મરાઠી ઘરમાંથી 25,000 રોકડા લઈને ભાગી ગઈ હતી. અને આ યુવક સવારે ઊઠયો ત્યારે તેણે નિશાને શોધી. પરંતુ નિશા મળી નહોતી. અને પછી તેને આજુબાજુમાં પૂછપરછ કરી હતી.

પરંતુ તે ક્યાંય જોવા મળી નહોતી. અને આ યુવકને પડોશના લોકોએ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. અને તેમની તબિયત સુધર્યા પછી આ યુવક કે રાધનપુર પોલીસને તેની સાથે છેતરપિંડી થયાની જાણ કરી હતી. અને આ મહારાષ્ટ્રના દલાલ પર પણ છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. પોલીસ આ ઘટનાને તપાસ કરી રહી હતી

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here