મહાદેવ વાદળોમાં પ્રગટ થઈ શ્રાવણના પવિત્ર દર્શન આપ્યા, અંદરના ફોટા જોઈને દર્શન કરી લો – મનોકામનાઓ થશે પૂરી..

0
177

પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. શ્રાવણ મહિનામા મહાદેવની પૂજા કરવાથી મહાદેવ મન મૂકી સૌ કોઈની મનોકામનાઓ પૂરી કરી દે છે. આમ તો આખો શ્રાવણ મહિનો વ્રત, પૂજા અને આરાધના માટે અત્યંત શુભ ગણાય છે પરંતુ સોમવારનું એક આગવું મહત્વ છે. સોમવારના દિવસે જો વિધિ વિધાનથી ભોલેનાથની પૂજા કરવામાં આવે તો તમામ કષ્ટો દૂર થાય છે.

મહાદેવનો વાસ પૃથ્વીને એક એક કણમાં રહેલો છે. પછી તે હવા કોઈ કે પાણી , અગ્નિ હોઈ કે જમીન. બધી જ જગ્યાએ દેવોના દેવ મહાદેવનો વાસ રહેલો છે. મહાદેવની પૂજા કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને તમારી માંગેલી તમામ ઇચ્છાઓ મહાદેવ મોકળા મનએ પૂરી કરી દે છે. મહાદેવ જુદા જુદા સ્વરૂપોમાં માનવીને પોતાના દર્શન આપતા રેહતા હોઈ છે.

હમણા થોડાક દિવસો પહેલા જ મહાદેવએ વાદળોનું સ્વરૂપ ધારણ કરીને ભક્તોને પરમ આશીર્વાદ આપ્યા હતા. ભક્તોએ બે હાથ જોડીને મહાદેવના દર્શન કરીને પોતાની અંગત વ્યથાઓ મહાદેવને વ્યક્ત કરી હતી. થોડા દિવસો પહેલા જ મહાદેવએ વાદળોમાં પોતાના કાયાની કૃતિ ધારણ કરી હતી. જે દ્રશ્યો કેમેરા કેદ થય ચુક્યા હતા. ભક્તોએ તસ્વીરોને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. એ તસ્વીરો તમે નીચે જોઈ શકો છો…

વાદળોમાં આ પ્રકારની રચનાઓ મોટા ભાગે અષાઢ અને શ્રાવણ મહિનાઓમાં રચાતી જોવા મળે છે. જે ઉનાળામાંથી ચોમાસામાં ઋતુ પરિવર્તન થતા વાદળોના આકારો પણ બદલાઈ છે. આ દ્રશ્યો જ્યાં દેખાયા ત્યાના લોકો કહે છે આ પ્રકારના વાદળોની કૃતિ દર વખતે જોવા મળતી નથી પરતું જયારે ઋતુ એક ઋતુમાંથી બીજી ઋતુમાં બદલાતી હોય છે એ સમય દરમિયાન જે વાદળો રચાઈ છે એવા સમયે જોવા મળે છે.

આ દ્રશ્ય ખુલ્લા મેદાનમાંથી ખુબ જ સ્પષ્ટ જોવા મળે છે. જો તમે પણ આ વાદળોમાં ઘેરાયેલા શિવજીના દર્શન કરી લીધા તો તમારો બેડો પાર થઈ ગયો એમ સમજી લો! શિવજી તમારા જીવનના દરેક કષ્ટોને દુર કરશે અને ખુશહાલીનો માહોલ લાવશે. શિવાજીના દર્શન કાર્ય હશે તો કપરા સમયમાં ધર્મ અને સત્યનો ચોક્કસ માર્ગ ભગવાન ભોલેનાથ જરૂર સુજ્વાડશે જ.

શિવજીને શ્રાવણ મહિનો અતિ પ્રિય છે. ભોલેનાથ આમ પણ અત્યંત ભોળા હોય છે અને એક લોટો જળનો આપણે તેમને ચડાવીએ તો પણ આપણી પૂજા સ્વીકાર કરી લે છે. શ્રાવણ મહિનામાં સોમવારનું ખુબ મહત્વ છે. કહેવાય છે કે સોમવારનું વ્રત કરવાથી ભગવાન શિવ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. સોમવાર ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. એવું કહેવાય છે કે આ દિવસે શિવની પૂજા કરવાથી ભગવાન બધી તકલીફો દૂર કરે છે.

શ્રાવણ મહિનાના સોમવારે સ્નાન કર્યા બાદ મહાદેવના મંદિરે જઈને શુદ્ધ આસન પર બેસી શિવલિંગનો જળાભિષેક કરો. ત્યારબાદ 108 બિલ્વપત્ર પર શિવજીનું નામ લખી ચડાવો. શિવલિંગને દૂધ અર્પણ કરો અને અત્તર અને ધૂપ ચડાવો. ત્યારબાદ ગંગાજળથી અભિષેક કરો. જેમાં ગંગાજળ, શેરડીનો રસ, દૂધ, મધ પણ અર્પણ કરી શકાય છે.

ગુજરાતના પ્રખ્યાત મહાદેવ મંદિરો : સોમનાથ મહાદેવ : પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં આ જ્યોતિર્લિંગ આવેલું છે. સોમનાથનું શિવલિંગ સૌથી મોટું છે. અને તેના દૈદિપ્યમાન સ્વરૂપની ઝાંખી કરવા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે.

નાગેશ્વર મહાદેવ : દ્વારકામાં આવેલા દારૂકાવનમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. માનવામાં આવે છે કે આ મંદિર ભક્તોને તમામ પ્રકારના સંકટોથી બતાવે છે. આ મંદિરના પ્રાંગણમાં 85 ફીટ ઉંચી ભગવાન શિવની મૂર્તિ છે. જે જોવાલાયક છે.

બાવકા શિવ મંદિર : દાહોદથી 14 કિમી દૂર આવેલું આ મંદિર કલા અને કારીગરીનો ઉત્તમ નમૂનો છે. તેની તુલના ખજૂરાહોની કારીગરી સાથે કરવામાં આવે છે. આ મંદિરના હાલ તો અવશેષો જ જોવા મળે છે પરંતુ તેને જોઈને તમને એ તો ખ્યાલ આવશે કે મંદિર કેટલું સમૃદ્ધ હતું. આ મંદિર તેની ભવ્યતા માટે એક સમયે પ્રખ્યાત હતું. તેના પર ગઝનીએ હુમલો પણ કર્યો હતો.

ભવનાથ મહાદેવ : ગિરનારની તળેટીમાં આવેલું આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ગિરનારની હરિયાળી આ સ્થળને વધુ રળીયામણું બનાવે છે. ખાસ કરીને મહાશિવરાત્રીના અવસર પર અહીં યોજાતો મેળો વિશેષ મહત્વ ધરાવે છે.

કોટેશ્વર મંદિર : કચ્છ તાલુકામાં સાગર કિનારે આવેલું આ મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિર સાથે રામાયણના સમયથી કથાઓ પણ જોડાયેલી છે. કહેવાય છે કે રાવણે અમરત્વ માંગતા ભગવાન શિવે તેને અમરલિંગ આપ્યું હતું જે તેણે જમીનને અડાડ્યા વગર લંકા પહોંચાડવાનું હતું. પરંતુ દેવોએ રાવણને છેતર્યો અને અસલી લિંગ ત્યાં જ રહી ગયું. આ લિંગ કોટેશ્વર મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે.

કુંભેશ્વર મહાદેવ : બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આવેલું આ મંદિર કુમારપાળે બંધાવ્યું હતું. આ મંદિર સોમપુરા જાતિના લોકોએ બનાવ્યું હતું. જેઓ ખૂબ જ કુશળ કારીગરો ગણાય છે. આ મંદિરની કારીગરીમાં જૈન સ્થાપત્યની ઝલક જોવા મળે છે.

ગળતેશ્વર મંદિર : ખેડા જિલ્લામાં આવેલું આ મંદિર જોવાલાયક સ્થળોમાંથી એક છે. ગળતી નદીના કિનારે આવેલું આ મંદિર છે. મંદિરનું સ્થાપત્ય પૌરાણિક કલાની ઝાંખી કરાવે છે. ગાલવ મુનિની તપસ્યાના ફળ સ્વરૂપે અહીં શિવલિંગ પ્રગય થયું હતું. અને ઋષિ મુનિઓએ પ્રાર્થના કરતા ગંગા ગળતી નદીના સ્વરૂપમાં અહીં પ્રગટ થયા અને ભગવાનનો અભિષેક કર્યો. મંદિરના બાંધકામમાં ચાલુક્ય શૈલીની ઝાંખી જોવા મળે છે.

રુદ્ર મહાલય : પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવેલું આ મંદિર સરસ્વતી નદીના કિનારે વસેલું છે. પૌરાણિક કાળની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો આ મંદિર ઉત્તમ નમૂનો છે. આ મંદિ 10મી સદીમાં મૂળરાજ રાજાએ બંધાવ્યું હોવાનું માન્યતા છે. મંદિરમાં 1600 સ્તંભ, 12 પ્રવેશદ્વારો છે. આ મંદિરના સ્તંભો સૌથી ઉંચા ગણવામાં આવે છે.

હાટકેશ્વર મહાદેવ : નાગરોના કુળદેવતા હાટકેશ્વર મહાદેવનું મંદિર વડનગરમાં આવેલું છે. આ મંદિરની સ્થાપના નાગર બ્રાહ્મણોએ કરી હતી. મંદિરનું શીખર અને ઘુમ્મટ જોવા જેવા છે. હાટકેશ્વર મંદિરમાં જ જાણીતું કીર્તિ તોરણ પણ આવેલું છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here