માતા જ બની હત્યારી… પોતાના 7 વર્ષના બાળકને રીબાવી રીબાવીને પતાવી દીધો.. પરિવાર હજી પણ છે ન્યાયથી વંચિત.. વાંચો..!

0
176

ગુજરાતમાં એવી ઘણી ઘટનાઓ બની ચુકી છે કે જેના કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. પરંતુ પરિવાર હજુ પણ ન્યાયથી વંચિત રહેલો છે. સુરેન્દ્રનગરનો ચાર વર્ષ પહેલાં બનેલો એક એવો કિસ્સો અત્યારે ફરી વખત સામે આવ્યો છે. જેમાં પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે. પરંતુ આ કેસ સામે ન્યાયતંત્ર કોઈ ખાસ પ્રતિક્રિયા આપી રહ્યું નથી.

સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તાર 4 વર્ષ પહેલાં એક માતાએ પુત્રની હત્યા કરી દીધી હતી. તમે આ સાંભળીને વિચારમાં પડી જશો કે કોઈ માતા પોતાના જ બાળક સાથે આવું શા માટે કરે… પરંતુ આ કળિયુગ ના સમયમાં માવતર પણ કમાવતર સાબિત થયા છે.

હકીકતમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો શાંતિલાલ પરમાર ડિમ્પલ નામની યુવતી સાથે પરણ્યો હતો. અને તેમના લગ્ન જીવન દરમિયાન એક બાળકનો જન્મ થયો હતો. જેનું નામ ભદ્ર હતું. પરંતુ બાળકને જન્મ થયા બાદ થોડા જ દિવસોમાં ડિમ્પલબેન નું બીમારીના કારણે અવસાન થયું હતું.

માસુમ બાળક ભદ્રને માતાનો પ્રેમ અને હુંફ મળે તે માટે પરિવારના અગ્રણીઓએ શાંતિલાલ પરમારના બીજા લગ્ન અમદાવાદની એક યુવતી સાથે કરાવ્યા હતાં. જેનું નામ જીનલ છે. જીનલના અગાઉ પણ બે લગ્ન થઇ ચુક્યા હતા. પરતું કોઈને કોઈ કારણસર લગ્ન તૂટી જતા. તે હવે શાંતિલાલ સાથે પરણી હતી. તેનેઆગળના લગ્ન થકી એક દિકરી થઇ હતી.

શાંતિલાલ અને જીનલનું લગ્નજીવન જીનલ સાથે થોડો સમય તો ખુબ જ સુખમય પસાર થયું.. પરંતુ ત્યાર બાદ બાળકોને લઇને વારંવાર માથાકુટ થતી હતી. આખરે જીનલે એક એવું પગલું ભર્યું હતું અને માસુમને સજા આપી હતી કે જે વાંચીને ટાંટિયા કાંપવા લાગશે…

રોજની જેમ જ જીનલ ભદ્રને હોમવર્ક કરાવવા ઘરના ઉપરના રૂમમાં લઇ ગઇ હતી. થોડી જ વારમાં તે અચાનક નીચે દોડતી દોડતી આવી અને કહેવા લાગી કે ભદ્ર દિવાલ કુદીને ક્યાંક ભાગી ગયો છે. મેં એને રોકવાની કોશિશ કરી પરતું તે મને ધક્કો મારીને ચાલ્યો ગયો છે. આ વાત સાંભળતા જ શાંતિલાલે તેના દીકરાને શોધવાની ક્રિયા ચાલુ કાર દીધી હતી….

પરતું મોડી સાંજ સુધી તેનો કોઈ અત્તો પત્તો ન મળતા અંતે શાંતિલાલે શોધખોળ હાથ ધરી હતી. રાત્રીના લગભગ ૧૦ વાગ્યા આસપાસ માસુમ ભદ્રની લાશ ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં રહેલી સુટકેશમાંથી મળી આવતા પરિવારજનો પર આભ તુટી પડ્યું હતુ.

7 વર્ષના માસુમ પુત્રની હત્યા કરનાર સાવકી માતાને સજા મળે ત્યાં સુધી પિતાએ બીજા લગ્ન ન કરવાના શપથ લીધા છે. સાવકી માતાએ પુત્રની હત્યા કરી દેતા સુરેન્દ્રનગર શહેર સહીત જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. ભદ્રના મોત અંગે સાવકી માતા જીનલની પુછપરછ કરતા તેણે ભદ્રને મોંઢા પર ડુચો દઇ કપડા વડે હાથપગ બાંધી દઇ સુટકેશમાં પુરી દીધો હોવાની કબુલાત કરી હતી.

જેના પગલે પોલીસ અને પરિવાર બંન્ને ચોંકી ઉઠ્યા હતા. પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ આરોપી જીનલની ધરપકડ કરી હતી. આ ઘટનાને આજે ચાર વર્ષ પૂર્ણ થયા છે. જો કે પરિવાર હજી પણ ન્યાચ ઝંખી રહ્યો છે. હવે આ પરિવારને ન્યાય ક્યારે મળશે તેની સૌ કોઈ લોકો રાહ જોઈ રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here