માનખુર્દમાં ભંગારના એક ગોદામમાં ગઈ કાલે ભીષણ આગ ફાટી નીકળી હતી.
જોકે હજી સુધી કોઈ જાનહાનિ થઈ હોવાનું નોંધાયું નથી
માનખુર્દમાં ભંગારના એક ગોદામમાં ગઈ કાલે ભીષણ આગ ફાટી નીકળી હતી.
જોકે હજી સુધી કોઈ જાનહાનિ થઈ હોવાનું નોંધાયું નથી એમ જણાવતાં અધિકારીઓએ કહ્યું હતું કે આગ બપોરે ૨.૪૫ વાગ્યે લાગી હતી.
ગઈ કાલે રાત્રે ૯.૧૫ વાગ્યે આગ કાબુમાં આવી હતી.
બુઝાવવાના પ્રયાસમાં ફાયરબ્રિગેડના પાંચ જવાનને ઈજા થઈ હતી.
અચાનક ભંગારના ગોદામમાં આગ ફાટી નીકળી હતી.
આગ ત્રીજા લેવલની (ખૂબ જ ગંભીર) હોવાનું જણાવતાં ફાયરબ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે ૧૧ બંબા અને પાણીનાં અનેક ટૅન્કર હજી પણ આગ બુઝાવવાની કોશિશ કરી રહ્યાં છે.
આગનું કારણ જાણી શકાયું નથી. તપાસ ચાલી રહી છે.
આગને લીધે વાહનો ચપેટમાં ન આવે એ માટે સાવધાની ખાતર આસપાસ તેમ જ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો,
જેને લીધે ઈર્સ્ટન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જૅમ થયો હતો, એટલું જ નહીં,
ઘાટકોપરથી વાશી સુધીનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,
આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,સરકારી નોકરી
અને યોજનાની માહિતી , બોલીવુડની મસાલેદાર ખબરો, ધાર્મિક લેખો , તાજા સમાચારો ,
સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે
ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.
ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો અમારો કોઈ હેતુ નથી..
“જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”
જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!