હાલમાં ચોમાસાની સીઝન ખુબ જ સારી ચાલી રહી છે. રાજ્યમાં દરેક વિસ્તારમાં ખૂબ જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દરેક વિસ્તારોમાં વરસાદ સારો એવો વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દરેક જિલ્લાઓમાં ભારે વરસાદ રહ્યો છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની હજુ શરૂઆત થઈ છે.
આમ ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદ રહ્યો છે. તો ઘણા બધા જિલ્લાઓમાં ઓછા વરસાદ રહ્યો છે. તે માટે રાજ્યમાં વરસાદની વધઘટ જોવા મળી રહી હતી પરંતુ હાલમાં જુલાઈ મહિનાની શરૂઆત થતાં જ ઘણા બધા જિલ્લાઓમાં એકસરખો વરસાદ વરસી રહ્યો છે. હવે આગામી દિવસોમાં સારો વરસાદ રહેશે.
વામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહંતીના જણાવ્યા મુજબ આગામી 5 દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે. 10 જુલાઈ સુધીમાં દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ રહેશે. જેમાં દ્વારકા પોરબંદર અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ જિલ્લાઓમાં 5 થી 8 ઈંચ સુધીનો વરસાદ રહેશે.
હાલમાં ઉત્તર ઓડિશામાંથી લો પ્રેસરની સિસ્ટમ સક્રિય થયાની અસર દેખાઈ રહી છે. તે માટે આ સિસ્ટમ આગળ વધતા રાજસ્થાનમાં થઈ ગુજરાતમાં 5 દિવસ સુધીમાં પહોંચી જશે. તે માટે 5 દિવસમાં ખૂબ જ સારા વરસાદની આગાહી રહી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ રહ્યા છે.
તે માટે સરકારે નવસારી, સુરત, વલસાડ, ડાંગ જેવા જિલ્લાઓમાં NDRFની ટીમ મોકલવામાં આવી છે. ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર જેવા જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો મોકલવામાં આવી છે. જિલ્લાઓમાં સરકારે પહેલેથી NDRFની ટીમોને મોકલી છે. જેને કારણે પૂરની સ્થિતિ સર્જાતા અથવા તો ભૂસંકલનની સ્થિતિ સર્જાતા લોકોને જલ્દીથી સહાયતા મળી શકે.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં અતિ ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમની સપાટી વધીને 22.11 ફૂટ થઈ ગઈ હતી. આ ડેમમાં પાણી સતત વધતું હોવાને કારણે તેમના દરવાજાઓ ખોલી દેવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમમાં 1,44,070 એમસીએફટી પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
206 જણાશેઓમાં 1,87,629 MCFT પાણીનો સંગ્રહ થઈ ગયો છે. આ વર્ષે ખૂબ જ સારું ચોમાસુ રહેવાને કારણે જળાશયની સપાટી વધી ગઈ છે. તેને કારણે એક વર્ષ સુધી પાણીની અછત ઊભી થાય તેવી સમસ્યા દેખાઈ રહી નથી. આમ છેલ્લા 24 કલાકમાં દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારા વરસાદને કારણે સપાટી ઊંચી આવી જશે.
હજુ આગામી હવામાન આગાહીના પગલે પાંચ દિવસ સુધી ભારે વરસાદને કારણે ઘણા બધા જળાશયોમાં પાણીની સપાટી ઊંચી આવી જશે. લો પ્રેશરની સિસ્ટમને કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં પણ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી દેવામાં આવી છે. દરિયામાં ભારે પવન ફૂંકતાં તોફાન જેવી સ્થિતિ સર્જાવાની આશંકાઓ દેખાઈ રહી છે. આમ રાજ્યમાં એકંદરે ચોમાસુ ખૂબ જ સારું રહ્યું છે અને હજુ આગામી દિવસોમાં ખૂબ જ સારા ચોમાસાના ઇંધાણો દેખાઈ રહ્યા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!