મનોરમાં મોહંતીના મતે આ તારીખથી વરસાદી માહોલ પાછો ચાલુ થશે, ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી પડશે..!!

0
218

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. રાજ્યમાં દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ વરસી ગયો હતો. હાલમાં પણ સારા વરસાદના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. રાજ્યમાં ભારે વરસાદ અમુક જિલ્લાઓમાં રહ્યો હતો પરંતુ હાલમાં મેઘરાજાએ વિરામ લીધો છે. વાતાવરણમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે.

વરસાદ બંધ થયો છે જેને કારણે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકો પરેશાન થઈ રહ્યા છે. બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. સતત વરસાદને કારણે ખેડૂતોનાં ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે ખેડૂતો માનતા હતા કે વરસાદ થોડો સમય વિરામ લઈ લે તો તેના પાકો પણ વધી શકે તે માટે વરસાદ ન આવે તેવી ઇરછા કરી રહ્યા હતા.

હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહંતીના એ જણાવ્યું છે કે આગામી દિવસોમાં વરસાદી માહોલ થઈ જશે. આગામી 24 કલાકમાં રાજયના દરેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં વરસાદ માધ્યમ પડવાની શક્યતા છે. 29 જુલાઈ પછી સામાન્ય વરસાદ રહેશે. વરસાદનું પ્રમાણ ઘટતા ગરમી અને બફારાનું પ્રમાણ વધી રહ્યું છે.

જેને કારણે 2જી ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં 2 ઓગસ્ટ થી 10 મી ઓગસ્ટ સુધી ભારે વરસાદ થશે. રાજ્યના વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલુ થશે. અને આ રાઉન્ડ ચાલુ થતા ખૂબ જ ભારે વરસાદ રહેશે. બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે અને પહેલા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહ્યો હતો.

પરંતુ ત્રીજા રાઉન્ડમાં સમગ્ર જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે. પહેલા થોડા દિવસ ભારે વરસાદ વરસ્યો હતો. જેને કારણે ખેડૂતોમાં નિરાશાનું મોજું ફરી રહ્યું હતું. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને પાકો ના જ પામ્યા હતા અને સતત વરસાદને કારણે પાકો પણ નિષ્ફળ પામ્યા હતા. પરંતુ હાલમાં વરસાદ નહીંવત થતા પાકોને પૂરતો તડકો મળી રહ્યો છે.

ખેતરોમાં પાણી પણ સુકાઈ ગયા છે. જેને કારણે તેઓની વાવણી સારી થાય તેવું ખેડૂતોએ ઇરછી રહ્યા છે. ઘણા બધા નદી, તળાવમાં પાણીની આવક થઇ છે. જેને કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે. આહામી દિવસોમાં હજુ ડેમો ભરવાની શક્યતા છે. ડેમો અને નદીમાં પાણી વધતા ખેડૂતોની વાવણીને પુરતું પાણી મળી રહેશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here