LPG ગેસની સબસીડી તમારા ખાતામાં આવે છે કે નહી? જાણો ચકાસણી કરવાની રીત વિશે….

0
198

LPG Gas Subsidy Status: પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ આસમાને પહોંચવા સાથે એલપીજી સિલિન્ડર (LPG Cylinder)ની કિંમત પણ ઊંચી જઈ રહી છે. એલપીજી સિલિન્ડરના ભાવ પણ ઘણા વધુ છે. છેલ્લા કેટલાક સમયથી ભારત સરકારે ગેસ સિલિન્ડરોમાં મળતી સબસિડી સીધી બેંક ખાતાઓમાં આપવાનું શરૂ કર્યું છે.

મોટાભાગના લોકો સિલિન્ડરની સબસિડીને લઈને મૂંઝવણમાં છે, કારણ કે તેમને ખબર નથી હોતી કે સબસિડી આવે છે કે નહીં. પરંતુ તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અમે તમને એક રસ્તો જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે સરળતાથી જાણી શકો છો કે, ગેસ સિલિન્ડરની સબસિડી તમારા ખાતામાં આવી રહી છે કે નહીં.

  •  www.mylpg.in વેબસાઇટ મદદરૂપ બનશે 
  • >> જાણકારી મેળવવા તમારે બ્રાઉઝરમાં વેબસાઇટ www.mylpg.in લોગ ઇન કરવું પડશે.
  • >> વેબ પેજમાં ઉપર જમણી બાજુએ ગેસ કંપનીઓના નામમાંથી તમારી સેવા આપનાર કંપનીનું નામ પસંદ કરો.
  • >> હવે તમને એલપીજી આઈડી પૂછવામાં આવશે. તે એન્ટર કરો જે પછી, તમારો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અને વર્તમાન નાણાકીય વર્ષ પસંદ કરો
  • >> આ સ્ટેપ બાદ તમારી સબસિડીની તમામ વિગતો તમારી સ્ક્રીન પર દર્શાવાશે.

આ વિગતમાં દર મહિને તમારા ખાતામાં મોકલવામાં આવતી સબસિડીની રકમની વિગતો શામેલ છે. ઉપરાંત, જો સબસિડીની રકમ તમારા ખાતામાં આવતી નથી, તો તમે તરત જ ફીડબેક બટનને ક્લિક કરીને તમારી ફરિયાદ કરી શકો છો.

સબસિડી ન મળવાનું મોટું કારણ : સબસિડી ન મળવાનું મુખ્ય કારણ LPG ID ને એકાઉન્ટ નંબર સાથે જોડવું ન હોવું છે. આ માટે, તમારા નજીકના ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરો અને તેને તમારી સમસ્યાથી વાકેફ કરો. ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here