આજકાલ સમાજમાં છેતરપિંડીની ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે. છેતરપિંડીમાં લોકો એકબીજાને છેતરી રહ્યા છે. આવી ઘટનાઓ દિવસેને દિવસે વધતી જવાને કારણે આજકાલ લોકોને બીજા પર વિશ્વાસ રહ્યો નથી. લોકો આજકાલ વિશ્વાસના નામે વિશ્વાસઘાત કરી રહ્યા છે. તે માટે લોકોને બીજા પર વિશ્વાસ કરો ખૂબ જ અઘરો બની ગયો છે.
ઘણા બધા વિસ્તારોમાં આવી ઘટનાઓ એક જ દિવસમાં 5-6 બની જતી હોય છે. આવી જ એક છેતરપિંડીની ઘટના હનુમાનગઢમાં એક યુવતીએ કર્યાની સામે આવી છે. આ યુવતી બીજા અલગ-અલગ યુવકો સાથે લગ્ન કરીને તેની સાથે છેતરપિંડી કરતી હતી. આ યુવતી હનુમાનગઢની પારીક કોલોનીમા રહેતી હતી. યુવતીનું નામ શબનમ હતું.
તેના પિતાનું નામ નવાબ ખાન હતું. યુવતી તેના માતા-પિતા સાથે હનુમાનગઢની પારીક કોલોનીમાં રહેતી હતી. આ યુવતીની સાથે ત્રણથી વધુ લોકો મળીને એક ટીમ બનાવી હતી. અને આ ટીમના લોકો અલગ-અલગ જગ્યાએથી લગ્ન ન થતા યુવકોને લગ્નના નામે ફસાવી છેતરીને પૈસા પડાવી લેતા હતા.
એક દિવસ નેઠરાના ગામના નેકી રામ નામના યુવક સાથે પહેલી છેતરપિંડી કરી હતી. નેકી રામની ઉમર 35 વર્ષની હતી. આ નેકી રામ ઘણા વર્ષોથી યુવતીની શોધમાં હતો. તેના લગ્ન થતાં ન હતાં તે માટે તેણે અલગ અલગ લગ્ન કરાવતા વેપારીઓની જણાવ્યું હતું. તે સમયે તેમના જ ગામના કલ્પેશભાઈ નામના યુવકે નેકી રામને જણાવ્યું હતું કે..
એક તેની ધર્મની બહેન છે, તે પણ લગ્ન માટે છોકરો શોધી રહી છે. અને તે એક ગરીબ ઘરની યુવતી છે. તેના માતા-પિતાનું મોત થઈ ગયું છે અને તે તેની સાથે નેઠરામાં રહે છે. કલ્પેશ નેકી રામને આ જણાવીને તેના લગ્ન કરાવી આપીશ તેમ કહ્યું હતું. અને બદલામાં 1,50,000 રૂપિયા માગ્યા હતા. નેકી રામને લગ્ન ન થતા હોવાથી તેણે આ સંબંધની હા પાડી દીધી હતી.
કમલેશ આ યુવતીની મુલાકાત નેકી રામ સાથે કરાવી હતી. ત્યારબાદ કમલેશ અને સબનમ નેકી રામને ભાદરા કોર્ટમાં લઈ ગયા હતા. અને ત્યાં કમલેશે શબનમના લગ્ન નેકી રામ સાથે કરાવીને 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરાવ્યું હતું. ત્યારબાદ કમલેશે લગ્ન કરાવ્યા હોવાથી નેકી રામ પાસેથી 1,05,000 રૂપિયા રોકડા અને 10,000 રૂપિયા લગ્ન કરાવવાના કોટના ખર્ચ માટે માગ્યા હતા.
30,000 રૂપિયા શબનમને કપડા અને અન્ય વસ્તુના નામે લીધા હતા. નેકી રામ જરા પણ શંકા ગઇ ન હતી અને તેમણે માગ્યા પૈસા આપી દીધા હતા. ત્યારબાદ શબનમ છ દિવસ નેઠરા ગામમાં નેકી રામ સાથે રહી હતી. ત્યારબાદ સવારે કમલેશ નેકી રામના ઘરેથી શબનમને લઇ ગયો હતો અને તે થોડા દિવસ પોતાના ઘરે રહેવા રહીને પાછી આવશે તેમ જણાવ્યું હતું.
પરંતુ કમલેશ ના જણાવ્યા મુજબ 15-16 દિવસ થઇ ગયા પછી પણ શબનમ પાછી ન આવી તે માટે પોલીસને ફરિયાદ કરી હતી. અને તેની સાથે છેતરપિંડી કરી છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ શબનમે એક ધર્મપાલ નામના 27 વર્ષની ઉંમરના યુવક સાથે લગ્ન કર્યા હતા. અને તેની પાસેથી પણ સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવી 2,02,000 રૂપિયા પડાવ્યા હતા.
શબનમેં થોડા દિવસ પછી કૈથલના ત્રીજા યુવક સાથે પણ લગ્ન કર્યા હતા. અને તેની પાસેથી પણ લાખો રૂપિયા પડાવ્યા હતા. આમ શબનમ અને કમલેશ મળીને લાખો રૂપિયાની લોકો પાસેથી છેતરપિંડી કરતા હતા. અને કમલેશ તેના ધર્મની બહેન છે તેમ તે વાતો કરીને બીજા પાસેથી પૈસા લઇને તેમના લગ્ન કરાવી.
પાછળ 5-6 દિવસમાં રોકાવાનું બહાનું કાઢીને બીજી જગ્યાએ લગ્ન કરાવી દેતો હતો. અને આમ લોકોને લૂંટી રહી ગયેલા આ ટીમના લોકોની પોલીસ તપાસ કરી રહી હતી. અને ત્રણ જગ્યાએ લગ્ન કર્યા. તે યુવકોએ પણ ફરિયાદ નોંધાવી હતી. આમ લુંટેરી દુલ્હન લોકોને લુંટી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!