આજકાલ દિવસેને દિવસે ચોરી લૂંટફાટના ઘટનાઓ ખુબ જ સામે આવી રહી છે. લોકોને રોજગારી મેળવવા ના કામો કરવાની બદલે બીજા લોકોની જિંદગી ભરની કમાણીને લૂંટીને પૈસા કમાવા છે. આવા ખરાબ કામોને કારણે આજકાલ નિર્દોષ લોકો ખુબ લૂંટાઇ રહયા છે. અને ચોરી લૂંટફાટ વધવાની કારણે સરકારે અનેક કડક નિયમો બનાવ્યા છે.
છતાં પણ ચોરોને આજકાલ પોલીસનો પણ ભય રહ્યો નથી. તેને કારણે આજકાલ રાજ્યમાં અને જિલ્લાઓમાં એક દિવસમાં ઘણી બધી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ચોરીની ઘટના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં બની છે. આ મહેસાણા જિલ્લાના ગોઝરીયાની પાસે આવેલી એ-વન સોસાયટીમાં 16 નંબરના મકાનમાં એક પરિવાર રહેતું હતું.
આ પરિવારના લોકો કોઈ કામસર પોતાના વતન ગયા હતા. અને તેઓ પોતાના ઘરને તાળું મારીને ઘર બરાબર કરીને ગયા હતા. તેઓ થોડા દિવસમાં જ પાછા આવી જવાના હતા. તેથી ઘરમાં બધી જ વસ્તુ એમ જ મૂકીને ગયા હતા. પરંતુ એક દિવસ અડધી રાતે અજાણ્યા લોકોએ મકાનની બારી તોડીને ઘરમાં ઘૂસી ગયા હતા.
અને આ મકાનને અસ્તવ્યસ્ત કરી દીધું હતું. મકાનના આગળના ભાગના દરવાજાને કે લોકને કાંઈ પણ કર્યું નહોતું કેમ કે આ ચોરો જાણતા હતા કે સોસાયટીના લોકો ને ખબર પડે નહીં તે માટે પાછળના ભાગમાંથી ઘરમાં આવ્યા હતા. ચોરોએ પાછળના ભાગમાં આવેલી મકાનમાં લોખંડના સળીયાવાળી બારીના મજબૂત સળીયાને તોડી નાખ્યા હતા.
અને પાછળના ભાગમાંથી રૂમમાંથી ઘરમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ તેઓએ ઘરમાં બધી જગ્યાએ અસ્તવ્યસ્ત કરીને કિમતી સામાન લઈ લીધા હતા. ત્યારબાદ કબાટ તિજોરી તોડી નાખી હતી. અને તેમાંથી 4 તોલાના સોનાનો સેટ જેની કીમત 2 લાખ હતી, 2.25 લાખના સોનાના 2 દોરા, 1.50 લાખની 4 વીટી.
અને દોઢ તોલાની સેરો, 1,50,000ની સોનાની બુટ્ટી અને 20,000 રોકડા પૈસા લૂંટી લીધા હતા. આમ કુલ 8,50,000ની ચોરી કરી હતી. ત્યારબાદ આ ચોરો બધું લઈને ભાગી ગયા હતા. ત્યારબાદ પરિવાર પોતાના વતનનેથી પાછો આવે છે. ઘરને વેરવિખેર જોઈને ઘરના લોકોના પગ પાણી પાણી થઇ ગયા હતા. અને ઘરના માલિકે પોલીસ સ્ટેશનમાં આ ચોરો સામે ફરિયાદ કરી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!