રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાં જ દર વર્ષ કરતા આ વર્ષે મેઘરાજાએ અચાનક જ એન્ટ્રી કરી દીધી હતી. મેઘરાજાએ રાજ્યના દરેક વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેતા કરી દીધા હતા. અને રસ્તા ઉપર નદી જેવો માહોલ બનાવી દીધો છે. લોકો ચોમાસાની જેટલી રાહ જોઇ રહ્યા હતા. તે પ્રમાણે મેઘરાજાએ વરસાદની પધરામણી કર ને લોકોને ખુશ કરી દીધા હતા.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીના જણાવ્યા મુજબ વરસાદનો બીજો રાઉન્ડ જુલાઈ મહિનાથી ચાલુ થશે. પરંતુ રાજ્યમાં મુશળધાર વરસાદ આગામી 2 દિવસમાં સર્વત્ર પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે તથા મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. રાજ્યમાં બધા વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ વરસવાનું ચાલુ રહેશે.
દરેક રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અને રાજ્યના ઘણા બધા વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દિવસ દરમ્યાન કાળા વાદળો જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં દાદરા નગર હવેલી, વલસાડ, દમણ, સુરત ડાંગ જેવા જિલ્લાઓમાં વરસાદની અને તોફાની ગાજવીજ સાથે વરસાદની આગાહી રહી છે. અરબી સમુદ્રમાં સિસ્ટમની અસર દેખાઈ રહી છે.
તેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો વરસાદ હજુ આગામી 2 દિવસ સુધી વર્ષી શકશે. અને આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો ઘણા વિસ્તારોમાં મધ્યમ એટલે સામાન્ય વરસાદી ઝાપટાં જોવા મળી રહ્યા છે. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા જેવાં શહેરોમાં મધ્યમ વરસાદનુ આગમન થઈ રહ્યું છે.
રાજ્યના દરેક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. જૂન મહિનામાં વરસાદનું વરસવાનું વધઘટ થતું રહેશે પરંતુ જુલાઈમાં ખૂબ જ સારો વરસાદ વરસવાની સંભાવના રહે છે. આ વર્ષે દર વર્ષ કરતા ખૂબ જ સારું ચોમાસું રહેશે. તેને કારણે ખેતીમાં પણ પાકને પૂરતું પાણી મળતું રહેશે. અને ખેડૂતોને પાકનું વાવેતર ખૂબ જ સારું રહેશે.
જેમાં સિઝનનો કુલ વરસાદ સૌથી વધુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડવાની આશંકા રહી છે. અને આગાહીકારોના જણાવ્યા મુજબ આગાહી આગામી 2 દિવસમાં રાજ્યમાં સર્વત્ર વરસાદ પડવાની સંભાવના છે અને દેશભરમાં 5 દિવસની અંદર સાર્વત્રિક વરસાદ વરસી શકશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેમાં રાજ્યમાં છુટો છવાયો વરસાદ વરસી રહ્યો.
આસામ અને મેઘાલય જેવા રાજ્યોમાં તો અતિ ભારે વરસાદને કારણે પુર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ ગઈ છે. આગામી 24 કલાકમાં ખૂબ જ ભારે વરસાદ વરસવાની દરેક વિસ્તારોમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરિયામાં મોજા ઉછળવાને કારણે આફતો સર્જાવાની એંધાણ દેખાઈ રહ્યા છે. અને આમ જુદા-જુદા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની ખૂબ જ મોટી આગાહી રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!