મહિલા ક્રિકેટર મિતાલી રાજ અને હરમનપ્રીતે BCCI ઉપર લગાવ્યો પક્ષપાતનો આરોપ..કહ્યું કઈક આવું…

0
199

આગામી સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયનશીપ અને ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની શ્રેણી રમવા માટે ઇંગ્લેન્ડ જશે ત્યારે ભારતી મહિલા ટીમ પણ એક ટેસ્ટ મેચ રમવા માટે ઈંગ્લેન્ડ જવાની છે. આવી પરિસ્થિતિ વચ્ચે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરે બીસીસીઆઈ ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે.

હરમનપ્રીત કૌરએ ટ્વિટ કરીને સ્પષ્ટ કર્યું કે, બીસીસીઆઈએ પુરુષ અને મહિલા ટીમ માટે એક ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિર્ણય કોરોનાની સુરક્ષાને લઈને કરવામાં આવ્યો છે. પુરુષ અને મહિલા ક્રિકેટર પ્રત્યેના વ્યવહારને લઈને બીસીસીઆઇને સોશિયલ મીડિયા પર પક્ષપાતનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

હરમનપ્રીતે ટ્વિટ કર્યું છે કે બીસીસીઆઈએ યુકે જવા પહેલાં પુરૂષ અને મહિલા બંને ક્રિકેટરો માટે મુંબઇ માટે ચાર્ટર્ડ ફ્લાઇટ ગોઠવી છે. અંતર અને વ્યક્તિગત સગવડને ધ્યાનમાં રાખીને ખેલાડીઓએ તેમની પસંદગી પસંદ કરી.

એવા અહેવાલો પણ આવ્યા હતા કે, બીસીસીઆઈએ પુરુષ ટીમ માટે તેમના ઘરે કોવિડ પરીક્ષણની વ્યવસ્થા કરી છે, જ્યારે બીજી તરફ, મહિલા ખેલાડીઓએ જાતે જ પરીક્ષણ કરાવવા જણાવ્યું હતું. જો કે મિતાલી રાજે પણ આ મામલે ખુલાસો આપ્યો છે.

મિતાલીએ જણાવ્યું કે, મહિલા ટીમના ઘરે નિયમિત આરટી પીસીઆર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બંને ટીમો આવતા મહિને મુંબઈથી ઇંગ્લેન્ડ જશે અને થોડા સમય માટે કોરેન્ટાઈન રહેશે. ભારતીય પુરુષ ટીમ 26 મેના રોજ મુંબઇ આવશે અને 8 દિવસ માટે કોરેન્ટાઈન રહેશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here