ગુજરાતીઓને આપ પ્રત્યે વધુ વિશ્વાસ છે: સીસોદીયા : મનીષ સીસોદીયાએ જણાવ્યું કે, સુરતમાં હવે યુવાનો અને ભણેલા લોકોની ટીમ એકઠી થઈ છે, ગુજરાતમાં પણ હવે આપનું કામ બોલે છે. ગુજરાતીઓને આપ પ્રત્યે વધુ વિશ્વાસ છે. મહેશ સવાણીએ લાંબા સમયે સુધી સેવાભાવી કાર્યો કર્યા છે અને હવે તેઓ આપમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીનું આજે ભારતીય જગડતી પાર્ટી નામ થઈ ગયું છે
મહેશ સવાણી રડી પડ્યાં : મહેશ સવાણીએ જણાવ્યું કે, હું દલિત સમાજ નો છું, સમાજ સેવામાં માનવ વાળો માણસ છું. છેલ્લા બે ત્રણ મહિનામાં જોયું એટલે મેં આ ખુલ્લો પ્લોટ પસંદ કર્યો છે. પરિવારે પણ કહ્યું, તમે આખા ગુજરાતની સેવા કરી શકો છો. બીજી પાર્ટીમાં જશો તો હેરાન થશો, મારે સેવા કરવી છે શું થશે મને ગોળી મારી દેશે, મેં મારી જિંદગી જીવી લીધી છે, સમાજના કામમાં રાજકારણ ન હોવું જોઈએ.
આ કારણે જોડાયા “આપ” માં : મહેશ સવાણીએ કહ્યું કે કોરોનાની બીજી લહેર વખતે મેં આઇસોલેશન વોર્ડની સુવિધા પૂરી પાડી હતી ત્યારે ભાજપ દ્વારા દબાણ આપવામાં આવું હતું કે તમે કઈ પાર્ટીના ઇશારા પર કામો કરો છો. તમારી સાથે કોણ જોડાયેલું છે. આવી આનાકાની કરીને આઇસોલેશન વોર્ડની મંજુરી નોહતી આપી. જે હું મારા ખર્ચે બનાવવા માટે રેડી હતો. પરતું સરકારે આનાકાની કરીને મંજુરી નોહતી આપી.
એ વખતે અમે 15-20 જણાને ટેમ્પોમાં નાખીને હોસ્પિટલ સુધી પહોચાડતા હતા, એવામાં મારી નજર ની સામે 65 વર્ષના કાકાએ તેમના દીકરાના ખોળામાં પોતાના અંતિમ શ્વાસ છોડ્યા, માત્ર ને માત્ર છતાં પૈસાએ સુવિધાની અભાવે , તેમજ એ વખતે હજારો લોકોના કોલ આવતા હતા કે ઇન્જેક્શનની સુવિધા કરી આપો, હોસ્પિટલમાં બેડની સુવિધા કરી આપો.. લોકોની દશાની ભાન ભૂલીને ભાજપની સરકાર બંગાળમાં ચુંટણી લડવામાં વ્યસ્ત હતી.
એટલા માટે મને એવું લાગ્યુંકે હવે મારે ગુજરાતની જનતા માટે સેવાનું કામ કેવું છે , એક ઉદ્યોગપતિનું રાજનીતિમાં જોડાવું એ પણ સત્તાપક્ષની વિરોધ પાર્ટીમાં ખરેખર સાહસથી ઓછું કઈ ના કહેવાય.
આગળ જતા અનેક પડકારોનો સામનો કરવો પડશે ખબર હોવા છતા નવા ઉભરતા પક્ષમાં જોડાયા છે. હિંમતને સલામ છે મહેશભાઈ સવાણી . વહેતા પ્રવાહમાં તો સૌ કોઈ તરે, પ્રવાહની વિરૂધ વહી નવો વિકલ્પ ઉભો કરવા બદલ સલામ..
મહેશ સવાણીના આંખમાં આશુ આવી ગયા અને તેઓ ભાવુક બનીને બોલ્યાં, મેં 80 વર્ષ જૂનું બિલ્ડિંગ પસંદ નથી કર્યું, બસ મારે સેવા કરવી છે, મેં વિદેશની, અહીંયાની અને દિલ્હીની સરકાર જોઈ છે એટલે મેં આ પક્ષ પસંદ કર્યો છે.
તો મહેશ સવાણીને આવકારતા મનીષ સિસોદિયાએ કહ્યું કે, સીએમ કોણ હશે તે ચૂંટણી સમયે જોવાશે. અમારા નગરસેવકોએ ખૂબ સારું કામ કર્યું છે. હજી અનેક લોકો ભાજપ છોડી આપમાં જોડાશે. બીજેપી એટલે ભાજપ ઝઘડા પાર્ટી. ભાજપ બધા સાથે લડે છે.
ભાજપ શિક્ષણ સમિતિની લૂંટ ચલાવવા માંગે છે. સુરતમાં હવે યુવાનો અને ભણેલા લોકોની ટીમ એકઠી થઈ છે, ગુજરાતમાં પણ હવે આપનું કામ બોલે છે. ગુજરાતીઓને આપ પ્રત્યે વધુ વિશ્વાસ છે. મહેશ સવાણીએ લાંબા સમયે સુધી સેવાભાવી કાર્યો કર્યા છે અને હવે તેઓ આપમાં જોડાયા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!