1. નાનપ-મોટપ ની સમજ : રેતીમાં પડેલી ખાંડ કીડી ઉપાડી શકે છે પરતું હાથી નહી , એટલા માટે નાના માણસને ક્યારેય નાના ન સમજો , ક્યારેક ક્યારેક નાના માણસ પણ મોટું કામ કરી જાય છે.
2. મજબુત ઈરાદા : જરૂરી નથી કે બધે તલવાર લઈને ફરવું , માણસના ધારદાર ઈરાદાઓ પણ તમને દરેક કાર્યમાં સફળ બનાવી શકે છે. સફળતા મેળવવા માટે અણથક મેહનત જ એક માત્ર ઉપાય છે. આળસ પણ કરવી છે અને સફળતા પણ મેળવવી છે આ બંને વસ્તુ કોઈપણ કારણે શક્ય નથી.આપણી નાની-નાની ભૂલો આપણને જીવનમાં આગળ વધવા દેતી નથી. એટલે જ ઈરાદા હમેંશા મજબુત રાખો અને મેહનતના માર્ગ પર ચાલતા રહો .. સફળતા જરૂર મળશે..
3. કર્મ અને સજા : સ્વામીજી આ કર્મ અને સજાની બાબત પર કહે છે કે , ભગવાન ક્યારેય આપણને “સજા” આપતા નથી , તેઓ તો આપના “કર્મને” સજા આપે છે . માટે કર્મ હમેંશા જોઈ વિચારીને કરો.
4. વધારે પડતું પરિવર્તન : જીવનમાં પૈસાનું સુખ થતાની સાથે જ લોકો પોતાની રોજીંદી જિંદગીમાં અગણ્ય બદલાવ લાવી નાખે છે, આ બાબત પર સ્વામીજી કહે છે કે જિંદગીમાં બદલાવ એટલો બધો પણ ના લાવો કે તમને ગમતી વ્યક્તિ પણ તમને પોતાનું દુઃખ ના કહી શકે.
5. આપણા લોકોની સમજ : કલિયુગના સમાજમાં મોટા ભાગે પોતાના લોકોજ એક-બીજાને દગો આપતા હોય છે. તો આ બાબત પર જ્ઞાનવત્સલ સ્વામી સંદેશ આપે છે કે , તાપણા અને આપણા બંનેની એક જ ખાસિયત છે કે બહુ નજીક પણ ના રહેવું અને બહુ દુર પણ ના રહેવું.
6. સાચા માણસની શોધ : સ્વામીજીના મુલ્ય વિચાર કહે છે કે , જિંદગીમાં સારા માણસની શોધ ના કરો , તમે પોતે સારા બી જાવ કદાચ તમને મળીને કોઈકની શોધ પૂરી થઈ જાય….
7.અખંડિત વ્યક્તિત્વ : જીવનમાં હમેંશા વ્યક્તિ તરીકે નહી પરંતુ વ્યક્તિત્વ બનીને જીવવું કેમ કે વ્યક્તિ એક દિવસ વિદાય લે છે, જયારે વ્યક્તિત્વ હમેશાં જીવંત રહે છે.
8. અતુટ ભરોસો : જીવનમાં ક્યારેય કોઈનો ભરોસો નહી તોડતા કેમ કે ઓગળેલી ચોકલેટને ફ્રીજમાં મુકવાથી કઠણ તો થઈ જશે , પરતું મૂળ આકાર નહી ધારણ કરી શકે. એવી રીતે ભરોસો પણ કૈક એવો જ છે.
9. શાણપણ : પોતાની નિષ્ફળતા માટે બિજાને કારણભૂત માનવા કરતા પોતાનામા રહેલા દોષોને સુધારવામા આવે એમા જ શાણપણ છે.
10. સંસ્કાર : ભૂખ લાગે ત્યારે ખોરાક ખાવુ તે પ્રક્રુતિ છે,પારકાનુ પડાવીને ખાવુ તે વિક્રુતિ છે,પરંતુ ભુખ્યા રહિને બિજાને ખાવડાવવુ તે સંસ્કાર છે.