હાલના સમયમાં દિવસેને દિવસે અનેક લોકો ગુમ થયા અથવા અપહરણની ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનાઓ આપણી આસપાસ ક્યાંકને ક્યાંક બની જ જતી હોય છે. પરંતુ આપણને ખબર હોતી નથી. અને આજકાલ આવી ઘટનાઓ વધવાને કારણે સરકારે અનેક કાયદાઓ બનાવ્યા છે.
આમ લોકોની જીદગીમાં ચાલતા અનેક ઝગડાઓને લઈને લોકો આવા ખોટા પગલા ભરી રહી છે. આવી જ એક ઘટના સુરત શહેરના કોસંબા વિસ્તારમાં બની છે. આ ઘટનામાં ધૂલિયાથી એક મહિલા અને તેમની બાળકી ગુમ થઇ ગયા હતા. તેને સુરત જિલ્લાની એસ.ઓ.જીએ શોધી કાઢ્યા હતા.
આ ઘટનામાં ધુલિયા જિલ્લાના દેવપુર ગામમાં આર.સી કોલોનીમા આ મહિલા અને તેમનો પરિવાર રહેતું હતું. મહિલાની ઉંમર 23 વર્ષની હતી. તેમનું નામ માધુરી સુરેશ સિંદે હતું. અને તેની બાળકે 4 વર્ષની હતી. આ મહિલા ઘરના ઝગડાઓને કારણે કંટાળી ગઈ હતી. તેને કારણે આ મહિલા ઘર છોડીને નીકળી ગઈ હતી.
અને આ મહિલાઅને તેની બાળકીને તેના પતિએ શોધવાની ઘણી કોશિશ કરી હતી. તેના પતિને લાગતું હતું તેની પત્ની અને બાળકીને કોઈ અપહરણ કરીને લઇ ગયું છે તેને ખબર નહોતી કે પત્ની જાતે ઘર છોડીને જતી રાઈ હતી. ત્યારબાદ મહિલાના પતિએ પોલીસ સ્ટેશનમાં પણ આ અંગે જણાવ્યું હતું.
તેને કારણે પોલીસે તપાસ ચાલુ કરી હતી. પરંતુ આ મહિલા અને તેની બાળકીને હાલ નવાપરા વિસ્તારમાંથી શોધી કઢાઇ હતી. આ મહિલા નવાપરા વિસ્તારમાં વિજય હાર્ડવેરની શેરીમાં કમલભાઈના રૂમમાં રહેતી હતી. આ મહિલા પોતાનું અને બાળકીનું જાતે ગુજરાન ચલાવતા હતા.
અને આ મહિલા અને બાળકીને પોતાની સાથે પોલીસ સ્ટેશનને લઈ ગઈ હતી. ત્યાર બાદ મહિલાને પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે માધુરી બહેને જણાવ્યું હતું કે, તેઓ પાછા ઘરે જવા માંગતા નથી તે ઘરના લોકોથી કંટાળી ગયા છે. ત્યારબાદ એસ.ઓ.જી.ના સ્ટાફે આ મહિલા અને બાળકીને પોતાના પરિવાર પાસે મોકલી દેવાયા હતા.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!