આજકાલ આપઘાતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. સમાજમાં લોકો પોતાની જિંદગીથી કંટાળીને આવા ખોટા પગલાં ભરી રહ્યા છે. લોકોના પરિવારમાં બધા જ ઘરોમાં આજકાલ ઝઘડાઓ થતા જોવા મળે છે. પરંતુ આવા આપઘાતના ખોટા પગલા ભરીને પોતાનું જીવન પતાવી દે છે.
હાલમાં આવી એક આપઘાતની ખૂબ જ ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનાથી આખા વિસ્તારમાં ગંભીર માહોલ ફેલાઈ ગયો છે. લોકો પોતાની જિંદગીથી કંટાળીને આપઘાત કરી રહ્યા છે પરંતુ સાથે-સાથે પોતાના બાળકોના માસુમ જીવને પણ પતાવી દે છે. આવી ઘટના મહાડ જિલ્લાના એક ગામમાં રહેતા પરિવારની છે.
આ ઘટનામાં એક મહિલા તેનો પતિ અને તેના 6 બાળકો પરિવારમાં રહેતા હતા. મહિલાનું નામ રુનાબેન હતું. અને તેમના પતિનું નામ ચિખુરી સાહ હતું. અને તેમને 6 બાળકો હતા. એમાં સૌથી મોટી પુત્રી 10 વર્ષની હતી. તેનું નામ રોશની હતું. બીજી પુત્રી 8 વર્ષની હતી. તેનું નામ કરિશ્મા હતું. ત્રીજી પુત્રીનું નામ રેશમા હતું.
તે 6 વર્ષની હતી. ચોથી પુત્રીનું નામ દિયા હતું. તે 5 વર્ષની હતી. અને તેના પુત્રનું નામ શિવરાજ હતું. તે 3 વર્ષનો હતો. અને સૌથી નાની પુત્રી નું નામ રાધા હતું. તે 1.5 હતી. આમ પરિવારમાં 8 સભ્યો રહેતા હતા. પરંતુ રુનાબેનના પતિ સાથે રુના બહેનને અવારનવાર ઝઘડો થતો હતો. પતિનો સ્વભાવ ગુસ્સાવાળો હતો.
પતિ હંમેશા સાંજે દારૂ પીને નશો કરીને જ ઘરમાં આવતો હતો. ત્યારબાદ તે કોઈને કોઈ વાતે આ રૂનાબહેન સાથે ઝઘડો કરીને મારમારી કરતો હતો. તેને કારણે બંનેને ખૂબ જ ઝઘડો થતો હતો. અને તેની પુત્રીઓને પણ ક્યારેક ક્યારેક મારતો પીટતો હતો. અને આ વારંવાર થતાં ઝઘડાને કારણે રુના બહેન ખૂબ જ કંટાળી ગયા હતા.
તેનો પતિ તેને મારે એ સહન થતું પરંતુ તેની પુત્રીને મારતો તે સહન નહોતું થતું. તેનો પતિ ચિખુરી સાહ કોઈપણ કામ કરતો નહોતો અને કમાતો પણ ન હતો. તેને કારણે રુના બહેન પોતાની જાત મહેનત કરીને પોતાના બાળકોનું ગુજરાન ચલાવતી હતી. અને બાળકોને ભણાવતી હતી. એક દિવસ તેનો પતિ ખૂબ જ દારૂ પીને નશામાં આવ્યો હતો.
ત્યારે રૂના બહેનને ખૂબ જ માર્યા હતા. તેને કારણે તેમને પોતાની જિંદગી પતાવી આપઘાત કરી લેવાનું વિચાર્યું હતું. અને એક દિવસ સવારે રુના બહેન પોતાના ગામની બહાર ખેતરમાં જઈને કૂવામાં પોતાના 6 બાળકોને નાખી દીધા. અને ત્યારબાદ પોતે પણ કૂવામાં પડી ગઈ. રૂના બેન કૂવામાં કુડી તે ખેતરની નજીકથી પસાર થતા એક વ્યક્તિ જોઈ ગયો હતો.
તેને કારણે આ વ્યક્તિએ બૂમો પાડીને ગામના લોકોને ભેગા કર્યા હતા. અને આ રુના બેનને કૂવામાંથી બહાર કઢાયા હતા. તેના બાળકોને પણ બહાર કઢાયા હતા. પણ તે બચ્યા નહોતા. બાળકો મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ રુના બહેનને સારવાર માટે ગામના લોકો હોસ્પિટલ લઈ ગયા હતા. અને આ રુના બહેનને ગામના લોકોના કહેવા પ્રમાણે પોલીસને પોતાના પતિની ફરિયાદ કરી હતી.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!