રવિવારે લતા મંગેશકરજી ના નિધનના સમાચાર મળતા જ આખો દેશ શોકમાં ડૂબી ગયો હતો. સૌ કોઈ ચાહક લોકોને લતાજીના નિધનથી ખુબ જ ગહેરો આઘાત લાગ્યો છે. આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પરિવારની કે જે 27 વર્ષથી લતા જીની સેવા કરી રહ્યો છે. આ પરિવાર ગુજરાતનો છે.
લતા મંગેશકર દેશમાં આવેલી કોઇપણ પરિસ્થિતિમાં પણ મન મૂકીને દાન આપ્યું હતું.. તેમજ કોઈપણ વ્યક્તિ જો કોઈ અઘરી પરિસ્થિતિમાં ફસાયેલો હોય તો તેને બહાર કાઢવાનું કામ પણ કર્યું છે..
લતા મંગેશકરના અંગત મદદનીશ મહેશભાઈ રાઠોડ કે જેઓનું ગામ રાજુલા તાલુકાના મોરંગી ખાતે છે. રાજુલાના ગામ લતા મંગેશકર ને ખૂબ પ્રિય હતું. તેઓએ આ ગામમાં ઘણા એવા કાર્યો કર્યા છે કે, જેના લીધે આ ગામના લોકો લતા મંગેશકર ને ભવો ભવ સુધી ભૂલી શકશે નહીં.
લત્તાજીના ખાસ મદદનીશ મહેશભાઈ રાઠોડ મુંબઈમાં રહીને લતા મંગેશકર માટે કામ કરતા હતા. જેથી લતા મંગેશકર અમરેલી જિલ્લાના આ ગામને ખૂબ સારી રીતે ઓળખતા હતા. મહેશ રાઠોડ અને તેમનો પરિવાર છેલ્લા 27 વર્ષથી લતાજી ની સેવા કરતા હતા. તેઓ મુબઈ ખાતે રહીને જ લતાની સેવામાં કોઈ કસર બાકી મુક્ત નોહતા…
જયારે મહેશ રાઠોડ અને તેમના પરિવારને લતા દીદીના નિધનના સમાચાર મળ્યા ત્યારે તેઓ ખુબ જ ભાંગી પડ્યા હતા. કારણ કે તેઓ લત્તા દીદીના સૌથી નજીકના લોકો હતા. છેલ્લા 27 વર્ષથી રોજ તેમની સાથે વાતો કરતા અને સેવા કરતા હોઈ અને અચાનક જ નિધનના સમાચાર મળે તો પરિસ્થતિને સાચવવી ખુબ જ અઘરી પડી જાય છે.
મહેશભાઈએ જણાવ્યું છે કે, હું ખરાબ રીતે ભાંગી ગયો છું. મને એવું લાગે છે કે આ દુનિયામાં હું એકલો પડી ગયો છું. લતા મંગેશકર જેવી મહેશ રાઠોડ ને પોતાના ભાઈ માનતી હતી. 2001થી લતા મંગેશકર મહેશ રાઠોડ ને રાખડી બાંધતા હતા. મહેશભાઈ એવું વિચારી રડી રહ્યા છે કે, તેમની લતા દીધી હવે ક્યારે પાછી નહીં આવે. તેમના હાથે હવે રાખડી કોણ બનશે.
મહેશભાઈ રાઠોડને હવે ક્યારેય લતા દીદી ને જોવાનો મોકો મળશે નહીં. મહેશભાઈ રાઠોડને 1995માં તેઓ ઘર છોડીને મુંબઈ આવ્યા હતા અને, લતાજી ના ઘરે નોકરી મળી ગઇ હતી.
મહેશ રાઠોડ 1995 પોતાનું ઘર છોડીને, હજારો સપના લઈને મુંબઈ આવ્યા હતા અને તેમણે પોતાના માટે કામ શોધવાનું શરૂ કર્યું હતું. એવામાં એક દિવસ જ્યારે મુંબઈના મહાલક્ષ્મી મંદિર પાસે બેઠા હતા ત્યારે, વ્યક્તિ આવીને તેને કહ્યું હતું કે લતા મંગેશકર ના ઘરે એક જગ્યા ખાલી છે.
આ સાંભળીને મહેશભાઈ ને લાગ્યું હતું કે, પોતે ગ્રામ્ય વિસ્તારના હોવાને કારણે લોકો તેમની મજાક ઉડાડવા આવી રહ્યા છે. પછી મહેશભાઈ લતા મંગેશકર ના ઘરે પહોંચ્યા અને પછી તેમના ઘરે રહેવા લાગ્યા. ધીમે ધીમે મહેશ ભાઈ રાઠોડે લતા મંગેશકરના દિલોમાં રાજ કરવાનું શરૂ કર્યું હતું.
અને તેમણે તેમની સંભાળ ની પૂરેપૂરી જવાબદારી પોતાના ઉપર લઈ લીધી હતી. આ ઉપરાંત મહેશ રાઠોડ માત્ર લતા મંગેશકર ની સાર સંભાળ નહીં પરંતુ, તેમની ફાઇનાન્સ નું પણ ધ્યાન રાખતા હતા. તેઓ લતા મંગેશકર ના દરેક કાર્યક્રમમાં પણ ગોઠવતા અને લતા મંગેશકરના સમસ્યા દવાઓ આપવાનું પણ કામ કરતા હતા.
મહેશ રાઠોડે જણાવ્યું હતું કે, આખો દિવસ લતા દીદી ના ઘરે કામ કરતા હતા અને રાત્રે બેસીને તેઓ ભણતા હતા. રામ મહેશભાઈ રાઠોડે કોમર્સ માં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. જ્યારે રાધાકૃષ્ણ દેશપાંડે મહેશ રાઠોડ ને કહ્યું હતું કે, જ્યારે મહેશ તેમની પાસે એક આમ કરવા માટે ગયો ત્યારે તેની આંખોમાં સચ્ચાઈ જોઈ હતી.
તેમણે કહ્યું હતું કે મહેશભાઈ એક વખત નોકરી છોડવા માગતા હતા પરંતુ, તેમણે કહ્યું હતું કે લતા દીદી મહેશ જેવા સારો માણસ મળશે. મહેશ લતા મંગેશકર સાથે કામ કરતા હતાં, અને તેજ સમજાવવા માં પરિવારને ચાર વર્ષ લાગી ગયા હતા. ત્યારબાદ લતા મંગેશકર સાથેની તસવીર પરિવારને દેખાડી ત્યારે તેમને ખાતરી થઈ હતી.
આ ઉપરાંત મહેશ રાઠોડ .ની પત્નીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧ ની અંદર લતા દીદી ને અચાનક મહેશ કાકા ને ફોન કર્યો હતો. અને રક્ષાબંધનની ઉજવણી કરવા માટે બોલાવ્યો હતો. લતા દીદી એ મહેશ ને પ્રભુ કુંજ બોલાવ્યા હતા. ત્યાં જઈને જોયું તો લતા દીદી રાખડીની સાથે રાહ જોઈ રહ્યા હતા. મનીષા એ જણાવ્યું હતું કે લતા દીદી એ તેમની ત્રણ દીકરીઓના નામ રાખ્યા હતા.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!