ચાલી રહેલા લતાજીનો અંતિમ વિડીયો આવ્યો સામે, અંતિમ સંસ્કારના દ્રશ્યો જોઈને આંખો ભીની થઈ જશે..! જુવો વિડીયો..!

0
161

મહાન ગાયક કલાકાર લતા મંગેશકર નિધન થતાં જ સમગ્ર ભારતમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. કારણ કે લતા મંગેશકર એક એવા વ્યક્તિ હતા કે, જેઓ દરેકના દિલમાં વસી ગયા હતા. તેમનો મધુર અવાજ હજુ પણ લોકોના કાનમાં ગુંજી રહ્યો છે. અને આવનારા ઘણા વર્ષો સુધી હજુ પણ આ અવાજને સારો પ્રતિસાદ મળશે..

ભારતની ધરતી ઉપર જન્મ લીધેલ આ મહાન ગાયિકા લતા મંગેશકર દેશ માટે ખૂબ સારી સેવા આપીને ગયા છે. તેઓએ પોતાના સુર થી ભારતનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજતુ કર્યું હતું. તેમજ તેઓ સ્વભાવે ખૂબ પ્રેમાળ અને નરમ હતા દરેક વ્યક્તિ સાથે ખૂબ ભાવપૂર્ણ વાત કરતા હતા. તેઓના અંગત લોકો એ પણ જણાવ્યું હતું કે અમે ક્યારેય પણ લતાજીના મોઢેથી ઊંચા અવાજે વાત કરતાં જોયું નથી…

બસ આ જ કારણથી લતા મંગેશકર સૌ કોઈના આદર્શ વ્યક્તિ હતા. આટલું જ નહી લતા મંગેશકર દેશમાં આવેલી કોઇપણ પરિસ્થિતિમાં પણ મન મૂકીને દાન આપ્યું હતું.. તેમજ કોઈપણ વ્યક્તિ જો કોઈ અઘરી પરિસ્થિતિમાં ફસાયેલો હોય તો તેને બહાર કાઢવાનું કામ પણ કર્યું છે..

ગઈ કાલે સાંજે 6:30 વાગ્યે લતાજી ના અંતિમ સંસ્કાર શિવાજી પાર્ક ખાતે કરવામાં આવ્યા હતા. શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન તેમજ રણબીર કપૂર અને PM મોદી પણ હાજર રહ્યા હતા. સૌ કોઈ નેતા અને અભિનેતા તેમજ અભિનેત્રીઓએ ભાવભીની આંખોએ લતાજીને શ્રદ્ધાંજલિ આપી હતી…

હાલ સોસીયલ મીડયામાં લતાજીનો અંતિમ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો હજારો લાખો ચાહકો અશ્રુભીની આંખે જોઈ રહ્યા છે. અને વિચારી રહ્યા છે કે ભારતે ગઈ કાલે ખુબ મોટી હસતી ગુમાવી દીધી છે.  લતા મંગેશકાર ચાલતા હોઈ અને અન્ય બે મહિલા તેમને હાથ પકડાવીને ચલાવે છે તેવો વિડીયો સામે આવ્યો છે..

સોશિયલ મીડિયા પર યુઝર્સ આ વિડીયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. અંતિમ સંસ્કારની વિધિ કરતો વિડીયો પણ સામે આવ્યો છે. લતાજી ના અંતિમ સંસ્કાર પહેલા કરવામાં આવેલી તમામ વિધિઓ કરતા વ્યક્તિ દેખાય રહ્યા છે. આ ઉપરાંત આ વિધિ દરમિયાન કેટલાય ચાહકો ત્યાં ઉભેલા નજરે ચડે છે…

લતાજીની ઉંમર 92 વર્ષની હતી. છતાં પણ તેઓ ચાલી રહ્યા હતા. તેઓને હોસ્પિટલમાં દાખલ કર્યા એ પહેલાનો આ વિડીયો છે જેમાં લતાજી ને બે મહિલાઓ હાથ પકડીને ધીમે ધીમે ચલાવી રહ્યા છે. લતાજી પણ ધીમે ધીમે પગ માંડીને ચાલી રહ્યા છે. આ બંને વિડીયો તમે નીચે જોઈ શકશો…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here