ભગવાન શ્રી કૃષ્ણના આ આઠ ચમત્કારી મંત્રથી તમે પણ પ્રાપ્ત કરી શકો છો ધન. ભગવાન શ્રી કૃષ્ણની તેમના ભક્તો ઉપર વિશેષ અનુકંપા હોય છે. તે સખાના રૂપમાં સુદામાનો ઉદ્ધાર કરે છે, તો અર્જુનના સારથી બનીને તેને કર્તવ્ય પાલનની પ્રેરણા પણ આપે છે. તે પ્રેમમાં રાધાના બની જાય છે, તો મીરાના ગીરધર ગોપાલ બની ઝેરનો પ્યાલાને અમૃત બનાવી દે છે. તેમના નાનપણની શરુઆતથી લઈને શિકારી દ્વારા શિકાર થવા સુધી તેમનું જીવન ચમત્કારોની ગાથા દર્શાવે છે.
તે દ્રૌપદીના રક્ષક પણ છે, તો ગોવર્ધન ઉપાડીને ઇન્દ્રના અહંકારને પણ તોડે છે, એવા દયાળુ કૃપાલુ શ્રી કૃષ્ણની ભક્તિમાં કોણ ડૂબવા ન માંગે. આમ તો તેમની કૃપા મેળવવા માટે શ્રી કૃષ્ણને સમર્પિત થઇ જવું જ પર્યાપ્ત છે પરંતુ શ્રી કૃષ્ણની કૃપા મેળવવા માટે થોડા વિશેષ મંત્ર પણ છે. આ મંત્રોની માન્યતા એટલી વધુ છે કે કહેવામાં આવે છે, તેના જાપ કરવાથી રંક પણ રાજા બની જાય છે. તો આવો જાણીએ તે મંત્રો વિષે.
શ્રી કૃષ્ણના મંત્ર : શ્રી કૃષ્ણના આ મંત્રોથી તમારા જીવનમાં ધન સંપત્તિની કોઈ ખામી નહિ રહે અને તમે સોંદર્યને પ્રાપ્ત કરો છો. એટલું જ નહિ આ મંત્ર ઘણો સરળ છે, જેનું ઉચ્ચારણ પણ તમે સરળતાથી કરી શકો છો.
કું કૃષ્ણાય નમઃ – તે ભગવાન શ્રીકૃષ્ણનો મૂળમંત્ર માનવામાં આવે છે. માન્યતા છે કે આ મંત્રના જાપ કરવાથી તમારા અટકેલુ ધન પ્રાપ્ત થઇ જાય છે અને કુટુંબમાં મંત્રની સકારાત્મક ઉર્જાથી સુખ શાંતિ જળવાઈ રહે છે. આ મંત્રના જાપ સવારના સમયે સ્નાન કર્યા પછી 108 વખત કરવા જોઈએ.
ॐ શ્રી નમઃ શ્રીકૃષ્ણાયા પરિપૂર્ણતમાયા સ્વાહા – આ શ્રી કૃષ્ણના સપ્તદશાક્ષર મહામંત્ર છે, જે 108 વખત જાપ કરવાથી સિદ્ધ થાય છે. માન્યતા છે કે આ મંત્રના પાંચ લાખ જાપ કરવાથી ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક માન્યતા તો એ પણ છે કે જો જાપના સમયે હવન કે દશાંશ અભિષેક, અભિષેકનું દશાંશ તર્પણ અને તર્પણનું દશાંશ માર્જન કરવામાં આવે તો મંત્ર સિદ્ધીથી રંક પણ કરોડોમાં રમવા લાગે છે.
ગોવલ્લભાય સ્વાહા – જોવામાં ભલે આ મંત્ર બે શબ્દોનો સામાન્ય એવો મંત્ર જોવા મળે પરંતુ તેના ચમત્કાર મોટા ગણાવવામાં આવે છે. આ મત્રમાં જે સાત અક્ષરોનો ઉપયોગ થયો છે, તે ખુબ જ અસરકારક છે. આ મંત્રનું જેટલું વધુ વખત જાપ થઇ શકે એટલા કરવા જોઈએ. યોગ્ય ઉચ્ચારણ કરવાથી જ આ મંત્ર ફળીભૂત થાય છે અને જાપ કરવા વાળાને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. આ એક એવો મંત્ર છે, જે કોઈ પણ ક્યાય પણ જાપ કરી શકે છે.
ગોકુલ નાથાય નમઃ – જો તમારી ઈચ્છાઓ અપેક્ષાઓ અભિલાષાઓ પૂર્ણ કરવા માગો છો, તો તમારે આ મંત્રના જાપ કરવા જોઈએ. આઠ અક્ષરો વાળો શ્રીકૃષ્ણનો આ મંત્ર તમામ મનોકામનાઓને પૂર્ણ કરવા વાળો માનવામાં આવે છે.
ક્લી ગ્લો ફ્લિં શ્યામલાંગાય નમઃ – સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્તિ માટે તમે આ મંત્રના જાપ કરી શકો છો, તેનાથી ન માત્ર તમારા આર્થિક જીવનમાં સુધારો થાય છે પરંતુ તમને તમારા ધંધામાં વિકાસમાં પણ લાભ મળવા લાગે છે.
ॐ મનો ભગવતે શી ગોવિન્દાય – જો તમારા લગ્નમાં કે પ્રેમ જીવનમાં કોઈ પ્રકારની તકલીફ આવી રહી છે, તો આ મંત્ર તમારા માટે એકદમ યોગ્ય છે. થોડા દિવસો સુધી સવારમાં સમયે સ્નાન કરીને સ્વચ્છ થયા પછી 108 વખત આ મંત્રના જાપ કરવાથી તમને તેના સકારાત્મક પરિણામ જોવા મળશે.
એં કલિં કૃષ્ણાય હ્ની ગોવિન્દાય શ્રી ગોપીજનવલ્લભાય સ્વાહા હ્વસો – આ મંત્ર જોવામાં થોડો લાંબો અને ઉચ્ચારણમાં થોડો અઘરો જરૂર છે પરંતુ એટલા મોટા જ પરિણામ પણ આપવા વાળો માનવામાં આવે છે. કહે છે કે વાણી એવી વસ્તુ છે, જે માણસને અર્શથી ફર્શ ઉપર અને ફર્શથી અર્શ સુધી લઇ જાય છે. આ મંત્રના ઉચ્ચારણથી તમારી વાણીને વરદાન મળી જાય છે, જેથી તમે તમારી વાત કોઈને પણ મનાવી શકો છો.
ॐ નમો ભગવતે વાસુદેવાય નમઃ – આ શ્રી કૃષ્ણનો ખુબ જ લોકપ્રિય મંત્ર છે, જેનો જાપ કોઈ પણ સાધક કરી શકે છે. તે ખુબ જ પુણ્ય આપનારો મંત્ર માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણની તમારી ઉપર કૃપા જળવાઈ રહે. જય શ્રી કૃષ્ણા.