ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના પીઢ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. ગુજરાતમાં 1980ના દાયકામાં તેઓ પોતાના ખામ થિયરી માટે જાણીતા હતા. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો.
તેઓ ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પિતા છે. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી માધવસિંહને શ્રદ્ધાંજલિ આપી
ગત વર્ષે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ પોતાના 94મા જન્મદિવસની ઉજવણી ગાંધીનગરમાં કરી હતી. ગાંધીનગરના સર્કિટ હાઉસમાં તેમના પુત્ર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમજ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરો તેમને જન્મદિવસની શુભકામના આપવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.
કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી માધવસિંહને શ્રદ્ધાંજલિ આપી
માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ 1881માં ફરી એકવાર ગુજરાતની સત્તા સંભાળી હતી. તેમણે સામાજિક અને આર્થિક રૂપથી પછાત વર્ગો માટે આરક્ષણની શરૂઆત કરી હતી, ત્યાર બાદ તેમણે 1985માં પદેથી રાજીનામું આપ્યું હતું,
પરંતુ ફરી તેમણે વિધાનસભાની 182 બેઠકમાંથી 149 બેઠક જીતી સત્તા સંભાળી હતી.આ દિન સુધી તેમનો આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી.
- માધવસિંહ સોલંકીના નામે સૌથી વધુ 149 વિધાનસભા બેઠક જીતવાનો રેકોર્ડ છે, જે પીએમ મોદી પણ તોડી શક્યા નથી
- ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સૌથી નજીક હતા માધવસિંહ સોલંકી
- ખામ થિયરી અને મધ્યાહન ભોજનનો વિચાર સૌથી પહેલા તેમણે રજૂ કર્યો હતો
- પત્રકાર અને સાહિત્યના બેકગ્રાઉન્ડમાંથી મુખ્યમંત્રી બન્યા હતા, તેઓ કેન્દ્રમાં વિદેશમંત્રી પણ રહી ચૂક્યા છે
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,સરકારી યોજનાઓ અને સરકારી નોકરીની જાણકારીઓ માટે આજે જ અમારા ફેસબુક પેજ infogujaratofficial ને લાઈક કરો..