મનીષ સીસોદિયા સુરત આવ્યા,આ નેતાઓને મળી શકે છે મોટું પદ..આ અગ્રણી જોડાશે “આપ” માં.. જાણો.!

0
167

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું આજે સવારે સાત વાગ્યની આસપાસ સુરત એરપોર્ટ પર આગમન થયું હતું. તેઓના સ્વાગત માટે આપના નેતા પ્રદેશ પ્રભારી ગુલાબસિહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા હાજર રહ્યા હતા.

એરપોર્ટથી સિસોદિયા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે. અહીં તેઓએ સુરતી નાસ્તા સાથે દિવસની શરૂઆત કરી હતી. હાલમાં આપના નેતાઓ સાથે મિટિંગ શરૂ થઈ છે. જેમા સ્થાનિક નેતાઓની કામગીરીથી મનીષ સીસોદીયા પ્રભાવિત થયા છે. તેમજ પાલિકાના વિરોધ પક્ષના નેતા ભંડેરીને આગામી દિવસોમાં મોટી જવાબદારી સોંપાય એવી ચર્ચાઓ ચાલી રહી છે.

કાર્યકર્તાઓને સીસોદિયાનું ભવ્ય સ્વાગત કરતા અટકાવી દેવાયા :  મનીષ સીસોદિયાના આગમન પહેલા રસ્તામાં જ આપના કાર્યકર્તાઓને અટકાવી દેવાતા કાર્યકર્તાઓએ રોષ વ્યકત કર્યો હતો. ગોપાલ ઇટાલિયાની આગેવાની હેઠળ ભાજપ સરકારની તાનાસહી સામે એક થઇ જાહેર રોડ પર જ વિરોધ કર્યો હતો. મગદલ્લા ચોકડી પરના ઓવર બ્રિજ નીચેથી જ એટલે કે, એરપોર્ટના સવા કિલો મીટર પહેલા જ સુરક્ષાના ભાગરૂપે તમામ કાર્યકર્તાઓને પોતાના નેતા મનીષ સીસોદિયાનું ભવ્ય સ્વાગત કરતા અટકાવી દેવાયા હતા.

12 વાગે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે : દિલ્હીના નાયબ મુખ્યમંત્રી નાનપુરા વિસ્તારમાં આવેલી જીવનભારતી શાળાના રોટરી ક્લબ ખાતે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. કાઉન્સિલરો સાથે બેઠક કરશે ત્યારબાદ સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે. દરમિયાન સામાજિક અગ્રણી અને ઉદ્યોગકારો આપમાં જોડાવાની શક્યતા સેવવામાં આવી રહી છે.

ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો : મનીષ સિસોદિયાના સ્વાગત માટે એરપોર્ટ પર મોટી સંખ્યામાં આપ કાર્યકર્તાઓ ભેગા થઈ ભવ્ય સ્વાગત કરવા ની વાત બહાર આવતા પોલીસે વહેલી સવાર થી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મગદલ્લા ચોકડી પરથી જ કાર્યકર્તાઓ ને પરત મોકલી દેવાતા આપના કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી હતી.

ઈસુદાન ગઢવીએ પણ આ બાબત ખરાબ હોવાનું જણાવ્યું હતું. કિશોર કાકાને બાદ કરતાં આપના તમામ નેતાઓ મનીષ સિસોદિયાના એક્ઝીટ સમયએ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યારે એરપોર્ટ પર ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો.

1000 કાર્યકર ભાજપમાંથી આપમાં જોડાયા : છેલ્લા દોઢથી વધુ મહિનામાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીમાંથી કુલ 1000 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અઠવાડિયા પહેલાં 400 જેટલા કાર્યકર્તા આપમાં જોડાયા હતા.

તેના 12 દિવસ પહેલા કામરેજ વિધાનસભા મતવિસ્તારમાંથી 200 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમજ ખટોદરા વિસ્તારમાંથી સો જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મે મહિનામાં અંદાજે 300 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here