મનોરમાં મોહંતીના મતે આગામી 2 દિવસ આ વિસ્તારો રહેશે રેડ એલર્ટમાં, ધોધમાર વરસાદ ત્રાટકવાની આગાહી..!!

0
131

હાલમાં રાજ્યમાં ચોમાસુ ખૂબ જ સારું ચાલી રહ્યું છે. રાજ્યમાં દરેક વિસ્તારમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. ચોમાસુ ચાલુ થતાની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. પરંતુ હાલમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મહંતીના જણાવ્યા મુજબ હજુ આગામી 2 દિવસ ગુજરાતમા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. વલસાડ, સુરત, ડાંગ, નવસારી જેવા વિસ્તારોમાં હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. અને 2 દિવસમાં એટલે 15મી જુલાઈ અને 16મી જુલાઈએ ભારે વરસાદની આગાહી છે.

15 મી જુલાઈએ સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે અને દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ, સુરત, તાપી, ભરૂચ જેવા વિસ્તારોમાં અતી ભારે વરસાદ વરસવાની સંભાવના છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ભારે છૂટાછવાયા ઝાપટા રહેશે.

16મી જુલાઈએ રાજ્યમાં વરસાદ કરછ જિલ્લામાં ખૂબ જ ભારે રહેશે અને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ રહેશે. તે મુજબ જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, નવસારી, વલસાડ જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ રહેશે. આમ જુદા જુદા દિવસે જુદા જુદા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી આપી છે. રાજ્યમાં આ બે દિવસ ભારે વરસાદ રહેશે..

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત જવા વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ગીર-સોમનાથ, રાજકોટ, ભાવનગર, ખેડા જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ શહેરમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે.

અમદાવાદ શહેરના ઉસ્માનપુરા અને ચાંદખેડા વિસ્તારમાં એકસાથે 6 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આમ રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદને કારણે શહેરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. રસ્તા ઉપર પાણીઓની નદી વહેતી થઈ હતી.

2 દિવસ પછીના દિવસથી રાજ્યમાં મધ્યમ વરસાદ રહેશે. તે માટે બે દિવસ ભારે વરસાદ માનવ જીવનને મુશ્કેલી પહોંચાડતો રહેશે. ત્યારબાદ વરસાદ રાહત લેશે અને 22મી જુલાઈએ ફરી વરસાદ માહોલ જામશે. 22 થી 26 જુલાઈ સુધી ખૂબ જ ભારે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં અત્યારની જેમ જ ભારે વરસાદ રહેશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here