આજકાલ ચોરીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અને ચોરી અને લૂંટફાટ દિવસેને દિવસે વધતું જાય છે. કારણ કે લોકોને પૈસા કમાવવા છે અને તેને માટે અનેક ખોટા કામો કરીને લોકોના પૈસાને લૂંટી લે છે. આ ચોરી કરતા ચોરોને પકડવા સરકારે અનેક કાયદાઓ પણ બનાવ્યા છે.
આ ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. આવી ચોર ચોરી ગયાનું ઘણું જોવા મળે છે જેમાં ચોરો બીજા લોકોની જીવનભરની કમાણીને લુંટી લે છે. આજકાલ ચોરો અનેક તરકીબો અપનાવી રહ્યા હોય છે. અને ચોરીની ઘટનાઓ કેમેરામાં જોવા મળે છે. આમ અનેક રીતે ચોરીઓ થતા આપણે જોઈ રહ્યા છીએ.
મહિલાઓ વસ્તુને પાકીટમાં નાખીને દુકાનવાળાની નજર ન હોય તેમ લઈ જાય છે. અને અમુક જગ્યાએ ચોરો શસ્ત્રો દેખાડીને સોનીની દુકાન લુંટી લેતા હોય છે. મહિલાઓ સાડી લેવા જાય તો પણ સાડી ના પાલવમાં સામાન નાખીને નીકળી જાય છે. આવી અનેક પ્રકારની લુંટ થયેલી આપણે જોઈ રહ્યા છીએ.
ચોરી કરતા લોકોને આપણે જોઈ રહ્યા છીએ જેમાં ખબર ન પડે તેમ હાથ ચાલાકીઓ કરીને લઇ લે છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના રાયબરેલી વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં એક મહિલા સોનાની દુકાનમાં જઈને સોનાની વસ્તુ બતાવા કહે છે. આ મહિલા સાડી પહેરીને આવે છે.
અમુક ચોર ચોરી કરવા માટે એટલી બધી પ્લાનિંગ કરીને આવે છે કે લોકો પણ કહેવા લાગ્યા છે કે એટલું મગજ જો તેઓ કોઈ સારા કામમાં લગાડે તો પૈસાનો ઢગલો થઈ જાય. પરતું ચોર લુંટારાઓને જ્યાં સુધી કડક સજા ન ફટકારવામાં આવે ત્યાં સુધી તેઓ હમેશા ખોટા કામો કરતા રહે છે. અને બીજા લોકોની મહેનતની કમાણી લુંટતા રહે છે.
અને ફરતી શાલ ઓઢાડીને સોનુ લેવા માટે આવે છે. અને તે સોનીને રીંગ અને ચેન બતાવાનું કહીને જોવા બેસે છે. સોનીની નજર ન હોય ત્યારે રીંગ અને ચેન જેવા દાગીના મોં માં નાખી દે છે. અને સોનીને ખબર પણ પડતી નથી. અને મહિલા વાળ અને સાલ બરાબર કરતી હોય તેમ લગાડે છે.
આ મહિલા થોડી વાર પછી ત્યાં બેસીને જોવાના નાટક કરીને નીકળી જાય છે. પરંતુ સીસીટીવી કેમેરામાં વિડિયો જોવા મળ્યો હતો. અને આ ઘટના અંગે સોનીએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે આ મહિલાને સીસીટીવી કેમેરાની મદદથી પકડી પાડી હતી. અને પોલીસ આગળની તપાસ હાલ કરી રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!